અભ્યાસ પછીની ઉંમર નોકરી-ધંધામાં સેટલ થવાની હોય છે. એવી રીતે સેટલ થયા પછીની ઉંમર લાઇફમાં સેટલ થવાની હોય છે મતલબ કે આ ઉંમર સુધી પહોંચી જતા લગ્ન માટેની વિચારણા ઘરમાં શરૂ થઇ જાય છે. અમુક વખતે તો એવું બને છે કે ભણવાનું ચાલુ હોય ત્યાં જ સંબંધ કરી નાખવામાં આવે છે. પણ એ તો એક અલગ વિષય છે પણ આજ તમને આ આર્ટીકલના માધ્યમથી નવી માહિતી જણાવવાના છીએ.
બધા દેશોમાં લગ્નને લઈને અમુક અલગ-અલગ પરંપરા હોય છે. દેશ સિવાય જ્ઞાતિ મુજબ પણ અલગ રીત-રીવાજ હોય છે એ મુજબ લગ્નવિધિ કરવામાં આવે છે. પણ શું તમને એવું સાંભળ્યું છે કે, છોકરી સાથે લગ્ન કરો અને નોકરી કરવામાંથી છુટકારો મેળવો? કદાચ અમુક લોકોના કાન ઊંચા થઇ ગયા હશે તો ભ’ઈ હા, અમે એ જ કહીએ છીએ લગ્ન કરો એટલે નોકરી કરવામાંથી છુટકારો મળે એવું તમે ક્યાંય સાંભળ્યું છે? નહીં ને..પણ અહીં તમને જાણવા મળશે કે આખરે શું છે આ વાત…
આજ આપણે એક એવા દેશ વિશે વાત કરવાના છીએ કે અહીંની છોકરી સાથે લગ્ન કરો એટલે લાઈફટાઇમ જલસા પડી જાય એવું છે. કારણ કે આ દેશની સીસ્ટમ કંઈક નવી છે. અહીં પુરૂષોની સંખ્યા ઓછી છે એટલે સરકારે નવો નિયમ જાહેર કર્યો હતો. સાથે અહીંની સરકારે લગ્ન કરનાર પુરૂષને આ દેશની પરમેનેન્ટ નાગરિકતા ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. બોલો લ્યો!! જોરદાર વાત છે હો બાકી…આંખો ચકડોળે આવી જાય એવું છે.
માહિતીમાં વધુ આગળ જોઈએ તો એવું છે કે, આઈસલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં પુરૂષ તેને ગમતી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. આવું થવા પાછળનું કારણ એ છે કે અહીં બહુ જ ઓછી પુરૂષોની સંખ્યા છે અને જો પુરૂષ મળે તો પણ એ યોગ્યતા મુજબનો નથી હોતો. તો આ નિયમ બનાવવામાં આવ્યો હતો. પણ ખાસ લગ્ન કર્યા પછી પુરૂષ અને મહિલા એટલે કે એ કપલને આઈસલેન્ડમાં જ રહેવું પડે. એક બ્લોગ મારફતે આ વાતને વધુ ચર્ચામાં લાવવામાં આવી હતી. પછી તો મીડિયા રીપોર્ટ અને ઈન્ટરનેટ સાઈટસ પર આ ખબર ફેલાવા લાગી હતી.
આવું બન્યું તો આઈસલેન્ડની છોકરીઓએ ફેસબુક મારફતે ઘણા બહારના છોકરાઓને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવાનું શરૂ કરી દીધું હતું. પછી તો આખો મામલો તપાસવામાં આવ્યો. પહેલા એવી વાત અફવા બની ગઈ હતી આ દેશની છોકરી સાથે લગ્ન કરનાર પુરૂષને નોકરી કરવા માટેની જરૂર જ નથી. કારણ કે સરકારે તેને સામે પૈસા ચુકવવાની હતી અને સાથે ખૂબસુરત સેક્સી વાઈફ સાથે આઈસલેન્ડમાં રહેવાનો મોકો મળે. વાત હજુ અહીંથી પૂરી થતી નથી. એવી વાત પણ હતી કે છોકરો ભલે ક્યાંય પણનો હોય તેને આઈસલેન્ડની નાગ્રીક્તાનું સર્ટિફિકેટ પણ મળશે. આ વાત વાયુવેગે ઈન્ટરનેટના માધ્યમથી સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ હતી.
આ ઓફર આમ તો બહુ ટૂંક સમય માટે ચાલી પછી તો આઈસલેન્ડ સરકારે આ ઓફરને રદ કરી નાખી. રદ કરવામાં સરકારે સહેજ પણ ખચકાટ કર્યો ન હતો. જેટલી પણ છોકરીઓએ બહારના છોકરાઓને રીક્વેસ્ટ મોકલી હતી તે બધી કેન્સલ કરવામાં આવી હતી. અમુક ફેસબુક એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર વર્લ્ડમાં જેવી આ ઓફર બહાર પડી કે પુરૂષોની લાઈનો લાગી હતી. ઈન્ટરનેટનો ટ્રાફિક સમગ્ર આઈસલેન્ડના નેટવર્ક પર ચક્કાજામ થયો હતો.
અંતે આઈસલેન્ડ સરકારે આ ઓફરને રદ કરી ફરી જાહેર કર્યું કે આ ઓફર મુજબ હવે કોઈ પુરૂષ લાભ કઈ શકશે નહીં અને જબરદસ્ત ગુનાહિત પ્રવૃતિ કે નિયમ વિરુદ્ધ કાર્ય કરશે તો સજા ફરમાવવામાં આવશે. ત્યારે આઈસલેન્ડની સ્ત્રીઓને ફરી લગ્ન કરવામાં ઘણી તકલીફ પડી હતી.
તો ખબર પડીને આ દેશ હતો કે જ્યાં સુંદર છોકરી પણ મળે અને નોકરીની ચિંતા પણ નહીં. છોકરી સાથે લગ્ન કરો અને લાઈફને એન્જોય કરો. લાઈફને જીવવાની – પણ બન્યું એવું કે, પલ કી ખુસી બિખર ગઈ. સરકારે અંતે આ ઓફર પર લગાવ્યો બેન એટલે હવે તમારા ફેસબુકમાં આઈસલેન્ડની કોઈ છોકરીની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો ધ્યાન રાખજો.
મસ્તમજાની પોસ્ટ અમે લાવતા રહીએ છીએ તો તમારે આ ફેસબુક પેઇઝને લાઇક કરવાનું ભૂલવાનું નથી – “ફક્ત ગુજરાતી.”
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohil