Source: dailyhunt
દાદી તથા નાની ના નુસખા ખૂબ જ કમાલના હોય છે. અને આ વાતમાં કોઈ જ બે મત નથી મમ્મીના ઘરમાં કોઈપણ કામમાં અથવા તો ગમે તે રીતે ફસાઈ જવાય ત્યારે તેમને દાદી તથા નાની પોતાના બ્રહ્માસ્ત્ર જેવા નુસખાથી બચાવી લે છે, અને જો કોઈ ઘરમાં બીમાર થઈ જાય તો તેમની દેશી દવાથી તે બીમારીને તૈયારીમાં જ ભગાડી નાખે છે. તદુપરાંત રસોડામાં પણ કંઈક બનાવવું હોય તેમાં પણ તેમનું ગણિત સૌથી અલગ અને એકદમ અનોખું હોય છે.
એવા જ કંઈક દાદી અને નાની ના ઘરેલુ નુસખા અમે જણાવવા જઈ રહ્યા છીએ જેને રસોઈ બનાવતી વખતે ટાઈમ બચશે અને તેની સાથે જ ઘરથી જોડાયેલા કામમાં પણ ખૂબ જ આસાની રહેશે.
Source: blogspot
1. સૌપ્રથમ દરેક વસ્તુને સારી રીતે સમજો અને જ્યારે સમજમાં આવી જાય ત્યારબાદ જ કોઈપણ એક્સપરિમેન્ટ કરો.
Source: livehindustan
2. પેલું તો સાંભળ્યું જ હશે કે જલ્દી નું કામ શેતાન નું હોય છે તેથી જ જ્યારે પણ તમે ભોજન બનાવો ત્યારે બિલકુલ આરામથી ફ્રી થઈને જ બનાવો.
Source: simplyrecipes
3. જ્યારે તમે કોર્નસ્ટાર્ચના ધોળને સોસમાં નાખો ત્યારે એક વખતમાં માત્ર થોડું જ નાખો કારણ કે શાકભાજી ચડવા સુધી ગ્રેવી ખૂબ જ જાડી થઈ જશે તેની જાણ રહેતી નથી તેથી જ કોન સ્ટાર્ચ થોડોક જ નાખો.
Source: buzzfeed
4. ડુંગળી કાપતી વખતે જ્યારે આંખમાંથી આંસુ નીકળે છે અને તેની દુર્ગંધ હાથમાં રહી જાય છે, તેથી જ તમારા હાથને રસોડાના નળમાં રગડો તેનાથી દુર્ગંધ જતી રહેશે અને આંસુ પણ નહીં આવે. તે કેટલું કામ કરશે તેની માટે ટ્રાય કરીને જરૂરથી જુઓ.
Source: thedailymeal
5. જો તમે કોઈ નમકીન બનાવી રહ્યા છો ત્યારે તે થોડી ચડી જાય ત્યારે તેની ઉપર બટાકાની ચિપ્સ મૂકીને તેને થોડો સમય ચડવા દો તેનાથી તમારી વાનગી વધુ ક્રંચી અને ટેસ્ટી થઈ જશે.
Source: thecreativebite
6. નોનવેજ ડીસ બનાવવા માટે સૌથી પહેલા meat ને થોડું બ્રાઉન કરી લો ત્યારબાદ તેને ઓવનમાં મૂકો તેનાથી વાનગી વધુ ટેસ્ટી થઈ જશે.
Source: navyugsandesh
7. લોટ બાંધ્યા બાદ તેમાં થોડું તેલ લગાવીને તેને ફ્રિજમાં મૂકો તેનાથી લોટ નરમ રહેશે.
Source: wikimedia
8. જો તમે દૂધને કોઈ કારણે ફ્રીઝમાં મૂકી શકતા નથી તો તેને ગરમ કરતી વખતે એક ઈલાયચી તેમાં તોડીને નાખો ત્યારબાદ દૂધ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય.
Source: bachelorkitchenblog
9. જો તમારુ પ્રેશર કુકર બળી ગયું છે તો તેમાં પાણી ભરો અને આખા લીંબુનો અને તેને ટુકડા કરીને તેમાં નાખો ત્યારબાદ એક સીટી વગાડો આમ કરવાથી તમારું કુકર ચમકી જશે.
Source: top10bestpro
10. પાણીમાં થોડું મીઠું ઉમેરીને રસોડાની ટાઇલ્સ સાફ કરો અને પોતુ લગાવો તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને કીડા મકોડા પણ દૂર રહે છે.
Source: indianhealthyrecipes
11. દાળ, કઠોળ અથવા સુપ બનાવતી વખતે તેમાં અડધી ચમચી સિરકો અથવા તો લીંબુ નીચોવવાથી સ્વાદ ખૂબ જ સારો થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “દાદીમાંની આ 11 કિચન ટિપ્સ અપનાવશો તો રસોઈમાં તમારે કોઈની જરૂર પડશે નહીં”