આમ તો ઘર નું ખાવાનું હેલ્થી હોય છે. પણ જો તેમા કેટલાક એવા મસાલા અને હર્બસ નાખી ને ખાશો તો,તમારું ભોજન વધુ હેલ્થી બનશે. તો ચાલો અમે તમને આજે એવા જ કેટલાક મસાલા અને હર્બસ વિશે બતાવા જઈ રહ્યા છે.
સ્વસ્થ રહેવા માટે ઘર ના ભોજન ને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરે જ પોતાની પસંદ ની વસ્તુ નો ઉપયોગ કરી શકાય છે. બહાર ના ખાવામાં તેલ તેમજ સ્વાદ માટે વધુ પડતાં મસાલા નો ઉપયોગ કરે છે અને સાથે હાનિકારક ઇનહેન્સર નો પણ ઉપયોગ કરે છે. એટલે જ તમારે ઘરે જ ખાવાનું બનવું જોઈએ. આમ તો ઘરે બનાવેલ ભોજન હેલ્થી હોય છે. પણ તેમા તમને એવા મસાલા કે હર્બસ નાખી શકો છો કે જેનાથી ત્મારાઉ ખાવાનું વધુ હેલ્થી બને . આ હર્બસ અને મસાલા થી તમારી ઈમ્મુનિટી વધે છે.
ચાલો જાણીએ આવા મસાલા અને હર્બસ વિશે..
મરી
આમ તો મરી અમુક એવા આહાર માં જ નાખી શકાય છે. અને તેને બની શકે ત્યાં સુધી તો આખી જ વાપરવામાં આવે છે. આ એક એવો મસાલો છે કે જેને તમે કોઈ પણ ભોજન વાપરી શકો છો. મરી એંટિ ઓક્સિડેંટ થી ભરપૂર હોય છે. જે તમારા મેટાબોલીસમ ને વધારી ને ચરબી ઓછી કરે છે. આ ઉપરાંત વાઇરસ અને બેક્ટેરિયા થી થતી બીમારી થી બચાવે છે. અને પેટ અને શરીર ને બચાવે છે. આ ઉપરાંત કેન્સર સામે પણ રક્ષણ આપે છે. હવે તમે મરી ના પાવડર ને જે ડીશ જમવામાં લેવાના હોવ તેમા ઉમેરી ને ખાઈ શકો છો.
મીઠો લીમડો
લીમડો ખૂબ જ હેલ્થી હોય છે. તેમા વિટામિન b1, વિટામિન b3, વિટામિન b9, કેલ્સિયમ, આયરન, અને ફૉસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રા માં હોય છે.તમે દાળ, પુલાવ, કઢી, શાક મા 4-5 પત્તા લીમડા ના નાખી શકો છો.અને ભોજન ને હેલ્થી બનાવી શકો છો.. મીઠા લીમડા ને ઘર માં જ એક નાના કુંડા માં કે ખાલી ડબ્બા માં વાવી શકો છો.
તજ નો પાવડર
તજ એંટિ ઓક્સિડેંટ થી ભરપૂર હોય છે. તે બ્લડ શુગર ને કંટ્રોલ અને પાચન ને સારું રાખવા માં મદદ કરે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ મહિલા ને પેરિયડ્સ માં થતાં દુખાવા સામે પ રાહત આપે છે. તેના સેવન થી કોલેસ્ટ્રોલ અને દિલ ની બીમારી ઑ નો ખતરો ઓછો થાય છે. તેનો ઉપયોગ કરવાનો સરળ ઈલાજ છે તેનો પાવડર કરી ને તેને ભોજન માં એક ચમચી જેટલો નાખવા થી ફાયદો થાય છે. અને ભોજન પણ સ્વાદિષ્ઠ બને છે.
મેથી, રાઈ, જીરું
સામાન્ય રીતે વઘાર કરવા માટે મેથી, રાઈ, જીરું ની જરૂર પડે છે. આ ત્રણ વસ્તુ એંટિ ઓક્સિડેંટ થી ભરપૂર હોય છે. તે પેટ ને હેલ્થી અને પાચન તંત્ર ને મજબૂત રાખે છે. તેમા રહેલા પોષક તત્વો જેવા કે આયરન, કેલ્સિયમ, ફૉસ્ફરસ, કોપર ઘણી ગંભીર બીમારીઑ થી બચાવે છે.
બેસિલ લીવ્સ અને ઓરેગાનો
બેસિલ લીવ્સ એ તુલસી ના પાંદડા હોય છે. જેને સૂકવી ને પાવડર બનાવા માં આવે છે. ઓરેગાનો એ હર્બસ નું મિક્ષ્ચર હોય છે. તે તમને બજાર માં સરળતા થી મળી જાય છે. ખાવાનું બનાવ્યા બાદ તેને ઉપર થી નાખવા થી અને આવું ભોજન ખાવા થી ઘણો ફાયદો મળે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
Yup I really love the indian food! I am using Spice Range to order spices
Yup I really love the indian food! I am using Spice Range to order spices! What a great taste!