દિલ્હી એનસીઆર ના તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગરમીના કહેરથી બચવા અને શાંતિની પળો વિતાવવા માટે લોકો ફેમસ હિલસ્ટેશન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દિલ્હી એનસીઆર મા રહેનારાઓ માટે શિમલા, મનાલી અને ધરમશાળા જેવા હિલસ્ટેશન હંમેશાથી તેઓની ફસ્ટ ચોઇસ રહેલ છે. આ કારણે જ ગરમી વધતા જ આ સ્થળો પર લોકોની ભીડ એકઠી થઇ જાય છે. ચાલો આજે તમને 8 એવા હિલ સ્ટેશનો વિશે જણાવીએ જે સુંદરતાની બાબતે કોઈ પ્રખ્યાત હિલ સ્ટેશન થી ઓછા નથી અને અહી લોકોની ભીડ પણ રહેતી નથી.
શિમલાને બદલે આ 2 સ્થળની મુલાકાત લો –
દિલ્હી એનસીઆર મા ગરમી વધતા જ લોકો સૌથી પહેલા શિમલા તરફ ભાગે છે. આ જ કારણે ઉનાળામાં અહી દિલ્હી મુંબઈ જેવી ભીડ જોવા મળે છે. તેના બદલે ઉત્તરાખંડમા આવેલા ઔલી તરફ પ્રયાણ કરવું ઉતમ રહેશે, જ્યાંથી તમે ભારતના બીજા સૌથી ઉંચા શિખર નંદા દેવીનું દ્રશ્ય જોઈ શકશો. તમે ઇચ્છો તો હિમાચલ પ્રદેશના કસોલી કે ચૈલ પણ જઈ શકો છો, જ્યાં શિમલા કરતા ઓછી ભીડ જોવા મળશે.
Chail (Himachal Pradesh) Photo: Getty Images
આ સ્થળોના મુકાબલે ફિક્કું છે મસુરી –
ઉનાળાની રજાઓમાં મસુરીમાં માલ રોડથી લઈને કૈમ્પટી ધોધ સુધી લોકોના ટોળા ભેગા થયેલા જોવા મળે છે. હોટેલો મા રૂમ માટે પણ મારામારી જોવા મળે છે. તેના બદલે તમારે ચકરાતા જવું જોઈએ. પ્રવાસીઓ માટે આ એક ઉતમ સ્થળ છે. આ ઉપરાંત તમે મસુરીથી થોડા દૂર ધનૌલ્ટી અને કનાતલ પણ જઈ શકો છો. આ સ્થળો ફક્ત મસુરી થી સુંદર જ નથી પરંતુ અહી ભીડ પણ ઓછી હોય છે.
લેહનાં બદલે જાઓ સ્પિતી ઘાટી –
લેહ પ્રવાસીઓ વચ્ચે હવે ઘણું પ્રખ્યાત થઈ ગયું છે. તેના બદલે તમે સ્પીતિ ઘાટી જાવ તો ઉતમ રહેશે. હિમાચલ પ્રદેશ સ્થિત સ્પિતી ઘાટી ને છોટા તિબ્બત કહેવામાં આવે છે. પર્વતો અને હિમનદીઓથી ઘેરાયેલા આ વિસ્તારોમાં ઘણા મઠો અને નાના નાના ગામ છે જે પ્રવાસીઓનું સ્વાગત કરે છે.
કુફરી ના બદલે આ 2 નવા સ્થળોની મુલાકાત લો –
હિમાચલ પ્રદેશનું કૂફરી પણ હવે પ્રવાસીઓ વચ્ચે ઘણું પ્રખ્યાત થઈ ગયું છે. અહી થોડી ભીડ જમા થતાં જ હોટેલમાં રૂમ મળવી મુશ્કેલ બની જાય છે. તમે તેના બદલે મશોબરા અને નાહન જેવા સ્થળોએ ફરવા જઈ શકો છો. અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહે છે અને રજાઓ ગાળવા માટે આ એક પરફેક્ટ પ્લેસ છે.
RaniKhet (Uttarakhand) Photo: Getty Images
નૈનીતાલ જવાની ભૂલ કરશો નહી –
દિલ્હી એનસીઆર મા રહેનારાઓ માટે નૈનીતાલ હવે એક સામાન્ય પ્રવાસ સ્થળ થઇ ચૂક્યું છે. જો તમે ગરમી અને ભીડથી રાહત મેળવવા ઈચ્છો છો તો નૈનીતાલ થી થોડા દૂર રાણીખેત, ભીમતાલ કે અલ્મોડા જેવા કોઈ સ્થળે જઈ શકો છો. આ ઉપરાંત અહીંથી નજીકએક કલાક દૂર રામગઢ તેનાથી વધારે સુંદર પ્રવાસ સ્થળ છે. આ સ્થળની સુંદરતા તમને બિલકુલ નિરાશ નહીં કરે.
ધર્મશાળાના પણ ઘણા વિકલ્પો છે –
વિકેંડ પર ઘણા લોકો મેકલિયોડગંજ, ધર્મશાળા અથવા ટ્રિંઉડ જેવા સ્થળોએ જવાનો પ્લાન કરે છે. વીકેન્ડ પર આ ત્રણેય સ્થળો લોકોથી ભરેલા હોય છે. તેથી તમે એક કલાક વધુ ડ્રાઈવ કરીને પાલમપુર ફરવા જઈ શકો છો. આ ઉપરાંત તમે ખજ્જિયાર અથવા પાર્વતી વેલી પણ જઈ શકો છો. પ્રકૃતિ પ્રેમીઓને આ બંને જગ્યાઓ ખૂબ ગમે છે.
ડેલહાઉસીને બદલે આ 2 સ્થળોની મુલાકાત લો –
દિલ્હી એનસીઆરના લોકો વચ્ચે ડેલહાઉસી પણ ખૂબ જ પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. ઉનાળામાં તમને અહીં હંમેશા ભીડ જોવા મળશે. જો તમે આનાથી એક કલાક આગળ મુસાફરી કરો છો, તો તમે ચંબા પહોંચી શકો છો. આ જગ્યા ખૂબ જ સુંદર છે. જો તમે ઈચ્છો તો તમે પાલમપુર પણ જઈ શકો છો. સુંદરતાની બાબતમાં આ જગ્યા ડેલહાઉસી થી બિલકુલ ઓછી નથી.
આ જગ્યાઓ સામે ભૂલી જશો કસોલ –
ફરવા જતા લોકો માટે કસોલ પણ બહુ સામાન્ય બની ગયું છે. જો તમે કંઇક નવું અન્વેષણ કરવા ઈચ્છો છો, સારું ફૂડ, શાંતિપૂર્ણ વાતાવરણની શોધ કરવા માંગતા હોવ અને સલામત વાતાવરણમાં યાદગાર ક્ષણો વિતાવવા માંગતા હો, તો તમે કસોલ નજીકના એક નાના ગામ ચલાલની મુલાકાત લઈ શકો છો. આ ગામ માત્ર સુંદર જ નથી પરંતુ બજેટ ફ્રેન્ડલી પણ છે. આ ઉપરાંત તમે અહીંથી લગભગ 18 કિમી દૂર મલાના પણ જઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ઉનાળામાં શાંતિપૂર્ણ રજાઓ ગાળવા માટે ફરવા જઈ રહ્યા હોય તો આ હિલ સ્ટેશને ન જવું, નહિતર પસ્તાઈ શકો છો!!”