કલર કરેલાં વાળ ની કેર કરવી ખૂબ જ જરુરી છે. જો તમે તેની દેખભાળ નહીં કરો તો તે સમય સાથે ડેમેજ થતાં જશે. અને તેમનો કલર પણ જલ્દી જ ફેડ થતો જશે.
કલર કરેલા વાળ થી તમને એક નવો જ લુક મળશે. પણ તેની એકસ્ટ્રા દેખભાળ પણ જરુરી છે. તેની માંટે માર્કેટ માં ઘણા પ્રોડક્ટસ મળે છે. પણ તે ખૂબ મોંઘા હોય છે એટલે તે ન વાપરતા ઘર ની જ વસ્તુ થી આપણે કલર કરેલ વાળ ની દેખભાળ રાખી શકીએ છીએ.
આ હોમ રેમીડિસ એક દમ સેફ છે. આ રેમીડિસ થી વાળ નો કલર જેમ નો તેમ રહે છે. સાથે જ તે વાળ ણું તૂટવું, ખોડો, રૂક્ષતા જેવી સમસ્યા થી પણ બચાવે છે. તો ચાલો નુસખા વિશે..
પહેલો નુસખો
સામગ્રી
- ½ કપ જૈતૂન નું તેલ
- 2 ચમચી મીઠા વગર નું બટર
- 1 મોટો ચમચો રોજમેરી
બનાવવાની વિધિ
એક કઢાઈ માં ઉપર દર્શાવેલ બધી જ વસ્તુ નાખી ને તેને 5 મિનિટ સુધી ઉકાળો. હવે તેને ગાળી લો. થોડું હુંફાળું થતાં તમે તેને વાળ માં લગાવી શકો છો. તેને એક કલાક માંટે છોડી દો અને માઇલ્ડ શેમ્પૂ થી વાળ ધોઈ નાખવા.
કેવી રીતે કરે છે ફાયદો
કલર કર્યા પછી વાળ એક દમ રફ થઈ જાય છે. બટર અને ઓઇલવ ઓઇલ માં વિટામિન e હોય છે. જે વાળ ને નરમ રાખે છે.
બીજો નુસખો
સામગ્રી
- 1 કેળું
- 2 ચમચી નારિયેળ તેલ
- 1 ઈંડું
બનાવવાની વિધિ
એક કેળા ને મેશ કરી લો. તેમા 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. પછી તેમા 1 ઈંડું મિક્સ કરો. હવે તેને બરાબર મિક્સ કરો. આ માસ્ક ને હેર માસ્ક તરીકે લગાવો. માસ્ક ને 40 મિનિટ સુધી રાખી મૂકો અને પછી શેમ્પૂ થી વાળ ધોઈ નાખો.
આ વાત નો પણ રાખો ખ્યાલ
જ્યારે પણ તમે તડકા માં બહાર નીકળો ત્યારે સુર્ય ના કિરણો થી બચવા માંટે તમે સ્કાફ નો ઉપયોગ અવશ્ય કરો. તેનાથી વાળ નો હેર કલર ફેડ થતાં બચશે. સાથે જ હેર સ્ટાઇલિંગ કરતાં સમયે વધુ હીટ થી બચવું. પૂલ માં સ્વિમિંગ કરતાં પહેલા નારિયેળ તેલ લગાવાનું ન ભૂલવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team