ઉનાળાની ઋતુમાં દહી ખાવું ખૂબ ફાયદાકારક હોય છે. તે આપણા શરીરને ઠંડુ રાખવાની સાથે આપણા ડાઈજેશનને પણ સારું બનાવે છે અને કોઈપણ પ્રકારના ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તેના માટે ઘણા લોકો બજારમાંથી દહી ખરીદી લાવે છે તો ઘણા લોકો ઘરે જ દહી બનાવે છે. ઘરનું દહી વધારે તાજુ અને સ્વસ્થ માનવામાં આવે છે જેના કારણે ડોકટર પણ બજારમાંથી ખરીદવામાં આવેલા દહીની સરખામણીમાં ઘરના દહીંની વધારે સલાહ આપે છે. પરંતુ દરેક લોકો માટે ઘરે દહી બનાવવુ સરળ હોતું નથી. જો તમે પણ ઘરે સારું દહી બનાવવા ઇચ્છો છો તો અહી અમે તમારી મદદ કરી શકીએ છીએ. આ દહી આઈસ્ક્રીમ જેવું સ્વાદિષ્ટ અને ઘાટુ હશે જેની મજા તમે પરિવાર સાથે માણી શકો છો.
દહી બનાવવા માટે સામગ્રી
- અડધો લીટર ફૂલ ક્રીમ દૂધ.
- બે ચમચી મેળવણ
- એક ચમચી દૂધનો પાવડર.
- અડધી ચમચી કોર્ન પાવડર.
દહી બનાવવાની રીત –
- એક કપમાં ફૂલ ક્રીમ દૂધ લો અને તેમાં અડધી ચમચી કોર્ન ફ્લોર અને એક ચમચી દૂધનો પાવડર નાખો.
- તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે સરખી રીતે મિક્સ થાય નહિ.
- હવે એક તપેલામાં ફૂલ ક્રીમ દૂધ લો અને તેમાં કપના મિશ્રણને નાખો. તેને ત્યાં સુધી હલાવો, યાદ રહે કે તેમાં કોઈ ગઠ્ઠો ન પડે.
- હવે આ દૂધને ગરમ કરવા માટે ગેસ પર મૂકો અને હલાવતા રહો, ધ્યાન રહે કે તે વાસણના તળિયે બેસે નહિ.
- જ્યારે તેમાં સરખી રીતે ઉફાળો આવી જાય ત્યારે ગેસ બંધ કરી દો. તમે જોશો કે સામાન્ય દૂધની સરખામણીમાં વધારે ઘાટું થઈ ગયું છે.
- હવે દૂધને રૂમ તાપમાન પર ઠંડુ થવા માટે રાખો.
- હવે એક વાસણમાં દહીં નું મેળવણ કાઢો અને તેમાં થોડું પાણી ભેળવો.
- જ્યારે દૂધ થોડું ઠંડુ હોય ત્યારે આ પાણી ભેળવેલા મેળવણ ને તેમાં નાખી યોગ્ય રીતે ભેળવો.
- હવે આ મિશ્રણને તે વાસણમાં નાખી જેના તમારે દહીં જમાવવું હોય.
- તેને કોઈ ગરમ જગ્યાએ ચારથી પાંચ કલાક સુધી ઢાંકીને મૂકી દો.
- ચારથી પાંચ કલાક પછી દહીંને ફ્રીજમાં મૂકી દો.
- હવે જ્યારે તમારે દહીં ખાવું હોય ત્યારે તમે લઈને પીરસી શકો છો.
- તમારું દહીં બજાર જેવું ખૂબ જ ઘાટુ જામશે અને સ્વાદ પણ ખૂબ જ લાજવાબ આવશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “શું તમે આઈસક્રીમ જેવું ગાઢું દહીં ઘરે જ બનાવવા માંગો છો? તો આ 2 સિક્રેટ વસ્તુનો ઉપયોગ કરો”