મોઢાની દુગઁધ લીધે નથી કરી શકતા કોઈ સાથે વાત તો અપનાવો આ ટિપ્સ

અમેરિકન ડેન્ટલ એસોસિયેશન ના મતે લગભગ ૫૦ ટકા યુવાનો ને ક્યારેક હેલિટોસિસ ની બીમારી જરૂર હોય છે.

  • ખરાબ શ્વાસ થી છુટકારો મેળવવા માટેની ટિપ્સ:

ઘણા લોકોને મોઢાના દુર્ગંધ ની તકલીફ લાંબા સમય સુધી રહે છે જે એના માટે એક મોટી મુસીબત બની જાય છે. એ લોકોની પાસે જવા અને તેની સાથે વાતચીત કરવા થી ગભરાય છે. મોઢામાં હંમેશા દુર્ગંધ આવે તેને ડોક્ટર ની ભાષા માં હિલિટોસિસ કેહવામા આવે છે.

આના ધણા કારણો હોઈ શકે છે જેમકે દાંતો સાફ ન હોય, ધૂમ્રપાન કરવું, ડાયાબિટીસ, કિડની અને લીવર ની બીમારી વગેરે. અમેરિકન ડેન્ટલ એસોસિયેશન ના મતે લગભગ ૫૦ ટકા યુવાનો ને ક્યારેક હિલિટોસિસ ની બીમારી જરૂર હોય છે. મોઢાની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકાય છે.

મોઢાના દુર્ગંધ એટલે ઇલિટોસિસ થી છુટકારો મેળવવાના ઉપાય

જરૂરી માત્રા માં પાણી પીવું – જરૂરી માત્રામાં પાણી પીવાથી આપણા મોઢા માં લાળ નુ નિર્માણ થતું રહે છે અને ભેજ બની રહે છે જેમાં દુર્ગંધ નથી આવતી. અધ્યાયનો માં આ જાણવા મળ્યું છે કે જો મો માં ભેજ ન રહે તો મોઢા માં વાસ આવવા માંડે છે. લાળ આપણા મોઢા ને સાફ રાખવા અને બેક્ટેરિયા ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ છે. એટલે દરરોજ ૮ ગ્લાસ પાણી જરૂર પીઓ.

ધૂમ્રપાન અને તંબાકુ થી દુર રહો : ધૂમ્રપાન થી મોઢાની દુર્ગંધ ની તકલીફ થાય છે. બધા પ્રકાર માં તંબાકુ આપણા મોઢાના ભેજ ને ગાયબ કરી દે છે અને મોઢા માં વાસ આવવા લાગે છે જે બ્રશ કર્યા પછી પણ નથી જતી. એટલે ધૂમ્રપાન અને તંબાકુ થી દુર રહો.

દાંતોની સ્વચ્છતા નું રાખો ધ્યાન : અધ્યયનો માં જોવામાં આવ્યું છે કે દાંતોને સાફ ન રાખવા દુર્ગંધ નું એક સામાન્ય કારણ છે. એના માટે આપણે દિવસ માં ઓછા માં ઓછી બે વાર બ્રશ કરવું. દાંતોની સાથે જીભની પણ સફાઈ જરૂરી છે. બ્રશ કરવા દરમ્યાન ઉલિયા થી જીભ પણ સારી રીતે સાફ કરો.

દહીં નુ સેવન : એક અધ્યયન માં જોવામાં આવ્યું કે જે લોકોએ લગાતાર ૬ અઠવાડિયા સુધી દહીંનું સેવન કર્યું એમાંથી ૮૦ ટકા લોકોને મોઢાની દુર્ગંધ ની તકલીફ દૂર થઈ ગઈ છે. દહીં માં લૈકટોબૈસિલસ નામના સ્વસ્થ જીવાણુ રહેલા હોય છે જે ખરાબ બેક્ટેરીયા ને મારે છે. દિવસ માં એક વાર દહીં ને આપણા ભોજન માં જરૂર લેવું.

સંતરા નું સેવન : સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને આ દાંતો ની તંદુરસ્તી માટે એક જરૂરી ફળ છે. અધ્યાયનો માં જાણવા મળ્યું છે કે સંતરા માં રહેલ વિટામિન સી લાળ નું ઉત્પાદન વધારે છે જેનાથી મોઢામાં વાસ આવતી બંધ થઈ જાય છે. આ ઉપાયો કરવાથી પણ જો તમારા મોઢા માં દુર્ગંધ ની તકલીફ સમયસર બની રહે છે તો ડૉક્ટર નો સંપર્ક કરો. આ કોઈ બીમારી ના લક્ષણ પણ હોય શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી

Leave a Comment