મિત્રો, વાળમા ખોળો પડી જવાની સમસ્યા ને સેબોરેહિક ત્વચાનો સોજો પણ કહેવામાં આવે છે. આ માથાની ત્વચાની સામાન્ય બળતરા છે. આ શુષ્ક ત્વચા, તેલયુક્ત ત્વચા, માથાની ત્વચા પર બેક્ટેરિયાની વૃદ્ધિ અને અન્ય ઘણા કારણોસર પણ થઇ શકે છે. શુષ્ક ત્વચાના પોપડાના રૂપમાં ખોળો માથાના ભાગમા જમા થાય છે અને તેનાથી માથામાં ખંજવાળ ની સમસ્યા પણ ઉદ્ભવે છે. આજે આપણે અમુક એવા સરળ ઘરગથ્થુ ઉપાય વિશે જાણીશુ જે તમને આ વાળમા ખોળો પડવાની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.
લીમડો :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સમાવિષ્ટ છે જો તમે લીમડાના પાન ચાર કપ પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેને ગાળી લો અને ઠંડુ થવા દો અને અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ ઉપાય અજમાવો તો માથામા ખંજવાળ, વાળ ખરવાની સમસ્યા અને વાળની અનેકવિધ સમસ્યાઓમા રાહત મળે છે.
કોકોનટ ઓઈલ :
આ ઓઈલમા પુષ્કળ માત્રામા એન્ટિફંગલ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે જે ખોળાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. જો તમે થોડુક કોકોનટ ઓઈલ લો અને તેમા અડધા લીંબુ નો રસ ઉમેરો અને તેને તમારા ખોપરી ઉપરની ચામડી પર લગાવી થોડીવાર માટે મસાજ કરો તો તમારા માથાની શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ મળે છે અને તમને ખંજવાળની સમસ્યાથી રાહત મળે છે.
બેકિંગ સોડા :
આ વસ્તુ એ તમારી ત્વચાના મૃત કોષોને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. જો તમે તમારા વાળ ભીના કરો અને તમારા ખોપરી ઉપરની ચામડી પર એક મુઠ્ઠીભર બેકિંગ સોડા ને ઘસો અને થોડીવાર પછી તમારા વાળને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો તો તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.
લીંબુ નો રસ :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા એસીડ સમાવિષ્ટ હોય છે, જે ખોળાની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. જો તમે એક ગ્લાસ દહીંમા અડધો લીંબુનો રસ મિક્સ કરી તેને તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો અને તેને ૨૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમારા વાળ શેમ્પૂ કરો અને તેને ઠંડા પાણીથી ધોઈ લો જેથી, આ સમસ્યામા રાહત મળે.
ટી ટ્રી ઓઈલ :
આ વસ્તુમા ભરપૂર માત્રામા એન્ટિફંગલ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે વાળમા ખોળાની સમસ્યાને દૂર કરવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તમારા વાળ ધોતી વખતે ટી ટ્રી ઓઇલના થોડા ટીપાં ને તમારા શેમ્પૂમાં ઉમેરો. ત્યારબાદ આ શેમ્પૂ તમારા વાળ પર લગાવો અને તમારા વાળ ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ ઉપાય અજમાવો, જેથી આ વાળમા ખોળો પડી જવાની સમસ્યામાંથી તમને રાહત મળશે.
જેતુન ઓઈલ :
આ ઓઈલનો નિયમિત ઉપયોગ કરીને પણ તમે આ વાળમા ખોળો પડી જવાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. જો તમે આ ઓઈલ થોડુ ગરમ કરો અને તેને તમારા ખોપરી ઉપરની ચામડી પર માલિશ કરો અને પછી તમારા વાળને ગરમ ટુવાલમાં લપેટો તથા તેને કમ સે કમ ૪૫ મિનીટ માટે રાખી મુકો અને પછી શેમ્પૂ કરો, જેથી આ વાળમા ખોળો પડવાની સમસ્યામાંથી તમને મુક્તિ મળી શકે છે.
મેથીના દાણા :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીફંગલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળમા ખોળા ની સમસ્યાને દૂર કરવામા મદદ કરે છે. જો તમે મેથી ના દાણાને બે થી ત્રણ ચમચી પાણીમાં પલાળી રાખો અને સવારે તેની એક પેસ્ટ તૈયાર કરો અને તેને ખોપરી ઉપરની ચામડી પર લગાવો અને ત્યારબાદ વાળ વોશ કરી લો જેથી આ સમસ્યામાં રાહત મળે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team