મહારાષ્ટ્રની આ વાનગીઓ ગુજરાતમાં ધૂમ મચાવે છે,આ સ્વાદ નથી ચાખ્યો તો બધું અધૂરું છે

બાર ગાંવ પછી બોલી બદલે અને બોલી બદલે એટલે વાનગીઓનો સ્વાદ પણ બદલી જાય. અમુક લોકોને તો ઘર સિવાય અન્ય કોઈ જગ્યાનું પાણી પણ માફક નથી આવતું તો વાનગી તો બહુ દૂરની વાત છે!! પણ આજના લેખમાં જે માહિતી લખી છે એ જાણીને તમે સો ટકા મોં માં પાણી આવવા લાગશે. આજનો લેખ છે મહારાષ્ટ્રની સ્વાદસભર સફરનો. જી હા, તમે મહારાષ્ટ્રની આ સ્વાદિષ્ટ રેસીપીઓ નથી ચાખી તો દુનિયાભરના સ્વાદ અધૂરા છે એવું કહી શકાય.

ભારતમાં સેવપુરી, પાણીપુરી, વડાપાંઉ, કચોરી વગેરે અને વગેરે વાનગીઓ બને છે અને દુનિયાભરમાં ફેમસ પણ છે. એ સાથે મહારાષ્ટ્રની સ્પેશિયલ વાનગી કઈ એ તમને ખબર છે? ચાલો જાણીએ મહારાષ્ટ્રની ફેમસ ડીશીશ વિષેની માહિતી..

(૩) વડાપાંઉ :

ભારતના લગભગ બધા શહેરોમાં વડાપાઉં મળે છે પણ મહારાષ્ટ્રના વડાપાંઉમાં જે સ્વાદ છે એ દુનિયામાં ક્યાંય નથી. એમાં પણ મુંબઈની પબ્લિકને તો વડાપાંઉ એટલી હદે પ્રિય છે કે નાસ્તાનું નામ આવે એટલે વડાપાંઉ જ યાદ આવે. સસ્તામાં ભરપેટ નાસ્તો થઇ શકે એવો ઓપ્શન એટલે વડાપાઉં. આજેય સમગ્ર મહારાષ્ટ્રમાં મળતા વડાપાંઉ જેવો અનેરો સ્વાદ બીજે ક્યાંય મળે નહીં.

(૨) બટેટા પૌંઆ :

ગુજરાતના શહેરોમાં બટેટા પૌંઆનું ચલણ બહુ છે, પણ વાત કરીએ તો આ ડીશ પણ મહારાષ્ટ્રમાંથી ઉતરોતર ગુજરાત સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં બટેટા પૌંઆ ખાવાના શોખીન લોકો એટલી હદે છે જેટલા ગુજરાતના લોકો ગાઠીયા અને ભજીયા ખાવાના શોખીન છે.

(૧) દાળવડા :

દાળવડા – દાળવડા સાઉથ અને ગુજરાત બંનેની વાનગી છે. ચટણી સાથે દાળવડા ખાવાનો ટ્રેન્ડ ગુજરાતમાં છે અને સાંભાર સાથે દાળવડા ખાવાનો ટ્રેન્ડ સાઉથમાં છે. એમ, જયારે દાળવડાની વાત કરીએ તો મહારાષ્ટ્ર પણ કાંઈ પાછળ નથી!! ગરમાગરમ સાંભાર સાથે બપોરના સમયમાં બે-ત્રણ દાળવડા ખાઈ લઈએ તો જમવાની જરૂર ન પડે.

મહારાષ્ટ્રની આ ત્રણ વાનગી બહુ ફેમસ છે અને અહીંના લોકોને એટલી હદે આ વાનગીઓ પસંદ છે કે લોકો રજાના દિવસોમાં પણ સ્પેશિયલ નાસ્તા-પાર્ટી કરવા માટે શહેરની સફર કરવા નીકળી પડે છે. આ ત્રણ વાનગીઓ મહારાષ્ટ્રના લોકોની જાન કહેવાય છે અને એટલે જ એ વાનગીઓ એટલી હદે પ્રસિદ્ધ થઇ કે ગુજરાતના શહેરોમાં પણ વડાપાઉં, બટેટા પૌંઆ અને દાળવડા ખાવાની શોખીન લોકો જોવા મળે છે અને વધુ કહીએ તો સ્વાદના દીવાના પણ..

આશા છે કે આ લેખ તમને પસંદ આવ્યો હશે અને હજુ આવનારા નવા લેખ વાંચવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

#Author : Ravi Gohel

Leave a Comment