આજકાલના ભાગદોડ ભરેલા જીવનમાં લોકો પાસે પોતાના માટે સમય ઓછો થઈ ગયો છે. જેનાથી બગડતું સ્વાસ્થ્ય અને વધતું વજન લોકો માટે મુશ્કેલ બન્યું છે. ઘણા ડાયટીંગ તો ઘણા કસરતના માધ્યમથી વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સફળતા ઓછા જ લોકોને મળે છે.
ઘણા લોકો તો દવાના માધ્યમથી વજન ઓછું કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વજન ઓછું કરવા માટે જેટલી ઉપયોગી કુદરતી રીત છે તેટલી બીજી કોઈ નથી. કેમકે દવા અને ઓબેસિટી માટે કરવામાં આવતી બેરિયાટ્રિક સર્જરીનું ઘણું નુકશાન પણ થઈ શકે છે. તેટલું જ નહી, ઘણી વાર તો લોકો મેદસ્વીતાથી છુટકારો મેળવવા માટે ખાવા-પીવાનું પણ છોડી દે છે. જે સ્વાસ્થ્ય માટે ભારે નુકશાનકારક હોઈ શકે છે, તેથી ક્યારેય પણ સખત ડાયેટ પ્લાન ન અપનાવો, અને મેદસ્વીતા ઓછી કરવા માટે કોઈપણ પ્રકારની સર્જરી અથવા દવાનો સહારો પણ ન લો.
કેમકે તમે તમારા રૂટિન અને ખોરાકમાં થોડો થોડો સામાન્ય પરંતુ જરૂરી ફેરફાર કરીને મેદસ્વીતા થી છુટકારો મેળવી શકો છો. તેના માટે તમારે ખાસ રોટલી અને દાળથી તમારી નિયમિત રોટલી અને પરાઠાને બદલવી પડશે. જે કોઈપણ પ્રકારના સખત ડાયેટ વગર તમારું વજન ઓછું કરી દેશે. જોકે,આ દરમિયાન તમારે તળેલા – શેકેલા – સ્ટ્રીટ ફૂડ અને પ્રોસેસ ફૂડથી અંતર બનાવી રાખવું જોઈએ. જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો અમે તમને જણાવી દઇએ કે કેટલીક આવી રીત અને ખોરાક વિશે, જેમાં થોડાજ દિવસોમાં તમને પોતાનામાં ફર્ક નજર આવવા લાગશે –
કસરત કરવા માટે કહો હા :
કસરત ફકત વજનને જ સંતુલિત નથી રાખતું, પરંતુ તમારા શરીરને તંદુરસ્ત અને મગજને પણ મજબૂત બનાવે છે. તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછા ૫ દિવસ જરૂર વર્કઆઉટ કરો. તેના માટે જરૂરી નથી કે જીમ જ જવું. તમે ઘરે રહીને પણ થોડું જરૂરી વર્કઆઉટ કરી શકો છો. પરંતુ તે પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી ભૂલવી નહિ. તમે નૃત્ય, કાર્ડિયો અને દોડના માધ્યમથી પણ પોતાને ફિટ રહેવાનો પ્રયત્ન કરી શકો છો.
સવારનો નાસ્તો:
સવારનો નાસ્તો એ દિવસનું સૌથી જરૂરી ભોજન હોય છે. તેનું બધાએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ સ્થિતિમાં સવારનો નાસ્તો ટાળવો નહિ. વજન ઓછું કરવામાં પ્રોટીન અને ફાઇબર યુક્ત ભોજન ઘણું મદદરૂપ હોય છે. તેથી તમારા સવારના નાસ્તામાં પ્રોટીનનો સમાવેશ કરવાનો ભૂલવું નહીં. સવારના નાસ્તામાં તમે બ્રાઉન બ્રેડ અને ગોળથી બનેલી ચાનો સમાવેશ કરી શકો છો. ગોળ લોહીને સાફ કરવાની સાથેજ શરીરને હાનિકારક ટોક્સીન્સને બહાર કાઢવામાં કામ કરે છે. જેનાથી વજન ઓછું કરવામાં ઘણી મદદ મળે છે. ગ્રીન ટી ની જેમજ ગોળ પણ બોડીને ડિટોકસ કરે છે સાથેજ વજન પણ ઘટાડે છે. તો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો ચામાં શુગર એટલે ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરો, તે મેદસ્વીતા ઓછી કરવામાં ઘણું મદદરૂપ થાય છે.
બપોરનું ભોજન:
વજન ઓછું કરવું તેટલું જ મુશ્કેલ હોય છે , જેટલું કે વજન વધારવું સરળ હોય છે. કેમકે મન મુજબ ભોજન કરવું તો સરળ છે, પરંતુ તેમાં મનને કાબૂમાં કરી ઈચ્છા ઓને મારવી ઘણી મુશ્કેલ હોય છે, પરંતુ જો તમે મેદસ્વીતા થી છુટકારો મેળવવા માંગો છો તો તેના માટે તમારે તમારી તૃષણાઓને કાબૂમાં રાખતા શીખવું પડશે. જો તમે જલદી થી જલદી તમારું વજન ઓછું કરવા માંગો છો તો બપોરના ભોજનમાં તમારા ભોજન માંથી સામાન્ય રોટલીને હટાવીને મગ દાળ ચિલ્લા અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેની સાથેજ દહીંને પણ તમારા ભોજનનો ભાગ બનાવવાનું ન ભૂલો. મગ દાળને બદલે ક્યારેક બ્રાઉન ભાતના ચિલ્લા અને ચણાના લોટના ચિલ્લા પણ ખાઈ શકાય છે.
સાંજનું ભોજન:
સામાન્ય રીતે લોકો સવારનો નાસ્તો હળવો અને સાંજનું ભોજન ભારે કરે છે, પરંતુ ભોજન લેવાની એક ખોટી રીત છે. હંમેશા તમારા ખોરાકનો જથ્થો ઘટતા ક્રમમાં રાખવો જોઈએ. રાતના સમયે હળવું જ ભોજન લો. રાતના સમયે તમે ભોજનમાં ઓટ્સ કે પછી પોરિંજવાળા હળવા તેલમા રાંધેલી શાકભાજી લઈ શકાય છે. તેના સિવાય ખીચડી પણ સાંજના ભોજન માં લઇ શકાય છે.
તેના સિવાય વર્કઆઉટ પહેલા બ્લેક કોફી અને વર્કઆઉટ પછી ૨ થી ૩ ફ્રૂટ લઈ શકાય છે. સાથેજ જો ક્યારેય તમે ભોજનમાં કઈક ખાવા ઇચ્છો છો તો પરોઠા, નાન અને ઘરે બનેલા નાસ્તા અને મીઠાઈ ખાઈ શકો છો. તેનાથી તમારી તૃષ્ણા પણ ઓછી થશે અને સ્વાદમાં ફેરફાર મળતો રહેશે.
ખાસ નોંધ : ઉપરોક્ત આપેલ ટિપ્સ ને ફોલો કરતાં પેહલા નિષ્ણાત સલાહ આવશ્યક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team