શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા ફળ અને શાકભાજી ખાવા ખૂબ જ જરુરી છે. જો કે ઘણા ઓછા લોકો ને તે ખાવા ની અને રાંધવા ની રીત ખબર છે. કેટલાક ફળ અને શાકભાજી ને કાચા ખાવાથી તેમા પોષક તત્વો મળે છે. જ્યારે બીજા ને રાંધી ને ખાવાથી વધુ ફાયદો થાય છે.
બ્રોકલી ને સ્ટીમ કરવું
જો તમને બ્રોકલી ખાવા માં કડક અને બેસ્વાદ લાગે છે તો તેને વરાળ માં પકવી ને ખાવ. ઉકાળવાથી કે તળવા થી તેના પોષક તત્વો નાશ થાય છે. સ્ટીમ માં પકાવાથી તેમા ગ્લુકોસાયનૉલેટ તત્વ યોગીક બને છે. આ તત્વો કેન્સર જેવી બીમારી થી બચાવે છે.
કાચું લસણ
લસણ માં સેલેનિયમ એંટિ ઓક્સિડેંટ મળી આવે છે.જે બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. અને શરીર ને ઘણી ખતરનાક બીમારી થી બચાવે છે. કેટલાક લોકો લસણ ને શાક માં નાખી ને પકવી ને ખાય છે. જો તમારે લસણ થી વધુ પોષક તત્વો મેળવવા છે તો તેને પકવી ને ખાવ. કાચું લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
મશરૂમ ને પ્રેશર કૂકર માં પકાવો.
મશરૂમ માં કેલેરી બહુ ઓછી હોય છે. અને તે ફાઇબર અને એંટિ ઓક્સિડેંટ થી ભરપૂર હોય છે. મશરૂમ ને સલાડ માં કાચું પણ ખાઈ શકાય છે. જો તમારે મશરૂમ માં થી વધુ પોષક તત્વો મેળવવા હોય તો તેને સ્ટીમ કે પ્રેશર કૂકર માં પકવો. મશરૂમ ને જલ્દી પકવવાથી તેમા એંટિ ઓક્સિડેંટ ની માત્રા વધી જાય છે.
ટામેટો સોસ બનાવો.
મોટા ભાગ ના લોકો ટામેટાં સોસ નો ઉપયોગ પાસ્તા બનાવા માટે કરે છે. બજાર માં મળતા સોસ કરતાં ઘરે બનાવેલ સોસ વધુ ફાયદા કારક હોય છે. તાજું ટામેટું પકાવાથી તેમા રહેલ લાયકોપિન શરીર માં અંદર સુધી જાય છે. આ તત્વ દિલ ની બીમારી અને કેન્સર થી બચાવે છે.
ગાજર ને પકવી ને ખાવું.
ગાજર માં કેરોટીનોઈડ મળી આવે છે. તે આંખો ને મજબૂત કરે છે. અને શરીર ને ગંભીર બીમારી થી બચાવે છે. આ તત્વ શરીર માં સારી રીતે ભળી જાય છે. ગાજર ના વધુ પોષક તત્વો લેવા માટે તેને શેકી ને કે પછી વરાળ માં બાફી ને ખાવું.
તાજા ફળ
તાજા ફળો માં ઘણું બધુ ફાઇબર મળી આવે છે. તે કેલેરી માં ઓછા અને વિટામિન થી ભરપૂર હોય છે. બ્લૂ બેરી, દ્રાક્ષ,સફરજન જેવા કેટલાક ફળ ટાઇપ 2 ના ડાયાબિટિસ ની સંભાવના ને ઓછી કરે છે. આવા ફળો ના જ્યુસ કરતાં તેને આખા જ ખાવા સારા. બજાર માં મળતા જ્યુસ માં ફાઇબર નથી હોતું. સાથે જ તેમા ઘણી બધી ખાંડ પણ હોય છે જે નુકશાનકારક છે.
શક્કરીયાં ને બેક કરો.
શક્કરીયાં ફાઇબર,વિટામિન એ, અને વિટામિન સી થી ભરપૂર હોય છે. જે હાડકાં ને મજબૂત કરે છે. જો તમને પણ આ બધા પોષક તત્વો આજ માત્રા માં જોઈએ તો તેને બેક કરી ને ખાવ. અને તેને છોતરાં ની સાથે જ ખાવ.
ખાવાનું બનાવાની સાચી રીત
જ્યારે તમે શાક ને ઉકાળો છો તો પાણી અને વધુ તાપમાન તેના પોષક તત્વો ને નાશ કરતાં જાય છે. હલકું ફ્રાય કરવાથી તેના પોષક તત્વો બની રહે છે. ત્યાં જ મઇક્રોવેવ માં પકાવાથી તેના બધા જ પોષક તત્વો મળી રહે છે.
સ્ટીમ કરવાથી શાકભાજી માં તેલ અને માખણ નો ઉપયોગ નથી થતો. અને તેના પોષક તત્વો પણ તેમ જ રહે છે. જો કે વરાળ અને ફાસ્ટ ગેસ પર પકવેલ વસ્તુ જેમ કે શિમલા મિર્ચ અને કોબીજ જેવા શાક ના પોષક તત્વો ધીરે ધીરે ઓછા થતાં જાય છે. આ શાક ને પકવ્યા સિવાય કાચા જ ખાવા ફાયદાકારક ગણાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team