દરેક ઋતુમાં એક અલગ મજા હોય છે, કોઈને શિયાળો ગમે તો કોઈને ઉનાળો કે પછી ધીમા વરસાદના છાંટા. આ બધું માણસના સ્વભાવની પ્રકૃતિ પર આધાર રાખે છે. પણ ખરેખર શાકભાજીનો ઓરીજીનલ ટેસ્ટ તો શિયાળામાં જ આવે છે. શિયાળાની ઠંડી ખાવાની મોજ આપે અને શરીરને મજબુત બનાવે છે.
જે લોકોને ઠંડી વધારે પસંદ છે એ લોકો માટે આજનો આર્ટીકલ બહુ ખાસ છે કારણ કે આજના આર્ટીકલમાં એવા ફૂડ વિષેની ચર્ચા કરવામાં આવી છે, જે સ્પેશ્યલ ઠંડીની સીઝનમાં લાજવાબ સ્વાદ આપે છે. એમાં પણ ખાસ સ્વાદ સાથે આ ફૂડ બીમારીને શરીરમાં આવતી અટકાવે છે. તો આ ફૂડના નામ આર્ટીકલ વાંચીને તરત જ નોંધી લો :
ઠંડીની સીઝનમાં બીમારીથી દૂર રહેવા માટે ડાયેટમાં ખાસ ઉમેરો આ ફૂડઝ :
- ગુંદર
- મગફળી
- તલ
- બાજરો
- ફળ
- શાકભાજી
- બદામ
- ખજૂર
આપણે સૌ અહીં લખેલ ખાદ્યાન્નથી પરિચિત તો છીએ પણ એના વિષેની જાણકારી ઓછી હોય એવું બની શકે! ઘણાને આ ખાદ્યચીજના ફાયદાઓ શું છે એ ખબર નહીં હોય તો તેને પણ આ આર્ટીકલ કામ આવશે. આ આર્ટીકલમાં અહીં લખેલ ‘વિન્ટર ડાયેટ ફૂડ’ ના નામ અને કામ લખ્યા છે એ ખુબ કામ આવશે.
ગુંદ :
Image source
ગુંદનું સેવન સૌથી સારું ઠંડીની મૌસમમાં ગણાય છે કારણ કે આ સમયમાં શરીર ગુંદનું પાચન વ્યવસ્થિત રીતે કરવા માટે તૈયાર હોય છે. શરીરને ઇનસ્ટંટ એનર્જી આપે છે તેમજ ગુંદ શરીરની આંતરિક રચનાને સાફ રાખવા માટે બહુ જરૂરી એવું કામ કરે છે.
જો આપને કોઈ હાડકાઓની બીમારી હોય તો ગુંદ બહુ સારું કામ આપશે. ગુંદ હાડકાના કેલ્શિયમને મેઈન્ટેન કરે છે. એટલા માટે તો શિયાળામાં અમુક સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે અને તેમાં અવશ્ય ગુંદને ઉમેરવામાં આવે છે. ગુંદ ઠંડીની મૌસમમાં ખાવા માટે બેસ્ટ છે કારણ કે એ શરીરને અંદરથી ગરમ રાખે છે. તો શિયાળાની ઠંડીમાં બીમારીથી બચવા માટે ગુંદનું અવશ્ય સેવન કરો.
મગફળી :
Image source
શિયાળાની સીઝનમાં મગફળી આવે છે અને સેકેલી કે બાફેલી મગફળી ખાવાની મજા કૈંક અલગ જ છે. મગફળીમાં પુષ્કળ માત્રામાં પોષક તત્વો હોય છે એટલે શરીરને હેલ્ધી રાખવા માટે મગફળી બહુ ઉપયોગી ચીજ છે. ડાયાબીટીસના દર્દીઓ માટે પણ મગફળી અકસીર દવા બની શકે છે. મગફળીથી શરીરના બ્લડ પ્રેશરને કાયદેસરનું બનાવી શકાય છે. તો આપ પણ ઠંડીની મૌસમમાં મગફળીની સેવન કરી શકો છો.
