શું તમે પરફ્યુમ લગાવવાના શોખીન છો!!! તો ખરીદતી વખતે આ બાબતોનું ચોક્કસપણે રાખો ધ્યાન

પરફ્યુમના શોખીન ઘણા લોકો હોય છે. કોઈપણ ફંકશન કે પાર્ટી દરમિયાન મોટાભાગના લોકો પરફ્યુમનો ઉપયોગ કરે છે. મહિલાઓ તો આ વાતની શોખીન હોવાની સાથે સાથે ઘણી પસંદીદા પણ હોય છે. પરફ્યુમ તમારા મૂડને ફ્રેશ બનાવે છે, સાથે જ તમારા વ્યક્તિત્વમાં વધારો કરે છે.

મોટાભાગના લોકોને લાંબા સમય સુધી ચાલતા પરફ્યુમ ગમે છે. પરંતુ તે કઈ રીતે સમજવું કે કયું પરફ્યુમ લાંબા સમય સુધી ચાલે છે અને કયું નહી. જો તમને તેના વિશે જાણકારી ન હોય અને તમે તેની સુગંધ જોઈને જ ખરીદી રહ્યા છો, તો તમે પણ છેતરાઈ શકો છો. ઘણી વખત મોંઘા પરફ્યુમ ખરીદવા છતાં, તે લાંબા સમય સુધી ચાલતા નથી. આવી સ્થિતિમાં, અહીં જાણો તે ટિપ્સ જે તમારા માટે આ બાબતમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Image Source

પરફ્યુમ ખરીદતી વખતે લેવલ જુઓ – જ્યારે પણ તમે પરફ્યુમ ખરીદો ત્યારે તેની બોટલ પર લેવલ ચોક્કસ ચેક કરો. તે લેવલની આસપાસ EDP અને EDT જેવા બે ટર્મ લખેલા હોય છે. જો તમે લાંબા સમય સુધી ચાલતું પરફ્યુમ ખરીદવા ઈચ્છો છો તો EDP વાળું પરફ્યુમ ખરીદો.

આ રીતે ચકાસણી કરો – પરફ્યુમ ખરીદતી વખતે તેને તમારી ત્વચા પર ક્યાંક છાંટો અને લગભગ દસ મિનિટ માટે એમ જ છોડી દો. ત્યાં સુધી તમે બાકીની ખરીદી કરી શકો છો. ત્યાર પછી તે જગ્યાએ તપાસ કરો. જો સુગંધ ટકી રહે તો સમજવું કે તે લાંબા સમય સુધી ચાલે છે.

શરીરના આ ભગો પર તપાસો – પરફ્યુમની સુગંધ તપાસતી વખતે તેને ફક્ત કાંડા પર જ છાંટશો નહીં, પરંતુ તમે તેને હથેળી, આંગળીઓ, ગરદન અથવા કોણીની આસપાસ પણ ચેક કરી શકો છો. તેને ક્યારેય કપડાં પર સ્પ્રે કરીને ટેસ્ટ ન કરો. આ ઉપરાંત પરફ્યુમ હંમેશા સારી બ્રાન્ડનું જ ખરીદવું.

પેચ ટેસ્ટ ચોક્કસ કરવો – કેટલીકવાર કેટલાક પરફ્યુમ સૂટ નથી કરતા, તેનો ઉપયોગ કરવાથી એલર્જી થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે પહેલા પરફ્યુમનો પેચ ટેસ્ટ કરવો. આ ઉપરાંત ક્યારેક પરફ્યુમની સ્ટ્રોંગ સુગંધથી પણ એલર્જી થાય છે. આવા પરફ્યુમ ખરીદશો નહીં. આ સિવાય પરફ્યુમને ટેસ્ટ કરતી વખતે ક્યારેય ઘસવું નહીં. ઘસવાથી ફોલ્લીઓ થવાનું જોખમ વધે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “શું તમે પરફ્યુમ લગાવવાના શોખીન છો!!! તો ખરીદતી વખતે આ બાબતોનું ચોક્કસપણે રાખો ધ્યાન”

Leave a Comment