આમ તો આપણા દેશમાં ઘણા મંદિરો છે, જેના વિશે ઘણા રસપ્રદ તથ્યો છે. તેથી જો તમે પણ ધાર્મિક છો અને આના જેવા કોઈ મંદિર અથવા સ્થળની યાત્રા વિશે વિચારી રહ્યા છો, તો તમારે રાજસ્થાનના અચલેશ્વર મહાદેવના દર્શનની અવશ્ય મુલાકાત લેવી જ જોઇએ. આ મંદિર ખૂબ જ વિશેષ છે અને તમને આશ્ચર્યચકિત કરે તેવુ છે.
ભારતમાં એવા ઘણા મંદિર છે કે જેમના નિર્માણ અને મૂર્તિ વિશે ઘણી રસપ્રદ વાતો બહાર આવી હોય. પરંતુ રાજસ્થાન મા એક એવું મંદિર છે કે તેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો. જો તમે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું ઈચ્છા હોય તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લઈ લો. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પોતાનો રંગ બદલે છે એવુ કહવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો અહીં દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ અહીં દર્શન કરવા આવે છે.
ત્રણ રંગ બદલે છે શિવલિંગ
વિધવાન કહે છે કે રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં સ્થાપિત ‘અચલેશ્વર મહાદેવ’ મંદિર નું આ શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. આ શિવલિંગ સવારે લાલ દેખાય છે. બપોરે તે કેસરી રંગનો બને છે અને રાત્રે તે કાળા રંગમાં દેખાય છે.
શિવલિંગનો અંત મલતો નથી
સ્થાનિક લોકોનું કહેવું છે કે શિવલિંગના રંગમાં પરિવર્તનને સમજવા માટે, ઘણી વખત મંદિરની નજીક ખોદકામ કરવામાં આવતું હતું પરંતુ તળિયે ખોદકામ કર્યા પછી પણ શિવલિંગનો કોઈ અંત મળ્યો ન હતો. હેરાન થઈ ને ત્યાંના લોકોએ ખોદકામ કરવાનું બંધ કર્યું અને અને ભગવાન શિવજીની કૃપા માની લીધી.
રહસ્ય હજુ પણ બહાર આવ્યું નથી.
‘અચલેશ્વર મહાદેવ’ મંદિરના શિવલિંગનો રંગ બદલવા પાછળ શું કારણ છે? આ સમજવા માટે પુરાતત્ત્વીય વિભાગના લોકોએ પણ ખૂબ જ પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે કોઈ સફળતા ન મળી ત્યારે, બધાએ તેને ભગવાનનો ચમત્કાર માની લીધો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team