તલ :
Image source
તલનું સેવન પણ શિયાળા માટે બેસ્ટ રહે છે. તેલમાં વિટામીનની માત્ર અધિક હોય છે અને વાત જો તલના તેલની કરવામાં આવે તો તેમાં વિટામીન-ઈ અને ફેટી એસીડની માત્રા હોય છે, જે શરીરને અનેક બીમારીથી બચાવે છે. ઠંડીની મૌસમ શરીરને મજબૂત બનાવવા માટે ઉત્તમ છે તો આ સમયમાં તલનું સેવન અતિ ફાયદાકારક ગણાય છે.
બાજરો :
Image source
દરેક ખોરાકની ઠંડી અને ગરમ એમ બે તાસીર હોય છે. તો બાજરાની તાસીર ગરમ છે. ઠંડીની ગરમીમાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે બાજરાનું સેવન કરવું જોઈએ. ઠંડીની મૌસમમાં બાજરાની રોટલી બનાવીને ખાવી જોઈએ. માંસપેશીઓને તાકાત આપવાનું કામ બાજરો કરે છે અને સાથે ઠંડીની મૌસમમાં શરીરને તાવ, શરદી કે ઉધરસ જેવી સામાન્ય બીમારી સામે રક્ષણ આપે છે.
ફળ :
Image source
ફળ આમ તો બારેમાસ ખાવામાં આવે છે પણ ઋતુ પ્રમાણેના ફળ શરીરને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી થાય છે. શિયાળાની ઠંડીમાં ખાસ કરીને સફરજન વધુ પ્રમાણમાં બજારમાં આવે છે. તો શિયાળાના અને પસંદ હોય એવા ફળનું સેવન ઠંડીની સીઝનમાં અવશ્ય કરવું જોઈએ.
શાકભાજી :
Image source
ફળની જેવું જ અમુક અંશે શાકભાજીમાં હોય છે. અમુક શાકભાજી ઠંડીની મૌસમમાં જ આવે છે અને ત્યારે જ સ્વાદિષ્ટ લાગે છે. ગાજર, ટમેટા, વટાણા, સોયા મેથી, લીલી હળદર વગેરે આવા શાકભાજી વિટામીન અને પ્રોટીનનો મોટો સ્ત્રોત હોય છે તો ઠંડીની મૌસમમાં ફળ સાથે શાકભાજી ખાવાનું રાખવું જોઈએ.
બદામ :
Image source
બદામ ઉર્જા આપે છે. દરરોજ સવારે ઉઠીને ૫ નંગ બદામનું સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે અને સાથે આખા જ દિવસને આરામથી ઉર્જાથી પસાર કરી શકાય છે. આમ તો બદામને બેસ્ટ ડાયેટ ફૂડ ગણવામાં આવે છે કારણકે બદામને પહેલેથી જ લોકોમી લોકચાહના વધુ મળી છે. યસ, તો બદામ પણ આપના માટે બેસ્ટ રહેશે.
ખજૂર :
ખજૂરને આમ તો હાડકા મજબૂત બનાવવા માટેની સચોટ ખાદ્યચીજ ગણાય છે. ડોક્ટર પણ ઠંડીની મૌસમમાં નબળા હાડકાઓના દર્દીઓને ખજૂરનું સેવન કરવાની સલાહ આપે છે. ખજૂરમાંથી બનાવવામાં આવતો ‘ખજૂરપાક’ ઠંડીની સમયમાં સૌથી બેસ્ટ ટેસ્ટ છે.
અહીં જણાવેલા નામ એ એવી ચીજ છે, જેને તમે ડાયેટ પ્લાનમાં રેગ્લ્યુલ ફોલો કરીને આખી જિંદગીને બચાવી શકો છો એટલે કે ઠંડીની મૌસમમાં શરીરને મજબુત બનાવી દો, જે તમને આખા વર્ષની એનર્જી આપે છે અને બીમારીથી દૂર રાખે છે. તો આપ પણ શિયાળાની ઠંડીમાં બીમારીથી બચવા માટેના ઉપાય વિચારી રહ્યાં હોય તો ડાયેટ પ્લાનમાં આ ચીજોનું સેવન કરવાનું ભૂલતા નહીં.
આશા છે કે આજની માહિતી આપનને વધુ પસંદ આવી હશે. તો ગુજરાતી ભાષાનું ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ને લાઈક કરવાનું ભૂલશો નહીં.
#Author : Ravi Gohel