શું તમે વરસાદની ઋતુમાં જીમ નથી જઈ શકતા, તો ઘરે જ કરો આ 5 એક્સરસાઇઝ અને રહો ફીટ

સવારે અને સાંજે વરસાદ દરમિયાન વાતાવરણ ખૂબ જ સારું થઈ જાય છે, અને તેની સાથે જ દરેક વ્યક્તિની ઈચ્છા થાય છે કે બાલ્કની માં ઊભા રહીને ચા અથવા કોફીની ચુસ્કી લે, પરંતુ લોકોને જો પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે તો વરસાદના આ ઋતુમાં વરસાદ અને તેનાથી થતા ઇન્ફેક્શનના કારણે તેમની શારીરિક કસરતમાં અવરોધ આવી જાય છે. અને તેની સાથે જ વરસાદના કારણે તમે જિમ જઈ શકતા નથી તો તેનાથી મોટી વાત પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બીજી કોઈ જ હોઈ શકતી નથી. ઘણા બધા લોકો દરરોજ સવારમાં ચાલવા જાય છે અથવા તો દોડવા જાય છે પરંતુ વરસાદના કારણે તેમને ઘણી તકલીફ પડે છે અને તેઓ પોતાના આ રૂટિનને ફોલો કરી શકતા નથી.

હવે ઘણા બધા લોકો એવામાં જિમ જઈ શકતા નથી અને તેમની દરરોજ જવાની આ ચેન તૂટી જાય છે, અને અમુક દિવસ જીમ ન જવાને કારણે તેમને ફરીથી જીમ જવાનું મન થતું નથી, અને તેઓ આળસ કરવા લાગે છે. હવે તમે વિચારશો કે આખરે આ પ્રોબ્લેમ ને કેવી રીતે સોલ્વ કરી શકાય. ખરેખર તો તમે ઘરે પણ શારીરિક કસરત કરી શકો છો, જેનાથી તમે સ્વસ્થ રહી શકો છો અને થોડા દિવસ જો તમે જીમ નથી જતા તો પણ તમારું વર્કઆઉટ કરે શરૂ જ રહી શકશે.

Image Source

1 રોપ સ્કિપિંગ

આ કસરત ને તમે બાળપણમાં ઘણી બધી વખત કરી હશે જેના માટે તમારે એક નોર્મલ દોરડા નો યુઝ કરવો પડશે. પરંતુ કદાચ એ સમયે તમને યાદ નહીં હોય કે દોરડા કૂદવા આપણી માટે કેટલા બધા ફાયદા કારક છે. દોડા કૂદવા માટે તમારે વધુ જગ્યા ની જરૂર પડતી નથી તેને તમે ઘરની બાલકની અથવા તો કોઈ રૂમમાં પણ કરી શકો છો, તે ખૂબ જ સારી અને સરળ કસરત છે તેને કરવાથી પેટ, જાંઘ અને ખભા આકારમાં આવી જાય છે. 20 મિનિટ યોગ્ય રીતે સ્પીડમાં દોરડા કૂદવાથી લગભગ 200 કેલરી બર્ન થાય છે.

Image Source

2 પુશ અપ્સ

પુશ અપ્સ શરીરના વર્કઆઉટ માં ખૂબ જ ફેમસ છે. તમે ભલે કોઈપણ વર્કઆઉટ કરતા હોવ જેમ કે માર્શલ આર્ટ,વેટ ટ્રેનિંગ, ક્રાસફીટ વગેરેમાં પુશ અપનો મહત્વનો રોલ હોય છે. અને દરેક વ્યક્તિ પુશ અપ્સ કરીને પોતાની જ સ્ટ્રેન્થ વધારી શકે છે.

પુશ અપ્સ શરીરના ઉપરના ભાગ માટે ખૂબ જ સારી કસરત છે, જે ગમે ત્યાં અને ઓછી જગ્યામાં કરી શકાય છે. આ કરવા માટે એક કરતાં વધુ સ્નાયુઓનો ઉપયોગ થાય છે. આ કરવાની ઘણી ભિન્નતા છે, જેનાથી બિલકુલ કંટાળો આવતો નથી. તેનાથી તમારી શક્તિ તો વધશે જ સાથે સાથે તમારી છાતીનો વિકાસ પણ થશે.

