જો તમે ચટપટું🧫ખાવાના શોખીન હોય, તો અજમાવો આ ક્રિસ્પી પાલકના🥦પાનની ચાટ બનાવવાની સરળ રેસિપી

Image Source

પાલક પાન ચાટની સરળ રેસીપી

તમે દરેક લોકો જાણો જ છો કે પાલક ખાવાથી અનેક ફાયદાઓ થાય છે, પરંતુ પાલક અને તેનાથી બનેલ શાકભાજી ખૂબ ઓછું ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો તો પાલકને હાથ પણ અડાડતા નથી, ત્યારે આવી સ્થિતિમાં જરૂરી પોષક તત્ત્વ તેમના શરીર સુધી પહોંચી શકતા નથી. પરંતુ હવે આવું નહિ થાય કારણકે આજે અમે તમારા માટે પાલક પાન ચાટની સ્વાદિષ્ટ રેસીપી લઈને આવ્યા છીએ, જે તમારા બાળકોને ખૂબજ પસંદ આવશે.

તમને જણાવી દઈએ કે પાલક પાન ચાટને બનાવવું સરળ હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે, જેને આમલીની ચટણી અને દહીંની સાથે પીરસી શકાય છે. તમે પણ તેને નાસ્તામાં બનાવી શકો છો. કેવી રીતે!! તો ચાલો જાણીએ.

Palak Patta Chaat

Image Source

સામગ્રી :

  • પાલકના પાન – 10,12
  • ચણાનો લોટ – 2 કપ
  • લાલ મરચું પાવડર – 1 ચમચી
  • હળદર પાવડર – અડધી ચમચી
  • દહીં – 4 મોટી ચમચી
  • આમલીની ચટણી – 4 મોટી ચમચી
  • સેવ – 1 પેકેટ
  • દાડમ – 1
  • મીઠું – સ્વાદ મુજબ

Image Credits: NDTV Food

બનાવની રીત :

  • પાલક પાન ચાટ બનાવવા માટે સૌથી પહેલા પાલકના પાનને તોડી લો અને ધોઈને બાજુ પર રાખો.
  • હવે એક વાટકીમાં દહીં નાખી અને તેમાં ખાંડ ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો. જો જરૂર હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો.
  • પછી એક વાટકીમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર નાખો અને પાણીની મદદથી મિશ્રણ તૈયાર કરી લો.
  • હવે કડાઈમાં તેલ નાખો અને પાલકના પાનને મિશ્રણમાં નાખી તેલમાં તળી લો.
  • હવે તેને એક ડિશમાં કાઢી અને પાલકના પાનને રાખો. પછી તેની ઉપર દહીં અને આમલીની ચટણી નાખો.
  • પછી તેમાં મીઠું, ચાટ મસાલો, દાડમના દાણા, સેવ વગેરે નાખો અને ત્યારબાદ પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જો તમે ચટપટું🧫ખાવાના શોખીન હોય, તો અજમાવો આ ક્રિસ્પી પાલકના🥦પાનની ચાટ બનાવવાની સરળ રેસિપી”

Leave a Comment