ઢોકળા બનાવવામા ખૂબ જ સરળ છે અને સાથેજ તે ગુણકારી પણ છે, કેમકે તે સ્ટિમ પણ થાય છે. તમારે માત્ર થોડી સામગ્રીઓ જોઈએ જેમકે ચણાનો લોટ, દહીં, ફ્રૂટ સોલ્ટ, તંદુરી મસાલા, આદુની પેસ્ટ, લાલ મરચું પાઉડર અને મીઠું. વઘાર માટે તમારે રાઈ, મીઠા લીમડાના પાન અને તેલ જોઈશે. આ સ્વાદિષ્ટ નાસ્તો 10 મિનિટથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે અને તેના માટે તમારે વધારે મહેનત પણ કરવી પડશે નહિ. તમે તેને કીટી પાર્ટી, જન્મદિવસ પર પીરસી શકો છો અથવા સાંજની ચા સાથે પણ તેને એક પૌષ્ટિક નાસ્તા રૂપે સર્વ કરી શકો છો.
જો તમે વધારે પડતા મસાલા પસંદ કરો છો તો ઢોકળાનો તંદુરી સ્વાદ તમારા માટે પરફેક્ટ છે. સારા સ્વાદ મારા તમે તંદુરી ઢોકળાને નારિયેળના ગુચ્છા અને કોથમરી પાનથી સજાવી શકો છો. તંદુરી ઢોકળાનો સ્વાદ તળેલા લીલા મરચા અને આમલીની ચટણી સાથે સૌથી બેસ્ટ લાગે છે.
તંદુરી ઢોકળાની સામગ્રી :
- ચણાનો લોટ : 1 નાની ચમચી
- આદુની પેસ્ટ : 1 નાની ચમચી
- સરસવના દાણા : 1 મોટી ચમચી
- વનસ્પતિ તેલ : 2 મોટી ચમચી
- લાલ મરચું પાઉડર : 1/2 મોટી ચમચી
- હળદર : 1/2 નાની ચમચી
- દહી : 1/2 કપ
- તંદુરી મસાલો : 1 મોટી ચમચી
- લીમડાના પાન : 2 ડાળખી
- મીઠું : સ્વાદ મુજબ
તંદુરી ઢોકળા બનાવવાની રીત :
1. ખીરું તૈયાર કરો :
ચણાનો લોટ, હળદર, આદુની પેસ્ટ, દહી, ફ્રૂટ સોલ્ટ, 1/2 ચમચી તંદુરી મસાલો, લાલ મરચું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખો. જરૂરિયાત અનુસાર પાણી નાખી, સરખી રીતે મિકસ કરી, ઘાટું અને ચીકણું ખીરું બનાવી લો.
2. ઢોકળાને વરાળ આપો :
એક ગોળાકાર થાળીમાં થોડું તેલ લગાવીને ચીકણું કરી લો અને તેમાં ખીરું નાખો. તેને સ્ટીમમાં રાખી અને ઢાંકીને 10-12 મિનિટ માટે સ્ટીમ કરો. એક વાર થયા પછી તેને બહાર કાઢી લો અને ઠંડુ થવા દો.
3.વઘાર તૈયાર કરો :
તંદુરી ઢોકળાને ચોરસ ટુકડામાં કાપી અને ડિશમાં મૂકો. હવે વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં મીઠા લીમડાના પાન અને રાઈ નાખી અને એક મિનિટ માટે તેને ફૂટવા દો. આ વઘારને ઢોકળાના ટુકડા પર નાખો. છેલ્લે, ઉપરથી 1/2 ચમચી તંદુરી મસાલો નાખો.
4. પીરસવા માટે તૈયાર :
તંદુરી ઢોકળાને તળેલા લીલા મરચા, આમલીની ચટણી અથવા તમારી મનપસંદ કોઈપણ ચટણી સાથે પીરસો અને ખાઓ.
સૂચન : તમે વઘારમાં 1/4 કપ પાણી અને 1-2 ચમચી ખાંડ નાખીને ગળ્યો વઘાર બનાવી શકો છો. ઉફાળો આવવા દો અને ઢોકળાના ટુકડા પર નાખો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જો તમે વધારે મસાલેદાર વાનગીઓ ખાવાના શોખિન હોય, તો અજમાવો આ તંદુરી ઢોકળા ની સ્વાદિષ્ટ રેસિપી”