જો 180 પાઉન્ડ અથવા લગભગ 81.64 કિલો વજન ધરાવતી વ્યક્તિ 3 મિનિટમાં 33 પુશઅપ્સ કરી શકે છે, તો તે 34 કેલરી બર્ન કરશે. આ આંકડો શરીરના વજન અને પુશઅપ કરવાના સમય પ્રમાણે બદલાય છે.

Image Source

3 જમ્પીંગ જેક

આ ખૂબ જ ફેમસ કસરત છે તેને કરવાથી એક મિનિટથીપણ ઓછી મિનિટમાં તમારું શરીર ગરમ થઈ જાય છે. લગભગ લેખો તેનો ઉપયોગ વામક માટે કરે છે. પરંતુ તે આ વસ્તુ પણ જાણે છે કે વર્કઆઉટ ખૂબ જ ઇફેક્ટિવ છે વરસાદની ઋતુમાં જોવા વાતાવરણ ઠંડુ હોય તો આ કસરત કરવાથી તમને ગરમી લાગવા લાગશે.

માત્ર ધ્યાન રાખો કે તેને કરવા માટે તમારી શરીરને જંપ કરતાં આપને માથાની ઉપર લઈ જઈને ટચ કરવાનું છે ત્યારબાદ પગને આજની જેમ ફેલાવવાનું છે ત્યારબાદ ફરીથી પહેલાની સ્થિતિમાં આવો આ ક્રમને વારાફરતી દોહરાવો.

આ કસરત કરવાથી કેલરી વધુ બર્ન થાય છે 100 જમ્પિંગ જેક કરવાથી લગભગ તમારી 100 કેલેરી બર્ન થાય છે.

4 સ્કવૉટ

સ્કવૉટ કસરત નાના થી મોટા દરેક વ્યક્તિ જાણે છે આખરે સ્કૂલમાં હોમવર્ક ન હોય ત્યારે ઘણી વખત સ્કવૉટ થી મળતી જ પનિસમેન્ટ આપણને મળતી હતી.

સ્ક્વોટ્સ તમારા પગના સ્નાયુઓ તેમજ પીઠ અને મુખ્ય સ્નાયુઓને ટોન કરી શકે છે. સ્ક્વોટ કરતી વખતે, ફોટામાં બતાવેલ સ્થિતિને ધ્યાનમાં રાખો.અને તમારે કેટલીક બાબતો પણ યાદ રાખવાની જરૂર છે, તે એ છે કે તમારે તમારા પગને ખૂબ દૂર રાખવાની જરૂર નથી અને ચોંટેલા નથી રાખવાના પરંતુ તમારે તમારા પગ તમારા ખભાની પહોળાઈ પર રાખવા પડશે.

તમે તેને વજન વગર અથવા વજન સાથે ઘરે કરી શકો છો. તમે વજન માટે બ્લોક (ઈંટ) અથવા કોઈપણ ભારે સામગ્રીનો પણ ઉપયોગ કરી શકો છો.

Image Source

5 સ્ટેર સ્ટેપિંગ

દાદરા ચડવા ઉતરવાથી કેલરી બર્ન તથા મસલ્સ ટોન થાય છે અને તે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે તેની માટે તમારે વધુ મહેનત પણ કરવાની જરૂર નથી. બસ તેની માટે તમારે અંગૂઠા ની મદદથી તમારા ઘરના દાદરા ચડવા ઉતરવાના છે જલ્દી જલ્દી કરતી વખતે જરૂરથી સાવધાની રાખો નહીં તો તમે લપસી શકો છો. સ્ટેર સ્ટેપિંગ કરવા માટે તમારી એડી નો ઉપયોગ કરવો નહીં નહીં તો તમારા ઘુટણ પર દબાણ આવી શકે છે.

જો કોઈ વીસ મિનિટ સુધી ખૂબ જ ફાસ્ટ દાદરા ચોડ ઉતર કરે છે તો લગભગ 150 કેલરી બર્ન થઈ શકે છે.

હવે આ વર્કઆઉટ ના ત્રણ થી ચાર સેટ કરવાથી તમારી 45 મિનિટનો વર્કઆઉટ સેશન થશે, જેનાથી તમે ખૂબ જ થાકી જશો વરસાદ થવાના કારણે તમે ઘરમાં આ કસરતને કરો જેનાથી તમારો વર્કઆઉટ રેગ્યુલર રહેશે અને તમારું રૂટિન પણ વ્યવસ્થિત રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment