જેને ફરવાનો ખૂબ જ શોખ હોય છે તે એક દિવસ પણ આરામથી બેસી શકતા નથી. તેઓ એક ટ્રીપ તો ફરીને આવે છે પરંતુ જેવા જ પાછા આવે છે તેવા ફરી બીજી ટ્રીપનો પ્લાન કરવા લાગે છે. જો તમે પણ આમાંથી જ છો અને તમારે પણ ક્યાંક ફરવા જવું છે તો સપ્ટેમ્બર મહિનામાં તમે ક્યાં ફરવા જશો તેની પ્લાનિંગ શરૂ કરી દીધી હશે. ઓનલાઇન પેકેજ દેખવાનું પણ શરૂ કરી દીધું હશે તથા જરૂરી સામાન જેમ કે શું પહેરશુ, શું લઈ જશો, કયા ચંપલ લઈ જવાના છે તે બધું જ તમે તૈયાર કરી દીધું હશે. પરંતુ કઈ જગ્યાએ ફરવા જવું તેવું વિચારી રહ્યા છો તો અમારા આ આર્ટિકલમાં જરૂરથી વાંચો.
અમે આ આર્ટિકલમાં ભારતના અમુક એવી ખાસ અને શાનદાર જગ્યાઓ વિશે બતાવીશું જ્યાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.દેશની આ અલગ અલગ જગ્યાઓ પોતાની ખૂબસૂરતી માટે ખૂબ જ લોકપ્રિય છે. અમુક જગ્યાએ સુંદર બગીચા અને અમુક જગ્યાએ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાની મજા જ કંઈક અલગ હોય છે. આજે જાણીશું એવી જ સુંદર જગ્યા વિશે.
નૈનીતાલ
નૈનીતાલ તળાવ, ઝીલ અને દેવતાઓની ભૂમિ છે. એડવેન્ચર સ્પોર્ટ્સના દિવાના હોય તેમના માટે અહીં વોટર ઝોર્બિંગ, પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી ગતિવિધિ સામેલ છે. નૈની ઝીલ ની આસપાસ ઘણા બધા કેફે છે જ્યાં તમે પોતાની એક સુંદર સાંજ વિતાવી શકો છો. અને અહીં ઇકો કેવ ગાર્ડન, નૈના દેવી મંદિર, માલ રોડ, સ્નો વ્યૂ પોઈન્ટ જેવી જગ્યા પર તમે શેર કરી શકો છો. સપ્ટેમ્બર મહિનો વધુ ફરવાની સિઝન હોતી નથી તેથી તમને અહીં અમુક બહેતરીન હોટલમાં ઓછી કિંમત પર આસાનીથી રૂમ મળી શકે છે. જો તમે અહીં જાવ છો તો એક શાલ રાખવાનું બિલકુલ ન ભૂલશો,વરસાદ પડતા જ અહીં વાતાવરણ ઠંડુ થઈ જાય છે.
અમૃતસર
અમૃતસર જેને પંજાબ નું ઘરેણું કહેવામાં આવે છે.સંસ્કૃતિ અને પરંપરાના મિશ્રણ વાળું આ શહેર છે.અહીં ઘણા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ જોવા મળે છે. જેમકે સુવર્ણ મંદિર,જલિયાવાલા બાગ,મહારાજા રણજીતસિંહ મ્યુઝિયમ,ખેર ઉદ્દીન મસ્જિદ, પાર્ટીશન મ્યુઝિયમ, વાઘા બોર્ડર વગેરે. અમૃતસરમાં ફરવાની જગ્યાઓ માં સામેલ હરીકે વેટલેન્ડ અને પક્ષી અભયારણ્ય ઉત્તર ભારતનું સૌથી મોટું વેટલેન્ડ છે. અહીં કાચબાની સાત પ્રજાતિ જોવા મળે છે જેની સાથે વિભિન્ન પક્ષી પણ અહીં જોવા મળે છે. જો તમે અમૃતસર આવો તો અહીંના સ્વાદિષ્ટ ખોરાક નો સ્વાદ લેવાનું બિલકુલ ન ભૂલશો,આલુ પરાઠા,છોલે ભટુરે,કબાબ મટન ટીક્કા, તંદૂરી ચિકનની મજા લેવાનું બિલકુલ ન ભૂલશો.
વારાણસી
વારાણસી તે ઉત્તર પ્રદેશનું એક જૂનું શહેર છે જે ઈસવીસન ૧૧મી સદીનું છે. શહેરમાં લગભગ ૨૦૦૦ મંદિર છે અને તેને ‘ભારતની આધ્યાત્મિક રાજધાની’ના રૂપમાં પણ જાણવામાં આવે છે. અહીંનું દશાશ્વમેઘ ઘાટ, તુલસી માણસા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, મણિકર્ણિકા ઘાટ,રામનગર કિલ્લો અને સંગ્રહાલય, ચુનાર કિલ્લો સારનાથ મંદિર આલમગીર મસ્જિદ જેવા દર્શનીય સ્થળો જોવા મળે છે.વારાણસીની યાત્રા માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો મહત્વપુર્ણ સમય છે કારણ કે આ મહિનામાં ઘણી ધાર્મિક તિથી આવે છે. પર્યટકો અહીં ગંગા આરતી સહિત ગંગાની દરેક રસમને જોવા માટે આવે છે.
શ્રીનગર
જો તમે ભારતમાં સ્વર્ગ અને શોધી રહ્યા છો તો અહીં આવો,આવી વાતો તમે લોકો થી સાંભળી હશે. પરંતુ તે એકદમ સાચું છે. કાશ્મીરમાં ફરવા માટે ઘણી બધી જગ્યા છે અને શ્રીનગર તેમાંથી એકસુંદર જગ્યા છે ઐતિહાસીક કાળથી આ શહેર નું મહત્વ રહ્યું છે અને તમે અહીંનું લોકપ્રિય ડલ ઝીલ ફરવા જઈ શકો છો. અહીંનું શિકારા હાઉસબોટ ખૂબ જ મશહૂર છે જેમાં બેસીને તમે જિલ્લો આનંદ ઉઠાવી શકો છો રોયલ સ્પ્રિંગ ના નામથી પણ જણાતું ચશ્મ-એ-શાહી ગાર્ડન શ્રીનગરનું ખૂબ જ સુંદર ગાર્ડન છે.
શાલીમાર બાગ, વુલર જીલ,જામિયા મસ્જિદ, પરી મહેલ, દાચીગામ નેશનલ પાર્ક જેવા લોકપ્રિય સ્થળોની મુલાકાત લઇ શકાય છે.અહીંના લોકો બજારમાં લાલચોક,બાદશાહ ચોક, પોલો વ્યૂ માર્કેટ, અને રઘુનાથ બજારમાં તમે ખરીદી કરી શકો છો અને અહીંના ખુશનુમા વાતાવરણ ની જેમ જ અહીં ખાવાનું પણ તમને ખૂબ જ પસંદ આવશે સ્થાનીય કાશ્મીરી વ્યંજન અને કાહવા ચા ની મજા જરૂરથી લો.
લોનાવાલા અને ખંડાલા
લોનાવાલા અને ખંડાલા ખૂબ જ સુંદર જુડવા શહેર મુંબઈકારો માટે કોઈ રહસ્યથી ઓછું નથી. ત્યાંના સુંદર નજારા હરિયાળી વાળા પહાડ અને સારા વાતાવરણ સિવાય પર્યટક અહીં મુંબઈ-પુણે એક્સપ્રેસ પર ડ્રાઇવ નો આનંદ લેવા માટે પણ જાય છે. જો તમે પ્રકૃતિપ્રેમી છો અને શાંતિની શોધમાં છો તો અહીં આવો. આ જગ્યા તમારી માટે એકદમ યોગ્ય છે, લોનાવાલા અને ખંડાલામાં ઘણા બધા સુંદર પર્યટન સ્થળ છે ત્યાં જઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.લોનાવાલા નો બુશી ડૅમ એક પ્રસિદ્ધ પિકનિક સ્પોટ છે અને અહીં પવના ઝીલ પર તમે કેમ્પિંગ ની મજા પણ લઈ શકો છો.
તે સિવાયના નારાયણી ધામ મંદિર, મજા ગુફાઓ રાજમાચી પોઇન્ટ લોહગઢ ફોર્ટ ટાઈગર લાયન પોઇન્ટ જેવી અમુક જગ્યાની તમે મુલાકાત લઇ શકો છો. તે સિવાય લોનાવાલા જતા દરેક યાત્રીને અહીં બનેલા વેક્સ મ્યુઝિયમ જરૂર જાય છે.આ વેક્સ મ્યુઝીયમમાં ભારતના રાજનેતાઓ સહિત ઘણા મોટા મોટા સેલિબ્રિટીની મૂર્તિઓનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે, જો તમને ટ્રેકિંગ પસંદ હોય તો સોસેસ હિલ્સ જઈ શકાય છે.
ઉદયપુર
ઝીલના શહેરના રૂપમાં વિખ્યાત ઉદયપુર શાનદાર કિલ્લા મંદિર અને ખૂબસૂરત જીલ મહેલ અને સંગ્રહાલયો તથા વન્ય જીવ અભયારણ્ય માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.ઉદયપુર શાનદાર મહેલ અને સુંદર સંસ્કૃતિથી સમૃદ્ધ શહેર છે.અહીં ફરવા માટે ઘણા પર્યટક શહેર છે જ્યાં તમે પોતાની રજાઓનો આનંદ ઉઠાવી શકો છો. અહીં ઉપસ્થિત પિછોલા ઝીલ ના કિનારે વસેલું સિટી પેલેસ રાજસ્થાન નો સૌથી મોટો મહેલ છે.અહીં ઉપસ્થિત સજ્જગઢ પેલેસ મેવાડ રાજવંશ ની વાર્તા સંભળાવે છે.ઉદયપુરની બીજું સૌથી મોટું જીલ ફતેહ સાગર છે અને તેની અસીમ સુંદરતા તમને ખૂબ જ આરામ આપશે.
તે સિવાય તમે અહીં વિન્ટેજ કાર મ્યુઝિયમ,જગદીશ મંદિર, ગુલાબ બાગ, એકલિંગજી મંદિર, અમબ્રઈ ઘાટ પણ જઈ શકો છો. ખરીદી કરવા માટે ઇચ્છિત વ્યક્તિ હાથી પોલ બજાર જઈ શકે છે અહીં તમને ચર્ચિત બ્રાન્ડથી લઇને સ્થાનિક વસ્તુઓ મળશે.
ઇટાનગર
અરુણાચલ પ્રદેશ ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત એક એવું સુંદર રાજ્ય છે જે સુરમ્ય પહાડો, ઝીલ અને પ્રસિદ્ધ મઠો થી સમૃદ્ધ છે. શહેરની વિરાસત અને આદિવાસી સંસ્કૃતિ જે દશકો અને સદીઓ જૂની છેજે આજે પણ અહીં ઉપસ્થિત છે. તે સિવાય અહીંના સુંદર વાતાવરણ આખું વર્ષ પર્યટકોને આકર્ષિત કરે છે. ઇટાનગર આવીને તમે ઇન્દિરા ગાંધી પાર્ક, ગોમ્પા મંદિર, ઇટા ફોર્ટ,પૌરાણિક ગંગા ઝીલ,ઇટાનગર વન્યજીવ અભયારણ્ય,નામધાપા નેશનલ પાર્ક જેવી જગ્યાઓ પર શેર કરી ને પોતાની યાત્રાનો લાભ ઉઠાવી શકો છો.
અલ્મોડા
અલ્મોડા ઉત્તરાખંડ નું એક ખૂબ જ જુનું અને ઐતિહાસિક શહેર છે. અલ્મોડા ફરવા માટે ખૂબ જ સુંદર ટુરીસ્ટ પ્લેસીસ છે.અહીં નંદાદેવી મંદિર,ચંદ્રવંશ ના સમય નો મહેલ, પટાલ માર્કેટ, પાતાલ દેવી મંદિર, માલ રોડ જેવી ઘણી બધી જગ્યાઓ પર તમે ફરી શકો છો. તે સિવાય તમે મેઈન સિટી થી થોડુંક દૂધ અલ્મોડા પક્ષી ઘર છે જ્યાં ઘણા બધા જાનવર અને પક્ષીઓ જોવા મળે છે. ચિતાઈ મંદિર પોતાની લોકપ્રિયતાનો એક જીવતું જાગતું ઉદાહરણ છે. જે પર્યટકોની આસ્થાનું પ્રતિક છે અહીં ઉપસ્થિત કટારમલ દુનિયાનું બીજું મહત્વપૂર્ણ સૂર્યમંદિર છે, નદી કિનારે પિકનિક કરવા માટે જો તમારે મન હોય તો કૌશી, બિનરસ જેવી જગ્યા ઉપર રોકાઇ શકો છો.
આ દરેક જગ્યાઓ વિશે થોડું જાણી ને તમે પોતાની ટ્રીપ પ્લાન કરી શકો છો,હિલ એરિયા માં જતા પહેલા અમુક ગરમ કપડા રાખવાનું ભૂલશો નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે સપ્ટેમ્બર મહિનામાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમારા લિસ્ટમાં શામેલ કરો આ 8 રમણીય અને આલ્હાદક જગ્યા ”