જો તમને હદયની બીમારીની શરૂઆત થઈ રહી હોય, તો તમારૂ શરીર આપે છે આ સંકેતો

હદયની બીમારી શરૂ થતા પેહલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. નિષ્ણાંત પાસેથી જાણો તે ક્યાં છે અને તમે તેને કેવી રીતે ઓળખી શકો છો.

આપણું શરીર કોઈપણ પ્રકારના રોગની શરૂઆત થતા પેહલા આપણને કેટલાક સંકેત આપે છે જે એ જણાવે છે કે ક્યાંક કોઈ બીમારીની તો શરૂઆત થઈ નથી. ખરેખર, ઘણીવાર આપણે ગંભીર લક્ષણોને પણ નજરઅંદાજ કરી દઈએ છીએ અને તે વિચારીએ છીએ કે લક્ષણ સાધારણ છે. પરંતુ આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે શરીરના જરૂરી અંગો જેમકે હદય, કિડની, લીવર વગેરે આપણને બિમારી પેહલા કોઈને કોઈ સંકેત જરૂર આપે છે.

થોડા સમય પેહલા અમે તમને હદયની બીમારીના સંકેતો વિશે જણાવ્યું હતું અને હવે અમે તમને હદયની બીમારીના કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે તેના માટે ફિટનેસ કોચ, મીનિષ્ટ્રી ઓફ આયુષમા યોગા નિર્દેશક, ન્યુટ્રિશનિસ્ટ અને યોગાપ્લાનેટ ન્યુટ્રિનેચરલ ના સ્થાપક જ્યોતિ ગર્ગ સાથે વાત કરી તેના જણાવ્યા મુજબ હદયની બીમારીની શરૂઆત થતા પેહલા આપણું શરીર આપણને ક્યાં પ્રકારના લક્ષણ બતાવે છે.

Image Source

૧. અપચો અથવા પેટનો દુખાવો:

ઘણીવાર અચાનક અપચો અથવા પેટમા દુખાવો શરૂ થાય છે અને તે દુખાવો સતત થતો રહે છે. એવું પણ બની શકે છે કે કોઈક દિવસ એક-બે વખત પેટ ખરાબ રહે અને તેવું પણ બની શકે છે કે સતત ઘણા દિવસો સુધી તે સમસ્યા તમારા ભોજનમાં કોઈ ફેરફાર થયો ન હોવા છતાં રહે છે. જો તેવું કઈ થાય તો ધ્યાન રાખો અને તમે ડોકટર પાસેથી ચેકઅપ જરૂર કરાવી લો. આ સમસ્યા સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ વધારે થાય છે. આ લક્ષણ તેમને પહેલા જોવા મળે છે.

Image Source

૨. વારંવાર ચક્કર આવવા:

જો તમને તેમ વારંવાર લાગી રહ્યું છે કે તમને ચક્કર આવી રહ્યા છે, મન કાબૂમાં નથી અને વારંવાર તેમ લાગે કે તમે હવે અશક્ત થઈ જશો તો તે ચિંતાનો વિષય છે અને હદયની બીમારીનું એક લક્ષણ પણ. ઘણા કેસમાં આ નર્વસ સિસ્ટમની ખરાબી અથવા બેકબોન અથવા બ્રેઇન કલોટિંગ ને પણ દર્શાવે છે, પરંતુ જો હદયની બીમારીની શરૂઆત થવાની હોય તો તેનું એક લક્ષણ હોઈ શકે છે. કારણ ગમે તે હોય, તે એકદમ યોગ્ય નથી અને તેને અવગણવું સ્વાસ્થ્ય સાથે ખિલવાડ જેવું છે. જો તમને કોઈ એવા લક્ષણ જોવા મળે છે તો ડોકટરની સલાહ જરૂર લો.

ધ્યાન રાખો કે એકાદ વાર ચક્કર કોઈ ખાવા પીવાની સમસ્યાને કારણે અથવા બ્લડપ્રેશરના કારણે આવી રહ્યા છે, પરંતુ જો તે સતત રહે તો ચિંતાનો વિષય છે.

