જો તમે ઘરમાં શંખ રાખો છો તો નિયમિત તેની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે અને ઘરમાં તેને પૂજા સ્થાન ઉપર મૂકો છો તો તેને મૂકવાના જરૂરી નિયમો જરૂર જાણી લેવા જોઈએ.
આપણા શાસ્ત્રો અને પુરાણોમાં શંખનું હંમેશાથી ખૂબ જ મહત્વ રહ્યું છે. કહેવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શંખ વગાડીને કરવામાં આવે છે.એટલું જ નહીં શાસ્ત્રો અનુસાર શંખમાં દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે જ આપણે ઘરમાં ખાસ કરીને પૂજાના સ્થાન ઉપર શંખને રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે શંખની વચ્ચેના ભાગમાં વરુણદેવ પાછળના ભાગમાં બ્રહ્માજી અને સામે ગંગા અને સરસ્વતીનો વાસ છે.
પૂજા ઘરમાં શંખ રાખવો વાસ્તુના હિસાબથી પણ શુભ માનવામાં આવે છે. અને જે ઘરમાં નિયમિત રૂપથી શંખનાદ થાય છે તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોવાની સાથે સાથે દરેક વાસ્તુદોષથી મુક્તિ મળે છે. ખાસ કરીને દરેક ઘરોમાં શંખ જરૂર હોય છે.અમુક ઘરોમાં તેનો ઉપયોગ વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવવા માટે તો અમુક જગ્યાએ જળનું આચમન કરવા માટે થાય છે. પરંતુ જો તમે ઘરમાં શંખ રાખો છો તો તમારે અમુક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ જેનાથી તમારા ઘરની શાંતિ બની રહે. આવો નવી દિલ્હીના પંડિત એસ્ટ્રોલોજી અને વાસ્તુ વિશેષજ્ઞ પ્રશાંત મિશ્રાજી થી જાણીએ ઘરમાં શંખ રાખવાના અમુક નિયમો વિશે જેને આપણે જરૂર જાણવા જોઈએ.
ઘરમાં રાખો બે શંખ
જ્યારે પણ તમે ઘરમાં શંખ રાખો છો ત્યારે બે શંખ રાખવા જોઈએ.એવું માનવામાં આવે છે કે એક શંખ પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને બીજા શંખને વગાડવા માટે ઉપયોગમાં લેવો જોઈએ. હંમેશા પૂજા કરવા માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો જોઈએ આ શંખને પૂજા-પાઠ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પૂજા માટે જે શંખનો ઉપયોગ કરી રહ્યા છો તે શંખને ભૂલથી પણ વગાડવો નહીં. હંમેશા આ શંખને રાત્રે પાણીમાં ભરીને રાખવો જોઈએ અને સવારે આ પાણી તમારા આખા ઘરમાં છાંટી દેવું જોઈએ આમ કરવાથી ઘરના દરેક વસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે.
સફેદ કપડામાં ઢાંકીને રાખો શંખ
એવી માન્યતા છે કે આ શંખને હંમેશા ઉપયોગ કર્યા બાદ ઢાંકીને રાખવો જોઈએ. ઘરમાં જે શંખની પૂજા થાય છે તેની ઉપર ક્યારેય પણ કોઈ બહારના વ્યક્તિની નજર પડવી જોઈએ નહીં. શંખને હંમેશા ઉપયોગ કર્યા બાદ પાણીથી ધોઈને સાફ કરીને સફેદ કપડામાં ઢાંકીને રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરને ધન અને ધાન્ય થી ભરી દે છે.
શંખની કરો નિયમિત પૂજા
પંડિત પ્રશાંત મિશ્રાજી જણાવે છે કે શંખમાં ભગવાનનો વાસ હોય છે. તેથી નિયમિત રૂપથી શંખની પૂજા કરવી જોઈએ જો તમે દરેક ભગવાનની પૂજા કરો છો તો શંખ અને ઘંટડીની પૂજા કરવી પણ ખૂબ જ અનિવાર્ય છે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે.
ક્યારેય જમીન પર ન રાખો શંખ
જો તમે ઘરમાં શંખ રાખો છો તો ધ્યાનમાં રાખો કે ક્યારેય શંખને જમીન ઉપર ન મૂકો. કહેવામાં આવે છે કે શંખ લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન બંને અત્યંત પ્રિય છે. તેથી તેને જમીન પર રાખવાથી બંને નું અપમાન થાય છે. તેથી જ જમીનમાં શંખ રાખવાની જગ્યાએ કોઈ સ્ટેન્ડ અથવા પાટલી ઉપર મૂકો.
શિવપૂજામાં ન કરો શંખનો ઉપયોગ
ક્યારેય પણ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ કરવો જોઈએ નહીં. માન્યતા છે કે શિવજીએ શંખચૂર્ણ રાક્ષસનો વધ કર્યો હતો અને ત્યારથી જ શિવજી માટે તેનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. ત્યાં જ શંખ પણ ૧૪ રત્નો ની સાથે સમુદ્રમંથનમાંથી નીકળ્યો છે તેથી જ તેને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. આજ કારણથી વિષ્ણુ ભગવાનની પૂજામાં શંખને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
પૂજા ઘરમાં શંખ રાખવાની યોગ્ય જગ્યા
જો તમે પૂજા ઘરમાં શંખ મૂકી રહ્યા છો તો તેને ભગવાન વિષ્ણુ લક્ષ્મી અથવા લડ્ડુ ગોપાલ ની મૂર્તિની ડાબી બાજુ મૂકવો જોઈએ. પૂજા ઘરમાં એક આશિક શંખ રાખવાથી દૂર રહેવું જોઈએ તેને ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પાસે રાખવો જોઈએ નહીં શંખ મૂકતી વખતે તેનો ભાગ હંમેશા ઉપરની તરફ રાખવો જોઈએ
ઘરમાં શંખ મૂકતી વખતે તમને અહીં જણાવેલા દરેક નિયમોને જરૂર માનવું જોઈએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
5 thoughts on “જો તમે ઘરના મંદિરમાં શંખ મૂકો છો તો નિયમિત કરો તેની પૂજા, જાણો ઘરમાં શંખ રાખવાના નિયમો ”