આ ૫ પ્રકારના મીઠાનો ભોજનમાં સમાવેશ કરશો તો થશે ઉતમ ફાયદા

Image Source

જરૂરિયાત કરતા વધારે મીઠાનું સેવન કરવાથી થનારી આડઅસર વિશે આપણને વર્ષોથી ચેતવવામાં આવે છે. આપણા માંથી મોટાભાગના લોકોએ સ્વસ્થ રેહવા માટે મીઠાનું સેવન ઓછું પણ કર્યું છે. પેટ ફુલવાથી લઈને વજન વધવુ, શરીરમાં પાણી ભરાવા સુધી, જરૂરિયાત કરતા વધારે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા  દિવાકર મીઠાને વિલન માનતા નથી.

ઈન્સ્ટાગ્રામ પર થોડો સમય તેમણે એક પોસ્ટના માધ્યમ દ્વારા તે વિશે જાણકારી આપી હતી. તેના મુજબ, દરરોજ ભોજનમાં મીઠાની માત્રાને ઓછી કરવાને બદલે, ભોજનમાં ઘણા પ્રકારના મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ કે અલગ અલગ પ્રકારના મીઠા અને તેના ફાયદા વિશે.

તમે કેટલા પ્રકારનું મીઠું ખાઈ શકો છો?

આયુર્વેદ મુજબ, આપણે બધા ૬ જુદા પ્રકારના સ્વાદની મજા લઇ શકીએ છીએ- ગળ્યો, કડવો, ખાટો, ચટપટો, તીખો અને મીઠો. આ બધામાંથી મીઠું આપણા ભોજનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સદીઓથી જુદા જુદા પ્રકારનાં મીઠાનો ઉપયોગ તેના ઔષધીય મૂલ્યને કારણે થતો આવ્યો છે.

હકીકતમાં તમને તે જાણીને આશ્ચર્ય થશે કે યોગી તેના યોગ અભ્યાસમાં પ્રગતિ માટે તેની દિનચર્યામાં પાંચ પ્રકારના મીઠાનો ઉપયોગ કરે છે. પાંચ પ્રકારના મીઠા જેનો તે ઉપયોગ કરતા હતા, તેમાં સેંધવા અથવા સિંધવ મીઠું, સમુદ્ર અથવા દરિયાઈ મીઠું, સૌવચૅલા મીઠું અથવા કાળુ મીઠું, વિદા મીઠું, સાંભર અથવા રોમાકા મીઠું શામેલ હતા.

આ ૫ પ્રકારના મીઠાનો ઉપયોગ આપણને ઘણી રીતે ફાયદાકારક છે.

  • સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે.
  • શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવી રાખે છે.
  • પેટ ફુલતું અને ખેંચાણને ઘટાડવામાં મદદ કરે છે.
  • પાચન સાથે જોડાયેલી સમસ્યામાં મદદ કરે છે.

આ દરેક મીઠા ફકત પોષક તત્વો જ નહિ પરંતુ સ્વાસ્થ્યના ફાયદાથી પણ ભરપૂર છે. તો ચાલો જાણીએ કે તમે તેનો ભોજનમાં કેવી રીતે સરળતાથી ઉપયોગ કરી શકો છો.

Image Source

સિંધવ:

આ મીઠાને સામાન્ય રીતે સિંધવ મીઠું કહેવામાં આવે છે. આ મીઠાનો ઉપયોગ વ્રતના દિવસોમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ અરબી, સુરન, રાગીરા, કટ્ટુ, બટાકા વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

Image Source

સમુદ્રી મીઠું:

તેને દરિયાઈ મીઠું પણ કહેવામાં આવે છે. સમુદ્રી મીઠાનો ઉપયોગ કઠોળને પલાળવા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નહાવામાં પણ કરવામાં આવે છે.

 

Image Source

સૌવચૅલા મીઠું:

સૌવચૅલા એટલે કાળા મીઠાનો ઉપયોગ શરબતમા અને ચટણી બનાવવામાં થાય છે. આ સિવાય કોગળા કરવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Image Source

વિદા અને રોમાકા મીઠું:

આ બંને મીઠાનો ઉપયોગ તબીબી હેતુ માટે કરવામાં આવે છે.

મીઠું કેવી રીતે આપણી મદદ કરે છે ?

મીઠું ખોરાકના પાચન, આત્મસાત અને ઉત્સર્જનમાં મદદ કરે છે. તેથી જ્યારે કોઈને કબજિયાત થાય છે, ત્યારે તેમને વધુ મીઠું ખાવાની ઇચ્છા થાય છે. મીઠું ઓછું ખાવાથી તમને વધારે મીઠું ખાવાની ઈચ્છા થાય છે. આયુર્વેદ અનુસાર, તેનું કારણ એ છે કે મીઠું ખાધા પછીનો સ્વાદ મીઠો હોય છે, તેથી જો આપણે ખોરાકમાં મીઠું ઓછું ખાઈએ છીએ, તો પછી આપણને કંઈક મીઠું ખાવાની ઇચ્છા થાય છે.

તેથી, તમારા ખોરાકમાં મીઠાને દુશ્મન ન માનો. તમારા રોજિંદા આહારમાં ચાર પ્રકારના મીઠાનો સમાવેશ કરો. જેમાં કાળું મીઠું, સામાન્ય મીઠું, દરિયાઈ-મીઠું અને રોક મીઠું શામેલ છે. ધ્યાન રાખવું કે પેકેજ્ડ ફૂડ ન ખાવું, કારણ કે તે ખાવાથી તમે અજાણતાં વધારે મીઠાનું સેવન કરી લો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment