હંમેશા યુવાન રહેવા માંગો છો તો ખાવ અને ચહેરા પર લગાવો એવોકાડો

એવોકાડો એક એવું ફળ છે જે તમારા શરીર ના ફાયદા માટે જાણીતું છે.  માખનફળ ના નામે જાણીતું આ ફળને હવે ભારત ના રસોડા માં ઘણી રીતે જગ્યા મળે છે.  આને એક સારું વિનીગ ફૂડ માનવામાં આવે છે.  સાથે વિટામિન ઈ અને ઓમેગા-૩ ફેટી એસિડ જેવાં સ્વસ્થ ફેટ નો સ્ત્રોત છે એવોકાડો. આ પોષકત્ત્વો ની મદદ થી એવોકાડો તમારા આખા શરીર નું પોષણ કરે છે. બાળકો નું મનપસંદ આ ફળ ફક્ત તંદુરસ્ત હદય અને આખો ની રોશની વધારે છે.  પરંતુ આને વજન ઘટાડવા ના ડાયેટ માં પણ ઉમેરાય છે.

પરંતુ શું તમે જાણો છો કે એવોકાડો ખાવા થી તમારા ચામડીની સુંદરતા પણ વધે છે. હા,એવોકાડો તમારા ચેહરા ની સુંદરતા વધારે છે. તે ચામડી ને સ્વસ્થ બનાવવા ની સાથે તેમનું ટેક્સચર સુધારે છે અને ઘણા ચામડી ના રોગો થી દૂર રાખે છે. ચાલો જાણીએ કેમ સ્વસ્થ ચામડી માટે એવોકાડો  ખાવું જરૂરી છે.

Image Source

સૂર્ય સામે રક્ષણ

એવોકાડો વિટામિન ઇ થી  ભરપુર હોય છે જે એક સારા એન્ટી ઓકસિડન્ટ ની જેમ પણ કામ કરે છે અને તમારી ચામડી ને સવસ્થ અને મુલાયમ બનાવે છે. આ ઉપરાંત તે ચામડી ને યુવી કિરણો થી રક્ષણ કરી ચામડી નો રંગ બદલવા દેતી નથી.

કાળા ધબ્બા ઓછા થાય છે

વિટામિન ઈ ,ફેટી એસીડ અને ઑયેલિક એસિડ થી ભરપુર એવોકાડો ચામડી ના દાગ ધબ્બા દૂર કરે છે. તે ચામડી ને તરો તાજા બનાવવા ની સાથે ચામડીનું પિગમેંટેશન રોકે છે.

એન્ટી ઇજિંગ

હંમેશા યુવાન ચામડી મેળવવાની ઇચ્છા રાખવા વાળા લોકોને એવોકાડો ખાવો જોઈએ. એન્ટી ઓક્સડન્ટ્સ ની હાજરી માં એવોકાડો ચામડીના કોષો ને નુકશાન થવા દેતા નથી. સાથે આમાં સોડિયમ, પોટેશિયમ,વિટામિન સી વિટામિન, ફોલેટ  રીબોફલેવીન  અને ફાઇટ ઑસ્ત્રોલ જેવા તત્વ પણ હોઈ છે. જે કોલેજન ના મેટાબોલિઝ્મ વધારે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment