વિપરીત પરિસ્થિતિ માં આપણાં પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. અને વિચારવાની શક્તિ કમજોર થઈ જાય છે. આવી સ્થિતિ માં ઉતાવડ થી લીધેલા નિર્ણય માં નુકસાન થાય છે. સંબંધ ખરાબ પણ થઈ શકે છે. એટલા માં તે જ ખરાબ સમય માં ધૈર્ય થી કામ કરવું જોઈએ. ચાલો એક પ્રસંગ કહું તમને..
એક સમય ની વાત છે એક સોની ની મૃત્યુ થઈ જાય છે. તેના પરિવાર માં તેની પત્ની અને એક પુત્ર હોય છે. સોની ના મૃત્યુ પછી એના પરિવાર માં પૈસા ની કમી આવા લાગી. એક દિવસ તેની માં એ તેના પુત્ર ને એક હીરા નો હાર આપ્યો અને કહ્યું કે તારા કાકા ની દુકાન પર વહેચી આવ, આના થી જે પૈસા મળશે એ આપણ ને કામ આવશે. છોકરો તરત જ હાર લઇ ને કાકા ની દુકાને પહોંચી ગયો. કાકા એ હાર જોયો અને કીધું કે બજાર માં અત્યારે મંદી ચાલે છે. આ હાર ને પછી વહેચજે. તને પૈસા ની જરૂર હોય તો અત્યારે મારી જોડે થી લઈ લે. તને જો ફાવે તો મારી દુકાન પર કામ પણ કરી શકે છે. છોકરા એ કાકા ની વાત માંની લીધી અને પછી ના દિવસ થી તે દુકાને કામ કરવા લાગ્યો.
સમય ની સાથે છોકરો પણ હીરા ની પરખ કરવા લાગ્યો. એ અસલી અને નકલી હીરા ને તરત જ ઓળખી લેતો હતો. એક દિવસ એના કાકા એ કહ્યું કે બજાર અત્યારે સારો ચાલે છે. તું તારો હીરા નો હાર વહેચી શકે છે. છોકરા એ હાર લાવી ને કાકા ને આપી દીધો.
કાકા એ છોકરા ને કહ્યું કે હવે તો તું પણ હીરા ની પરખ કરી શકે છે. આ હાર જોઈ ને એની કિંમત નો અંદાજો લગાવી શકે છે તો તું જ આ હાર ની પરખ કર. છોકરા એ જ્યારે હાર ને જોયો તો એને ખબર પડી કે હાર તો નકલી છે. તેની કોઈ કિંમત ના આવી શકે.
કાકા એ કહ્યું કે હું તો પહેલા થી જ જાણતો હતો કે હાર તો નકલી છે. પણ એ જ દિવસે હું તને એમ કહી દેત તો તું મને ખોટો સમજત. તને એવું જ લાગત કે હું આ હાર પડાવાં માગું છુ, એટલે હું એને નકલી કહું છું. તને એ સમયે હીરા નું કોઈ જ્ઞાન ન હતું. ખરાબ સમય માં અજ્ઞાનતા ના કારણે આપણે હમેશા બીજા ને ખોટા સમજીએ છીએ. એ સમયે હું તને આ વાત કહી દેત તો તું ઉતાવડ માં કોઈ ખોટું પગલું ભરી લેત, જેના થી આપણાં સંબંધ પણ ખરાબ થઈ જાત. એટલે જ વિપરીત સમય માં ધૈર્ય થી કામ કરવું જોઈએ. આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “ખરાબ સમય માં વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે, આ સમય માં ધૈર્ય થી કામ કરવું આવો જાણીએ એક સુંદર પ્રસંગ થી..”