Image Source

૩. ખૂબ વધારે થાકેલા હોવું:

આગળનું લક્ષણ થાક પણ હોઈ શકે છે. થાક એવું નથી હોતું કે જો તમે ઘણું બધું કામ કરો છો તો થાક લાગે પરંતુ એવો થાક કે તમે તે પણ સમજી શકશો નહિ કે આ કેમ થઈ રહ્યું છે. દિવસ દરમિયાન નું કામ કરવું મુશ્કેલ બને અને થોડું ઘણું ચાલવાથી તમે હાફવા લાગો. આવી સ્થિતિમાં તમારું હદય તમને સંકેત આપી રહ્યું છે કે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને ડોકટરની સલાહ લો.

૪. અચાનક નસકોરા લઈને સૂવું:

ઘણીવાર લોકોને સાઇનસના કારણે અથવા નાકના આકારના કારણે લસકોરા લે છે. પરંતુ જો તમને તેમાંથી કોઈ પણ સમસ્યા નથી અને અચાનક નસકોરા શરૂ થવા લાગે તો એક વાર ડોકટરની સલાહ જરૂર લો.જ્યારે આપણે નસકોરા લઈએ છીએ ત્યારે આપણો શ્વાસ બંધ થઈ શકે છે અને જો તમારા નસકોરા અચાનક શરૂ થયા છે તો ડોકટરની સલાહ લો.

Image Source

૫. પગ, એડીઓ અને તળિયા સોજી જવા:

પગમાં સોજા રહેવા એ કિડની અને હદય બંનેની બીમારીનું સંકેત માનવામાં આવે છે. જ્યારે આપણું હદય સરખી રીતે લોહીને પંપ કરી શકતું નથી ત્યારે આ અંગો સુધી સરખી રીતે લોહી પહોંચી શકતું નથી. આવી સ્થિતિમાં સોજાનો અનુભવ થાય છે અને તમારા પગના તળિયા અને એડીઓ પર બ્લોટિંગ થવા લાગે છે. આ સમયે જો તમને લાગે છે કે પગમાં સતત સોજા રહે છે તો ડોકટરની સલાહ જરૂર લો.

Image Source

૬.ધબકારા અને પલ્સ રેટમાં વધારો અને ઘટાડો:

હૃદયની બીમારી શરૂ થઈ રહી છે કે કેમ તે તમારા હૃદયની ધબકારા તમને કહી શકે છે. પલ્સ રેટમાં અચાનક વધારો અને ઘટાડો પણ આ સૂચવી શકે છે. તમને અચાનક ગભરાટ અને ઝડપી ધબકારા આવે છે. તે સામાન્ય છે જો તમે કોઈ વસ્તુથી ડરતા હોવ, ઘણું ચલાવો છો, ખૂબ ઉત્સાહિત છો, પરંતુ જો તમે સામાન્ય રીતે બેઠો હોવ અને અચાનક ગભરાટ, પરસેવો થવો અને અસામાન્ય ધબકારા લાગે છે, તો તે લક્ષણો યોગ્ય નથી.

કેટલાક અન્ય લક્ષણો-

આ ઉપરાંત હૃદયરોગના કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળે છે જેમ કે-

  • છાતીનો દુખાવો
  • વારંવાર શ્વાસ
  • વારંવાર નિષ્ક્રિયતા આવે છે અથવા હાથ અથવા પગની નબળાઇ
  • ડાબા હાથમાં દુખાવો અને નિષ્ક્રિયતા આવે છે
  • ઉપર એબ્ડોમીન કે બેકમાં દુખાવો થવો.

જો તમને કોઈપણ અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારા ડોક્ટરની સલાહ લેવામાં મોડું ન કરવું તે વધુ સારું છે. ધ્યાનમાં રાખો કે કેટલીક વખત આ પ્રકારના લક્ષણો ખાવા, પીવા, દોડવા ભાગવા, ડર અથવા બીપી ઉપર અને નીચે હોવાને કારણે પણ થાય છે, પરંતુ જો તમને આવા લક્ષણો સતત ચાલુ રહે છે, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો તેમજ આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment