ચોમાસાની ઋતુમાં જો તમને ચટપટું, સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાની ઈચ્છા હોય તો આ ફૂડ આઈટમને જરૂર ટ્રાય કરો.
ચોમાસુ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ પણ લાવે છે અને તેની સાથે એક એવી વસ્તુ પણ છે જેને આપણને કરવાનું મન થાય છે અને તે છે કંઈક ચટપટું અને મસાલેદાર ભોજન. વરસાદની ઋતુમાં આપણી અંદરનો પુરી જાગી જાય છે અને દરરોજ સાંજે ચાની સાથે ક્યારેક ભજીયા તો પછી ક્યારેક સમોસા અને પકોડા ખાવાનું મન થાય છે. ચોમાસાનું વાતાવરણ એટલું તો મનમોહક હોય છે કે આપણને ચટપટુ અને સ્વાદિષ્ટ ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ જાય છે.
આપણા ભારતીયોને આપણા જીવનને ખાવાની સાથે જોડવાનો ખૂબ જ સારું લાગે છે અને દરેક મોસમમાં આપણો ટેસ્ટ અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ અનુસાર બદલાતો રહે છે. જેમ કે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની ઈચ્છા થાય છે અને ઉનાળાની ગરમીમાં ઠંડા શેક અને લીંબુ પાણી પીવાની ઈચ્છા થાય છે. તેવી જ રીતે ચોમાસામાં ચટાકેદાર અને મસાલેદાર ખાવાની ઈચ્છા થાય છે. જો તમારું દિલ પણ દરરોજ મજેદાર ખાવાની ઇચ્છા વ્યક્ત કરે છે તો અમે તમને અમુક એવી સ્પેશિયલ આઈટમ જણાવવા જઈ રહ્યા છીએ જેની મજા તમે લઇ શકો છો.
1 મિસળ પાવ
આ એક મહારાષ્ટ્રીયન છે અને તે સ્પાઈસી પણ હોય છે. તેમાં મગ અને મઠના બીન્સ હોય છે તેની ઉપર ફરસાણમાં સેવ નાખવામાં આવે છે તથા ઝીણી ડુંગળી, લીલા ધાણા અને લીંબુ નીચોવીને આ વ્યંજનને સર્વ કરવામાં આવે છે. તમે આ મિશ્રણની કરી જેવી ઇચ્છો તેવી બનાવી શકો છો અને ચોમાસામાં ચાની સાથે તેની મજા લઇ શકો છો.
2 મરચા ના ભજીયા
દક્ષિણ ભારતમાં તેને મિર્ચી ભાજી પણ કહેવામાં આવે છે અને નોર્થ ઇન્ડિયા માં અમુક લોકો તેને મરચા ના પકોડા કહે છે. આ મરચાં ખૂબ તીખા હોતા નથી તેને વચ્ચેથી કાપીને તેના બીજ કાઢી નાખી તેમાં મસાલો ભરવામાં આવે છે અને બેસનના ધોળ માં ડુબાડી ને તેને તળવામાં આવે છે વરસાદ દરમિયાન ચાની સાથે આ સ્ટ્રીટ ફૂડનો લોકો ખૂબ જ આનંદ ઉઠાવે છે. તેનો સ્વાદ વધારવા માટે અમુક લોકો તેની ઉપર ઝીણી ડુંગળી અને તીખી ચટણી સાથે સર્વ કરે છે.
3 મસાલા મેગી
જો તમે પહાડ ઉપર ફરવા ગયા છો તો ત્યાં તમને બીજા કે ત્રીજા કેફે માં મેગી જરૂર જોવા મળશે. મેગી સૌ કોઈની ફેવરિટ હોય છે. આપણે ઘરમાં જેવી મેગી ખાઈએ છીએ સ્ટ્રીટ વેન્ડર્સ તેમાં ઘણા પ્રકારના પ્રયોગ કરીને બનાવે છે તે લોકો તેમાં પોતાની સિઝલિંગ પણ નાખે છે અને દેશી તડકા સાથે સર્વ કરે છે. જો તમે પહાડોમાં ફરવા ગયા છો તો એક વખત આ દેશી ટ્વિસ્ટ વાળી મજેદાર અને મસાલેદાર મેગી જરૂર ખાજો.
4 રોસ્ટેડ ચિકન ટિક્કા
નોન વેજિટેરિયન મિત્રો માટે ચિકન ટિક્કા થી વધુ સારું કઈ જ હોઈ શકે નહીં જ્યારે આપણે સ્પાઈસી મસાલેદાર અને ચટપટા વ્યંજનની વાત કરીએ છીએ તો આપણે તેને કેવી રીતે ભૂલી શકીએ છીએ સાંજના નાસ્તાના રૂપમાં તમે રોજ કરેલું ચિકન ટિક્કા એન્જોય કરી શકો છો, ફુદીનાની ચટણી અને સ્પાઈસી સીલીંગ ની સાથે રોસ્ટેડ ચિકન ટિક્કાની અલગ જ મજા છે. સાંજે દોસ્તોની સાથે ડ્રિન્ક નો પ્લાન તમારો બને છે તો પછી આ સૌથી સારો નાસ્તો છે.
5 વડાપાવ
મહારાષ્ટ્રીયન લોકો ખૂબ જ તીખું ખાવાના શોખીન હોય છે અને તેમનાં ભોજનમાં મિસળ પાઉં, સેવપુરી, વડાપાવ જેવા એ આપણને તૃપ્ત કરવા માટે બરાબર છે. આલુ વડા ની સાથે માખણ લગાવેલું ભાવ અને તેની સાથે તીખા સીંગદાણા ની ચટણી ચોમાસા માટે એકદમ સ્વાદિષ્ટ નાસ્તો છે. વીકેન્ડમાં તમે પરિવાર સાથે ગરમ ગરમ ચા અને વડાપાઉં નો નાસ્તો તમારી રજા ને ખુબ જ મજેદાર બનાવી દેશે.
6 મોમોસ
મોમોસ માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ દરેક સિઝનમાં ખૂબ જ સારા લાગે છે પરંતુ વરસાદની ઋતુમાં લસણ અને લાલ મરચા ની તીખી ચટણી સાથે મેયોનીઝ ચિકન અથવા તો વેજ મોમોસ ની પ્લેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મોમોઝ ની ઘણી અલગ અલગ વેરાઇટી હોય છે તમને જે પણ પસંદ પડે તે તમે ખાઇ શકો છો અને તેનો આનંદ માણી શકો છો.
7 મસાલા પૂરી
જેવી રીતે આલુ ટિક્કી ચાટ ઉત્તરભારતીય માં એક ટ્રેડિશન વાનગી છે છે તેવી જ રીતે દક્ષિણ ભારતમાં મસાલા પૂરી છે.તે લીલા વટાણા થી બનેલી મસાલેદાર કરી હોય છે અને તેમાં ક્રિસ્પી પૂરીને ક્રશ કરીને નાખવામાં આવે છે ત્યારબાદ તેની ઉપર ટામેટા, ડુંગળી, ગાજર,લીલા ધાણા અને સેવ નાખવામાં આવે છે.
8 પાવભાજી
આ એક વધુ મહારાષ્ટ્રીયન વ્યંજન છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તમે તેને બ્રેકફાસ્ટમાં કે પછી સાંજે નાસ્તાના રૂપમાં ખાઈ શકો છો તમે તેને ઘરે પણ બનાવી શકો છો અને તેનો આનંદ લઈ શકો છો. તેની ભાજી ઘણી બધી શાકભાજી ને મેશ કરીને બનાવવામાં આવે છે અને આ શાકભાજીમાં બટાકા, ડુંગળી, ગાજર,મરચા, વટાણા, સીમલા મરચું અને ટામેટા નાખીને બનાવવામાં આવે છે.લોકો તેને અલગ અલગ રીતથી પણ બનાવે છે તમે પણ તેને પસંદગી અનુસાર બનાવી શકો છો.
9 ગોલગપ્પા અને ચાટ
દરેક ભારતીયોનો સૌથી પહેલો ફેવરેટ અને સ્વાદિષ્ટ નાસ્તો પાણીપૂરી અને ચાટ હોય છે. તેના વગર કોઈપણ ઇવેન્ટ પૂરું થતું નથી અને ભારતની અલગ અલગ જગ્યાએ તેને અલગ અલગ નામથી બોલાવવામાં આવી છે. આમલીની ખાટીમીઠી ચટણી ચાટ મસાલો અને બટાકાની સાથે પાણીપુરી અથવા તો ગોલગપ્પા તમારો દિવસ બનાવી શકે છે ત્યાં જ બટાકા અને પાપડી ચાટ તમારા મોંનો સ્વાદ બદલી નાખશે.
હવે તમારા વીકેન્ડમાં તમે આ સ્વાદિષ્ટ નાસ્તા નો ટ્રાય કરી શકો છો અને વરસાદમાં આ નાસ્તા તમારા સ્વાદ ને વધારી નાખશે, હા પરંતુ તમારે આ ફાસ્ટ ફૂડને વધુ ખાવા જોઈએ નહીં, તમારા મોં ના સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team