દરેક વ્યક્તિની જેમ તમે પણ તે વિચારતા હશો કે હું એક સફળ અને કામયાબ માણસ બનું, તમારી પાસે ખુબ પૈસા અને સુખશાંતિ હોય પરંતુ તે ઈચ્છાઓથી નથી મળતું. જો તમારા કિસ્મતમાં હોય તો પણ જો તમારામાં આ પાંચ ટેવ છે તો તમે તમારી કિસ્મત તમારા હાથથી ખરાબ કરીને સફળતા થી દુર રહી શકો છો.
નીતિશાસ્ત્રોમા માણસના ઘણા ગુણ અને અવગુણોની ચર્ચા કરી છે અને જણાવવામાં આવ્યું છે કે જો વ્યક્તિ ધનવાન ઘરમાં પણ જન્મ લે, પરંતુ તેનામા આ ૫ ટેવ રહેલી હોય ત્યારે તે તેના ધનનો પોતેજ નાશ કરી નાખે છે અને જેનામાં આ પાંચ ટેવ ન હોય તે ગરીબ ઘરમાં જન્મીને પણ સફળતાની ઉંચાઈઓ ને સ્પર્શી શકે છે.
નીતિશાસ્ત્ર માં આળસને માણસનો સૌથી પહેલો દુશ્મન માનવામાં આવે છે. જે વ્યક્તિ કર્મ કરવાને બદલે પોતાના શરીરને આરામ આપે છે દેવી લક્ષ્મી તે વ્યક્તિની પાસે ક્યારેય આવતી નથી. જેમકે ગરીબ વ્યક્તિ પણ જ્યારે તેના શરીરને કર્મમાં લીન કરી દે છે ત્યારે તેની ગરીબી ઝડપથી દૂર થઈ જાય છે. ઉદાહરણ તરીકે સુદામાને જ લઈએ જો તે આળસના કારણે દ્વારિકા ન ગયા હોત તો તેની ગરીબી ક્યારેય દૂર ન થાત.
શાસ્ત્રોમાં મદિરાને મદ પ્રદાન કહેવામાં આવે છે એટલે કે જે બુદ્ધિ નો નાશ કરે અને મનમાં અહંકાર આપે છે તે મદિરા છે. મદિરા પાનમાં જે વ્યક્તિ ડૂબી જાય છે તે કેટલુ પણ કમાઈ લે તેની પ્રગતિ થતી નથી. આવા વ્યક્તિઓ તેમના પૂર્વજો દ્વારા સંચિત સંપત્તિ અને માન-સન્માનનો પણ નાશ કરી નાખે છે.
પરસ્ત્રી પુરુષ ગમન ને વિનાશનો માર્ગ બતાવ્યો છે. આવા વ્યક્તિઓ પૃથ્વી પર તેની બધી વસ્તુઓનો નાશ કરે છે. પરલોકમાં પણ તેને ઘણી યાતનાઓ સહન કરવી પડે છે. પૌરાણિક કથાઓમાં દેવી અહિલ્યાની કથા આવે છે જેમાં દેવરાજ ઇન્દ્ર અહલ્યાના અપહરણની વાત કરે છે. આ દુષ્કર્મને લીધે દેવરાજ ઇન્દ્રને પણ પોતાનું ઇન્દ્ર પદ ગુમાવવું પડ્યું અને એક ગરીબની જેમ ભટકવું પડ્યું. જ્યારે રાવણે દેવી સીતાનું અપહરણ કર્યું, ત્યારે તેની સંપત્તિ અને જીવનનો અંત આવી ગયો. આજે પણ આવી ઘણી ઘટનાઓ સામે આવે છે જેમાં અવિશ્વાસિત સંબંધોને લીધે વ્યકિતની સંપત્તિ અને જીવનનો નાશ થયો હોવાનું જણાવવામાં આવે છે.
દિવસ દરમિયાન સૂવાની ટેવ ને શાસ્ત્રમાં સંપતિનો નાશ કરનારું જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ ખૂબ વધારે સુવે છે કે દિવસના સમયે સુવે છે તેના પર દેવી લક્ષ્મી ની ક્યારેય કૃપા થતી નથી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં સમજાવ્યું છે કે તે ક્યારેય સફળ નથી થતા જે ખુબ સુવે છે કે ઓછુ સુવે છે.
જુગારને વિનાશનું કારણ માનવામાં આવે છે. તેનુ સૌથી મોટું ઉદાહરણ મહાભારત છે. જુગારને કારણે જ પાંડવોને તેનું રાજ્ય ગુમાવવું પડ્યું હતું. જ્યારે તમે કોઈપણ રીતનો સટ્ટો, લોટરી માં પૈસા લગાવો છો તો તે પણ એક પ્રકારનો જુગાર હોય છે અને તેનાથી પણ સંપતિનો નાશ થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team