વરસાદની ઋતુમાં બીમારીનું જોખમ વધે છે, આ ઋતુમાં ઇન્ફેક્શન, તાવ, શરદી-ઉધરસ અને નબળી રોગ પ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઇમ્યુનીટીને મજબૂત રાખવી ખૂબ જરૂરી છે. મજબૂત ઈમ્યૂનીટી શરીરને સંક્રમણથી બચાવી શકે છે. જોકે આ ઋતુમાં ખાણી-પીણી પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમકે ભોજનમાં થોડો પણ ફેરફાર તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. પરંતુ ઘણી એવી વસ્તુ છે જેને આપણે ભોજનમાં સમાવેશ કરી શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. ચોમાસામાં કડવી વસ્તુઓનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ, કેમકે તે શરીરના ઝેરને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ એક એવી કડવી શાકભાજી વિશે જે શરીરને ઘણા ફાયદા પહોચાડવામાં મદદ કરી શકે છે.
કારેલાના ગુણ
કારેલા એક એવી શાકભાજી છે જેને કડવા સ્વાદને કારણે ઘણા લોકો તેને ખાવા ઈચ્છતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે તેમાં રહેલ વિટામિન સી, આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ, ઝિંક, ફોસ્ફરસ, એન્ટી ઓક્સિડન્ટ શરીરમાંથી ઝેરને બહાર કાઢે છે અને ઘણી બીમારીઓથી શરીરને બચાવવામાં મદદ કરી શકે છે.
વરસાદી ઋતુમાં કારેલા ખાવાના ફાયદાઓ
1. કબજિયાત
ચોમાસાની ઋતુમાં કંઇપણ ઊંધું ખાવાથી કબજિયાત અને પાચનની સમસ્યા થઈ શકે છે. કેમકે આ ઋતુમાં આપણી પાચનક્રિયા નબળી પડી જાય છે. કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કારેલાનું સેવન કરી શકો છો. કારેલામાં ફાઈબરના ગુણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે કબજીયાતથી છુટકારો આપી શકે છે.
2. ઈમ્યુનીટી
આ ઋતુમાં ઈમ્યુનીટી મજબૂત થવી ખૂબજ જરૂરી માનવામાં આવે છે. ઈમ્યુનીટીને મજબૂત બનાવવા માટે તમે કારેલાની શાકભાજી અને જ્યુસનું સેવન કરી શકો છો..
3. હાડકાઓ
કારેલામાં ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન એ, સી, ઈ, કે, કેલ્શિયમ અને આયર્નના ગુણ જોવા મળે છે, જે હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
4. ખીલ
કારેલા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન એ અને સી થી ભરપુર હોય છે જે ત્વચા માટે સારું હોય છે. કારેલાના જ્યુસના સેવનથી ખીલ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
5. ઇન્ફેક્શન
કારેલામાં ઘણા એવા ગુણ જોવા મળે છે, જે ફંગલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. કારેલાના જયુસનું સેવન કરી ચોમાસામાં ઇન્ફેક્શનથી બચી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team