જો તમે ૩૫ ની ઉંમર વટાવી ચૂક્યા છો, તો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે દરરોજ નિષ્ણાંત એ બતાવેલી આ તપાસ જરૂર કરાવો.
સ્ત્રીઓએ ૩૫ ની ઉંમર પછી એક બે વર્ષના અંતરે કેટલીક આરોગ્ય તપાસણી કરાવી જોઈએ. આ ચેકઅપ સ્ત્રીઓને રોગો વિશે જાગૃત કરે છે જે વધતી ઉંમર સાથે થાય છે. જેના દ્વારા યોગ્ય સમયે સારવાર અને સાવચેતી અપનાવીને રોગોથી બચી શકાય છે.
વિશેષજ્ઞ ડોક્ટર મુજબ, બાળપણથી યુવાવસ્થા સુધી શરીર ઊર્જાથી ભરપૂર હોય છે, પરંતુ વધતી ઉંમરની સાથે આ ઊર્જા ઓછી થવા લાગે છે અને ૪૦ ની વય પાર કર્યા પછી મુશ્કેલીઓનો દોર વધવા લાગે છે. સ્ત્રીઓમાં સ્થિતિઓ થોડી વધારે જટિલ હોય છે. વધતી ઉંમરની સાથે સ્ત્રીઓમાં હાડકા નબળા પડવા લાગે છે. એવું એટલા માટે કેમ કે આપણા હાડકા કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન ઉપરાંત ઘણા પ્રકારના ખનીજોથી બનેલા હોય છે. વધતી ઉંમરની સાથે આ પોષક તત્વો ઓછા થવા લાગે છે, જેનાથી હાડકા એટલા નબળા પડી જાય છે કે નાની એવી ઇજાથી પણ ફ્રેકચર થઈ જાય છે.
ડોક્ટર માધુરી બુરંડે લાહા સલાહકાર, પ્રસુતિ તેમજ સ્ત્રી રોગના વિશેષજ્ઞ મધરહુડ હોસ્પિટલ, ખરાડી નું કેહવુ છે કે “સ્ત્રીઓમાં વધતી ઉંમરની સાથે રોગો થવાનું કારણ સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ નું અસંતુલિત હોવું છે. સ્ત્રીઓના શરીરમાં અમુક એવા હોર્મોન્સ હોય છે, જે તેમને આ રોગોથી દુર રાખે છે; પરંતુ જ્યારે વધતી ઉંમરની સાથે આ હોર્મોન્સ બનતા ઓછા થાય છે ત્યારે રોગો થવાની શક્યતા પણ વધી જાય છે. આ ઉપરાંત મા બન્યા પછી સ્ત્રીઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવે છે, જેનાથી તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા લાગે છે. તેથી ૪૦ ની ઉંમર પછી દરેક સ્ત્રીઓએ ગાયકની સલાહ લઈને વિટામિનની દવાઓનું સેવન કરવું જોઈએ.” ડોક્ટર માધુરી બુરંડે લાહાજી પાસેથી જાણો વધતી ઉંમરની સાથે સ્ત્રીઓએ કઈ કઈ જરૂરી તપાસ કરાવવી જોઈએ.
૩૫ ની ઉંમર પછી સ્ત્રીઓ માટે જરૂરી ટેસ્ટ:
- થાઇરોઇડ ટેસ્ટ
- પૈપ સ્મિયર ટેસ્ટ
- હાડકાની ઘનતા ટેસ્ટ
- સ્તન કેન્સર ટેસ્ટ
- કોલેસ્ટ્રોલ ટેસ્ટ
થાઇરોઇડ ટેસ્ટ:
વધતી ઉંમરની સાથે હોર્મોનલ ફેરફારોને કારણે થાઇરોઇડ સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળે છે. તેથી, ૩૫ વર્ષની ઉંમર પછી, જો અચાનક વજનમાં વધારો, કોલેસ્ટરોલની સમસ્યા, તાણ અને ઉદાસીની લાગણીના લક્ષણો જોવા મળે છે , તો સ્ત્રીઓએ તરત જ થાઈરોઈડની તપાસ કરાવી જોઈએ. તેથી જ તમારે બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે.
