બહુ થાક લાગતો હોય અથવા આખો દિવસ બીમાર જેવી ફીલિંગ્સ આવતી હોય તો દિવસની શરૂઆત કરો આ રીતે…

Image source

તમે થોડું કામ કરો છો અને થાકી જાવ છો, ઉર્જાની કમીનો અનુભવ કરી છો તો તમારે દિવસની શરૂઆતમાં આવા કામ જરૂર કરવા જોઈએ. થોડા દિવસો આ કામ કરવામાં થોડી તકલીફ પડશે પણ પછી…

જયારે પણ વોક કરવાની વાત આવે છે ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો માટે આ કામ અધરું હોય છે. પણ જેને શરીરને જાળવી રાખવું છે એવા લોકો માટે આ કામ પસંદગીનું હોય છે. અમુક લોકોને એવુ લાગે છે કે જે લોકોને પાતળું થવું છે એ લોકો જ ચાલવા માટે નીકળી છે, પણ એવું નથી…!! ડેઈલી વોક કરવાથી શરીરની ચરબી ઓગળે છે પણ એ સાથે બીજા ઘણા જ ફાયદા થાય છે.

આખો દિવસ ઉર્જાવાન રહે છે :

Image source

  •  જો તમે આખો દિવસ થાકેલા અનુભવ કરો છો અથવા કરી રહ્યા છો અને એનર્જી લેવલ બહુ જ ડાઉન લાગે છે તો સવારની શરૂઆત કૈંક નવી રીતે કરવી જોઈએ. દિવસની શરૂઆત મોર્નિંગ વોકથી કરો. રીસર્ચ કરનારા તજજ્ઞો માને છે કે જે લોકો સવારે મોર્નિંગ વોક કરે છે એ અન્ય લોકોની તુલનામાં એક્ટીવ હોય છે.
  •  દિવસની શરૂઆતમાં ૨૦ થી ૩૦ મિનીટ વોક કરવાથી આખો દિવસ કામ કરવાની ઉર્જા મળે છે. ખાસ વાત એ છે કે મોર્નિંગ વોક કરતા વ્યક્તિમાં જુસ્સો જોવા મળે છે અને આ લોકો બધે સફળ થવાના ચાન્સ ડેવલપ કરે છે.

ચા-કોફી કરતા બેસ્ટ છે આ વિકલ્પ :

Image source

  •  સવારથી લઈને રાત સુતી વખત સુધીની એનર્જી જોઈતી હોય તો ચા કે કોફીને બદલે સવારે ૧૦ મિનીટ સીડી ચઢવાની અને ઉતારવાની એક્ટીવીટી કરો.
  •  આવું કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય થાય છે અને તમે ફ્રેશ ફિલ કરી શકો. શરીરના ઓક્સીજન લેવલને વધારવા માટે આ એક્ટીવીટી કર્યા પછી સહેજ હૂંફાળી પાણી પીવાથી શરીરને એકદમ ચાર્જ રાખી શકાય છે.

માનસિક રોગથી બચાવ :

Image source

  •  દરરોજ સવારની પાંચ મિનીટની કસરત આપને આખો દિવસની ઉર્જા આપી શકે છે. મોર્નિંગ વોક એટલે બેસ્ટ એક્ટીવીટી …
  •  સવારની કસરત કે કોઇપણ દસ મિનીટની એક્ટીવીટીથી મગજને કંટ્રોલમાં રાખી શકાય છે. નવા વિચારોની આવૃત્તિ શરૂ કરી શકાય છે. માનસિક રોગથી બધી શકાય છે.

ગાઢ ઊંઘ આવે છે :

Image source

તમને આ જાણીને કદાચ નવું લાગશે પણ આ વાત સત્ય છે, જે લોકો સવારે મોર્નિંગ વોક કરે છે એ લોકોને રાતે પણ ઊંઘ સારી આવે છે. આવા લોકોની ઊંઘ વચ્ચે વચ્ચે તૂટતી નથી અને આખી રાતની ઊંઘ પછી સવારથી બીજો દિવસ એનર્જીથી પસાર કરી શકાય છે.

મસલ્સ મજબુત બને છે :

Image source

મોર્નિંગ વોક શરીરને મજબુત બનાવે છે અને આખો દિવસ એનર્જી બુસ્ટરની જેમ કામ કરે છે. સવાર થી રાત સુધીના સમયને એકદમ ફ્રેશ થઈને પસાર કરવા ઇચ્છતા હોય તો મોર્નિંગ વોક શરૂ કરો. મોર્નિંગ વોકથી શરીરને એક બેસ્ટ શેપ મળશે અને મસલ્સ મજબુત બનશે.

Image source

તો આ છે એકદમ પરફેક્ટ એનર્જી કી…બસ સવારમાં કાઈ ન કરો તો દસ-પંદર મિનીટનું મોર્નિંગ વોક ચાલુ કરી દો પછી જુઓ આખો દિવસ પસાર થશે એકદમ ફ્રેશ…એન્ડ કૂલ…

આવી જ અન્ય રસપ્રદ માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અમે અહીં નવી નવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ જે આપ સુધી જલ્દીથી મળતી રહેશે…

#Author : Ravi Gohel

Leave a Comment