લગ્ન આપણા જીવનનો સૌથી મજબૂત અને સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે લગ્ન પછી ખુશ રહે, તેમનું જીવન શાંતિ સાથે વિતે અને તે એક ઉતમ રોમેન્ટિક જીવનનો આનંદ માણી શકે. પરંતુ જોવા મળે છે કે ઘણા બધા યુગલોમાં લગ્ન પછી થોડા વર્ષો સુધી જ એકબીજા પ્રત્યે આકર્ષણ અને પ્રેમ જળવાઈ રહે છે. ત્યારબાદ લોકો તેના સંબંધોનો ભાર ઉઠાવતા જોવા મળે છે. ધ્યાન રાખો કે લગ્ન ફક્ત બે લોકોના નહીં, પરંતુ બે પરિવાર, સંસ્કૃતિઓ અને પરંપરાઓનું મિલન છે, તેથી ક્યારેક-ક્યારેક નાની-મોટી વાતો પર ચર્ચા થવી અને સંભળાવવું એ સામાન્ય વાત છે. જો તમારા પણ લગ્ન થઈ ચૂક્યા છે અથવા થવાના છે તો અમે તમને જણાવી રહ્યા છીએ 5 એવી ટિપ્સ જેને અપનાવીને તમે તમારા સંબંધને હંમેશા માટે મજબૂત બનાવી શકો છો. આ ટિપ્સને અજમાવ્યા પછી તમારા સંબંધો ક્યારેય પણ બગડશે નહીં અને સંબંધની તાજગી જળવાય રેહશે.
સબંધો વચ્ચે વાતચીત અંતર થવા ન દો:
તમારા પાર્ટનર સાથે હંમેશા વાતચીત કરતા રહો. તમે કેટલા પણ વ્યસ્ત હોય, તેમ છતાં તમારા જીવનસાથીની સાથે બેસીને વાત કરવા માટે ઓછામાં ઓછી એક કલાક દરરોજ કાઢો. તે દરમિયાન તમારા જીવનસાથી સાથે તેના દિવસ વિશે, સમસ્યાઓ અને જરૂરતો વિશે પૂછો અને તમારી લાગણીઓ શેર કરો. આ રીતે વાત કરવાથી તમે બીજાની લાગણીઓને સમજી શકો છો અને એક બીજાની કાળજી રાખી શકો છો. ઘર પરિવારની વાતો, સબંધીઓની વાતો વગેરે જે કંઈ પણ તમારા જીવનસાથી તમને જણાવે છે, તેને ધ્યાનથી સાંભળો, પછી ભલે તેમાં તમને રુચિ હોય નહિ. એકંદરે, સબંધોમાં વાતચીતનું અંતર રાખવું નહિ.
કંઈ ખોટું લાગે તો પ્રતિક્રિયા આપવાને બદલે વાત કરો:
લાંબા સંબંધમાં ક્યારેક-ક્યારેક નાની મોટી સમસ્યાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં જો તમને જીવનસાથીની કોઈ વાત ખરાબ લાગે છે કે ખોટું લાગે છે, ત્યારે તમે પ્રતિક્રિયા આપવાને બદલે તમારા જીવનસાથી સાથે શાંતિથી બેસીને વાત કરો. જો તમે તેવી વાતને તમારા મનમાં રાખીને બોલવામાં ડરશો, સંકોચ રાખશો અથવા ગુસ્સામાં બતાવશો નહીં, તો ધીમે ધીમે આ વાતો મનમાં ગાંઠની જેમ તમને પરેશાન કરશે. તેથી હંમેશા તમારા જીવનસાથી સાથે તમારી સમસ્યાઓ શેર કરો.
એકબીજાનું સમ્માન કરો:
કોઈપણ સંબંધ માટે જે સૌથી જરૂરી વસ્તુ છે, તે છે સમ્માન. જો તમે અને તમારા જીવનસાથી એકબીજાનું સમ્માન કરતા નથી, તો તેનાથી સબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. દરેક વ્યક્તિ સમ્માનનો ભૂખ્યો હોય છે. તમે તમારા પતિ અથવા પત્નીનું સન્માન કરો પછી ભલે તમે બંધ બારણે એકલા હોય અથવા લોકોની વચ્ચે. જો તમારા વચ્ચે સમ્માન જળવાય રેહશે તો સંબંધ પણ જળવાય રેહશે.
એકબીજા પર વિશ્વાસ કરતા શીખો:
સંબંધોમાં અણબનાવનું સૌથી મોટું કારણ વિશ્વાસ અને સંબંધોને જોડી રાખતું સૌથી મજબૂત બંધન વિશ્વાસ છે. તમારા જીવનસાથી પર કોઈ પણ કારણ વિના શંકા કરવી, તેના પર વિશ્વાસ ન કરવો, કોઈ ભૂલ થાય તો તેની વાત સાંભળવી નહીં, વગેરે એ ટેવ છે જે સંબંધોને બગાડે છે. જો તમે લાંબા સમય સુધી તમારા સંબંધોમાં પ્રેમ અને આદર જાળવવા માંગતા હોય, તો યાદ રાખો કે તમારે તમારા જીવનસાથી પર વિશ્વાસ રાખવો જ જોઇએ. તમે તમારા જીવનસાથી સાથે એક મિત્રની જેમ વર્તો.
ગુસ્સો કરવો નહિ:
ગુસ્સો સારામાં સારા સંબંધનો પાયો નબળો કરી દે છે. જો તમે ખૂબ જલ્દી ગુસ્સે થઈ જાવ છો, મુંઝવણમાં આવી જાવ છો અને સાચું અને ખરાબ કેહવા લાગો છો, તો ધ્યાન રાખો કે સફળ વૈજ્ઞાનિક જીવન માટે લગ્ન પછી તમારા ગુસ્સાને તમારે નિયંત્રિત રાખવો પડશે. શક્ય છે કે તમારા સાચા કારણથી ગુસ્સો આવ્યો હોય, પરંતુ તો પણ ગુસ્સાની પતિ પત્નીના સંબંધમાં કોઈ જગ્યા નથી. ગુસ્સો કરવાને બદલે હંમેશા સાથે બેસીને મામલો સુધારવાનો પ્રયત્ન કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team