સ્વસ્થ રહેવા માંટે ડોક્ટર ફળ ના સેવન માંટે કહે છે. પણ શું તમે જાણો છો ફળ અને તેનું જ્યુસ જ સ્વાસ્થ્ય માંટે લાભદાયી નથી, પણ તેના છોતરાં પણ સ્કીન માંટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફળ ના છોતરાં ને ન ફેકતા તેને બ્યુટિ પ્રોડક્ટ તરીકે વાપરી શકો છો. આ ફળ ના છોતરાં થી તમારી સ્કીન ગોરી અને ચમકતી થઈ જશે. એટલું જ નહીં ફળ ના છોતરાં ના ઉપયોગ થી સ્કીન ની ઘણી સમસ્યા ને નિવારી શકાય છે. તેના ઉપયોગ થી તમારે બહાર ના કોઈ પણ બ્યુટિ પ્રોડક્ટ ની જરૂર નહીં પડે. અને તમારી સ્કીન પહેલા જેવી ગોરી અને ચમકતી મળશે.
આ સિવાય સ્કીન ને હેલ્થી રાખવા માંટે હેલ્થી ડાયટ પણ જરુરી છે. તેનાથી શરીર ને સારા એવા પોષક તત્વો મળી રહે છે અને સાથે જ સ્કીન ની સાથે જોડાયેલ ની સમસ્યા ને પણ દૂર કરી શકાય છે. આજે અમે તમને ફળ ના છોતરાં ના ફાયદા વિશે જણાવીશું.
ગોરી અને ચમકતી સ્કીન માંટે વાપરો આ ફળ ના છોતરાં.
Image by Free-Photos from Pixabay
નાશપતિ
ફાઇબર થી બહાપુર નાશપતિ ના છોતરાં સ્કીન માંટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેના ઉપયોગ થી સુંદરતા માં ચાર ચાંદ લાગી જશે.અને તમારા સ્કીન ની રંગત પણ બદલાઈ જશે. જો તમે ગોરી અને ડાઘ વગર ની સ્કીન મેળવવા ઈચ્છો છો તો અઠવાડિયા માં એક વાર નાશપતિ ના છોતરાં ની પેસ્ટ લગાવી.
Image by Michal Jarmoluk from Pixabay
સફરજન
સફરજન ના છોતરાં માં એંટિ-ઓક્સિડેન્ટ ભરપૂર હોય છે, તો તમારી સ્કીન ને સન ડેમેજ થી બચાવશે. સફરજન ના છોતરાં થી તૈયાર થયેલ પાવડર ને દહી અને ઓટ્સ ની સાથે પેસ્ટ બનાવી ને લગાવા થી ચહેરા ની ચમક વધે છે.
Image by S. Hermann & F. Richter from Pixabay
સંતરું
વિટામિન c થી ભરપૂર સંતરું ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના છોતરાં ને તમે એક સારા એવા ક્લીનજિંગ ના રૂપ માં લઈ શકો છો. ઘણા પ્રકાર ના બ્યુટિ પેક માં તમે સંતરા નો ઉપયોગ કરી શકો છો. તે તમારી સ્કીન ને ફન્ગલ ઇન્ફેકશન થી બચાવે છે. તેની સાથે જ તમારા ચહેરા પર પીંપલ અને ડાઘ પણ નથી પડતાં. સંતરા ના છોતરાં ને સુકાવી ને તેનો પાવડર તૈયાર કરી લો. આ પાવડર ને દહી કે બેસન સાથે મિક્સ કરી ને ચહેરા પર લગાવો. તેનાથી તમારા ચહેરા ની રંગત વધશે.
પપૈયું
પપૈયું પાચન તંત્ર માંટે ખૂબ જ સારું હોય છે. પપૈયાં ના સેવન થી સ્વાસ્થ્ય ને ખૂબ ફાયદો થાય છે. પપૈયાં ના છોતરાં થી તમે તમારી સ્કીન નિખારી શકો છો. તેમા આલ્ફા હાઇડ્રોકસી એસિડ ની માત્રા વધુ હોય છે. જે સૂકી ત્વચા રીપેર કરે છે. તે સ્કીન ટોન ને પણ બદલવામાં મદદ કરે છે. આની સાથે જ તમને ટેનીન્ગ્ ની ફરિયાદ છે તો તમે પપૈયાં ના છોતરાં ને વાટી લો. તેમા થોડો લીંબુ નો રસ ભેળવો. અઠવાડિયા માં એક વાર જરૂર થી ટ્રાય કરજો. તેનાથી તમને ક્યારે પણ ટેનીન્ગ્ ની ફરિયાદ નહીં રહે.
Image by Ulrike Leone from Pixabay
દાડમ
શરીર માં લોહી ની કમી થતાં દાડમ ખાવાની સલાહ આપવામાં છે. પણ તમને કહી દઈએ કે ફક્ત દાડમ જ નહીં તેના છોતરાં પણ ખૂબસૂરતી વધારવામાં મદદ કરે છે. તેના છોતરાં માં ઘણા પ્રકાર ના પોષક તત્વો હોય છે. જે તમારી ડેડ સ્કીન ને હટાવી દે છે. અને તમારી સ્કીન ના phલેવલ ને જાળવી રાખે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે દાડમ ના છોતરાં ના ઉપયોગ થી સ્કીન ની રંગત વધે છે. જો તમે પણ તમારી સ્કીન ને ગોરું રાખવા માંગો છો તો દાડમ ના છોતરાં નો ઉપયોગ કરો.
Image by Steve Buissinne from Pixabay
કેળું
કેળું ઘણા પોષક તત્વો થી ભરપૂર હોય છે. તેમા ફાઇબર ના ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્ય માંટે ખૂબ જરુરી છે. આના સિવાય કેળા માં પોટેશિયમ અને magnesiumવધુ હોય છે. જે આપણી ત્વચા માંટે ખૂબ લાભદાયી છે. જો તમે પણ તમારી સ્કીન પણ ગ્લો લાવા માંગો છો તો કેળા ની છાલ નો ઉપયોગ કરો. તેનાથી આંખો ની નીચે થતાં ડાર્ક સર્કલ પણ ગાયબ થઈ જશે. સાથે જ તમારી સ્કીન પહેલા કરતાં વધુ સારી થઈ જશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team