પૈપ સ્મિયર ટેસ્ટ:
૩૫ ની ઉંમર પછી દરેક સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરનો ભય ખૂબ વધારે વધી જાય છે. તેથી વધતી ઉંમરની સાથે દરેક સ્ત્રીએ દર બે વર્ષે એકવાર પૈપ સ્મિયર ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. આ તપાસ કરાવવાથી ગર્ભાશય અને સ્નાયુઓમાં સોજા કે ચેપ ની જાણ થાય છે જોકે સર્વાઇકલ કેંસરના લક્ષણો હોય છે. આ તપાસ માટે ગર્ભાશય ગ્રીવાના સ્નાયુઓમાં થી નમૂના લેવામાં આવે છે. સમય રહેતા રોગની જાણ થવાથી વહેલી તકે ઉપચાર થવાથી સાજા થવાની સંભાવના વધી જાય છે.
હાડકાની ઘનતા ટેસ્ટ:
જેમકે અમે તમને જણાવી ચૂક્યા છીએ કે વધતી ઉંમરની સાથે સ્ત્રીઓમાં હાડકા નબળા થવા લાગે છે અને નબળાઈને લીધે નાના-મોટા આંચકા કે ઇજા થવાથી તેની ભાંગવાની સંભાવના વધી જાય છે. ફ્રેકચર મોટેભાગે હિપ્સ, કાંડા કે કરોડરજ્જુના હાડકામાં થાય છે. તેથી સ્ત્રીઓમાં બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ હાડકાંની મજબૂતી તપાસવા માટે કરવામાં આવે છે. તેનાથી હાડકાંમાં રહેલા કેલ્શિયમ અને બીજા ખનીજોની જાણકારી મળે છે. તેવામાં હાડકાની ઘનતા ટેસ્ટ ૩૫ ની ઉંમર પછીની સ્ત્રીઓએ જરૂર કરાવવો જોઈએ.
સ્તન કેન્સર:
સ્ત્રીઓને થતા કેન્સર માં સ્તન કેન્સર સૌથી સામાન્ય છે અને વધતી ઉંમરની સાથે સ્ત્રીઓમાં સ્તન કેન્સરનો ભય સૌથી વધારે હોય છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં ૨૫થી ૩૨ ટકા સ્ત્રીઓ સ્તન કેન્સરનો શિકાર થઈ રહી છે. એવામાં જો નિયમિત રીતે સ્તનની તપાસ કરાવવામાં આવે તો પ્રારંભિક તબક્કે જ કેન્સર શોધી શકાય છે અને તેને જીવલેણ બનતું અટકાવી શકાય છે. સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી કરવામાં આવે છે. ૪૦ વર્ષ પછી સ્ત્રીઓએ દર બે વર્ષમાં મેમોગ્રાફી કરાવવી જોઇએ.
કોલેસ્ટ્રોલ ટેસ્ટ:
શરીરની મેટાબોલિક ક્રિયાને સંતુલિત રાખવા માટે કોલેસ્ટ્રોલ અનિવાર્ય ઘટક છે, પરંતુ તેની વધુ પડતી માત્રા હૃદયની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જેનાથી હૃદય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી વર્ષમાં એકવાર બ્લડ ટેસ્ટ કરાવવું જોઇએ. હાઈ કોલેસ્ટ્રોલ ના સામાન્ય રીતે કોઈ સંકેત કે લક્ષણો દેખાતા નથી. તમારા કોલેસ્ટ્રોલનું લેવલ હાઇ છે કે નહીં અને હદયરોગ સંભવિત જોખમો ની જાણ માટે કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરવામાં આવે છે. જો કોલેસ્ટ્રોલ ૧૩૦ થી વધુ હોય, તો તે ચિંતાની વાત છે.
જો તમારી ઉંમર પણ ૩૫ થી વધારે હોય તો તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે તમારે પણ આ તપાસ નિયમિત કરાવવી જોઇએ. આ આ પ્રકારની બીજી જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team