એક જૂની કહેવત છે કે, “ઓળખાણ એ મોટી ખાણ છે”, પછી એ ઓળખાણ કોઈપણ રીતની હોય. સંબંધોની બાબતમાં પણ એવું જ છે. મિત્રતાના સંબંધ હંમેશા જીવનમાં ગમતા રહેતા હોય છે. મન ચાહીતા મિત્રો સાથેની મજા ખુબ હોય છે. મિત્રતા વગરનો માણસ શોભતો નથી. એ જીવનથી હારેલો વ્યક્તિ કેહવાય – એ સંબંધ સ્ત્રી સાથે હોય કે પુરુષ સાથેનો..,
ઉંમર સાથે વ્યક્તિની ભાવનાઓ, પ્રેરણાઓ અને પરિસ્થિતિ મહેસૂસ કરવાની શક્તિ બદલાતી રહે છે. દિમાગમાં લાગણીઓ મહેસૂસ કરતો ભાગ જ સંબંધને પણ નિભાવવામાં મદદ કરે છે. મિત્રો ખરાબ સમયે કામ આવવા જોઈએ એવું નથી. મિત્રો સાથે રહેવાથી ખુદ તેજ દિમાગી ઇન્સાન બની શકાય છે.
હા, આ વાત એકદમ સાચી છે. અમે કોઈ પ્રકારની ખોટી વાત નથી કરી રહ્યા. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ વાતને માન્યતા મળી છે. જો આ આર્ટિકલને અંત સુધી વાંચશો તો તમને આખી માહિતી સમજાય જશે. જો તમારી પાસે લાંબુ/મોટું મિત્રનું લીસ્ટ છે તો તમે તેજ દિમાગી છો.
વ્યક્તિની પર્સનલ લાઈફ થી રોજ્બરરોજની જિંદગીને લઇને દેશ દુનિયામાં ઘણા ખરા પ્રયોગો થતા હોય છે. એવી જ રીતે અમેરિકાના કોલમ્બસમાં “ઓહિયો સ્ટેટ વિશ્વવિદ્યાલય“ ના ન્યુરોલોજીકલ ઇન્સ્ટીટયુટ ડીપાર્ટમેન્ટના મુખ્ય શોધકર્તા અલીઝાબેથ કીર્બી કહે છે કે, “સામાજિક રૂપથી સક્રિય રહેતા વ્યક્તિ પર ઉંમર મુજબ દિમાગ કામ કરતો હોય છે”.
આપણે સામાન્ય રીતે જોયું હશે કે ઘરના નિર્ણયોમાં વડીલોની સલાહ લેવામાં આવે છે, કારણ કે તેને ઉંમરને અનુસાર અનુભવો કરેલા હોય છે. ઉપરાંત ઉંમર મુજબ તે ગંભીરતાથી વિચારી શકે છે. સંબંધો અનુસરીને વાત કરીએ તો, જેની પાસે ફ્રેન્ડ લીસ્ટ લાંબુ હોય તેના જીવનમાં સામાન્ય ધોરણની બધી ઘટનાઓ બનતી રહે છે.
એ બધી ઘટનાઓ તેમને ઉંમરની સાથે મેચ્યુરીટી આપે છે અને દરેક નિર્ણયમાં તેજ દિમાગી બનાવે છે. અનુભવી વ્યક્તિ સાથે જો કોઈ વિષયને લઈને વાત કરીએ તો તે વધુ સમજાવી શકે છે. એ રીતે વધુ મિત્રો રાખતા વ્યક્તિઓ તેજ દિમાગી બની જાય છે.
ખાસ મિત્રોની બાબતમાં એ કહી શકાય કે, મિત્ર મેલ કે ફીમેલ અર્થાત સ્ત્રી કે પુરૂષ બંને માંથી કોણ હોવું જોઈએ? એ ખાસ મહત્વનું નથી. બસ, મિત્ર સારા અને મદદરૂપ હોવા જોઈએ. કોઈ મીત્ર સાથે નિભાવેલ સારા સંબંધ હંમેશાં સુખની અનુભૂતિ કરાવે છે.
એકબીજાની ભૂલને અવગણીને સાચા દિલથી જોડાયેલા સંબંધ માન અપાવવામાં મદદરૂપ થાય છે. આજના ડીજીટલ સમયમાં બધા વાચકો ને ખાસ યાદ આપવા જેવી વાત કે, સંબંધ માત્ર મોબાઇલના ફોન કે ચેટથી નથી રહેતા. તેની પણ પરેજી રાખવી પડે. સામેવાળી વ્યક્તિને જરૂરિયાત મુજબ સમય આપવો જોઈએ. કોઈને છુટવાનો સમય ન આવવો જોઈએ. એ પહેલા જ તેને આપણી આદત પડી જવી જોઈએ.
માત્ર ભૂલો ગોતવાથી જ હોશિયાર નથી બની શકાતું. તે સંબંધમાં નિર્દોષતા પણ જોતા શીખી જવું જોઈએ. તો “ફક્ત ગુજરાતી” સાથેના તમારા સંબંધને અમે પણ માન આપીએ છીએ અમે આવી જ નવી પોસ્ટ લાવતા રહીશું. તો ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી“ ને લાઈક કરવાનું ભૂલશો નહિ.
#Author : Ravi Gohel