જો તમારા વાળ વધુ ડ્રાય થતાં જાય છે તો તમારે પણ મારા જેમ વાળમાં આ ખાસ ‘હિના હેર માસ્ક’ લગાવવું જોઈએ.
વાળમાં મહેંદી લગાવવાનો રિવાજ ઘણો જૂનો છે. મહેંદી ફક્ત વાળનો રંગ જ નહીં પરંતુ મેંદીથી કન્ડિશનિંગ સારું થાય છે. જો કે, મહેંદી લગાવવાથી ઘણા લોકોના વાળ સુકાઈ જાય છે. પરંતુ, જો તમે મેંદીમાં કેટલીક વિશેષ ચીજો મિક્સ કરો અને તેને વાળમાં લગાડો તો તે વાળની ડ્રાયનેસ જ દૂર નહીં કરે પરંતુ તે તમારા વાળમાં શાઈન પણ ઉમેરશે.
મારા વાળ ખુબ ડ્રાય છે. મેં ઘણા વિકલ્પો અપનાવ્યા, પરંતુ મારા વાળ થોડા સમય માટે સારા રહે છે અને પછી ફરીથી ડ્રાય થઈ જાય છે. પરંતુ મારી દાદીએ મને ઘરેલું ઉપચાર વિશે કહ્યું, જે મારા વાળ માટે એક વરદાન સાબિત થયું. આજે હું તમને આ ઉપચાર જણાવીશ.
જો તમારા વાળ મારા જેવા ડ્રાય છે તો તમારે મહેંદીથી બનેલું આ ખાસ હેર પેક લગાવવું જ જોઇએ. ચાલો હું તમને જણાવુ કે આ હેર પેક કેવી રીતે બનાવી શકાય.
સામગ્રી
- 4 ચમચી હીના પાવડર
- 1 કપ નાળિયેર દૂધ
- 2 વિટામિન ઇ કેપ્સ્યુલ્સ
- 4 ચમચી ઓલિવ તેલ
વિધિ
- સૌ પ્રથમ તમારે નાળિયેર ના દૂધને થોડું ગરમ કરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે તમારે નાળિયેર દૂધને વધુ ગરમ નહીં પણ હૂંફાળુ ગરમ કરવું.
- તે પછી 4 ચમચી મેંદી પાવડર લેવો જોઈએ. તમને બજારમાં બીજા ઘણા મેહન્દી પાવડર મળી રહેશે. ઘણા બ્રાન્ડમાં કલર હિના પણ આવે છે. તે તમે ન લો. મેહન્દી એવી લેવી કે જે કાર્બનિક અને રાસાયણિક મુક્ત છે. મહેંદી તરીકે તમે જે હિના મહેંદી હાથ પર લગાવો છો તેને જ તમે વાળ માં પણ લગાવી શકો છો.
- તે પછી મેંદીમાં નાળિયેર નું દૂધ ઉમેરો. તેને સારી રીતે ફેંટી લો તેમા ગઠ્ઠા ન પડે તેની કાળજી લો. આ મિશ્રણમાં તમે ઓલિવ તેલ ઉમેરો. જો તમારી પાસે ઓલિવ તેલ નથી, તો તમે કેસ્ટ્રોલ ઓઇલ અથવા મસ્ટર્ડ ઓઇલ પણ ઉમેરી શકો છો, પરંતુ તે બેસ્ટ છે કે તમે તેમાં ઓલિવ તેલ ઉમેરો.
- આ મિશ્રણને 1 કલાક ઢાંકી ને રાખો. જેનાથી મહેંદી થોડી ફૂલી જશે. અને તે ડાર્ક પણ થઈ જશે. જો તમારે વાળમાં ચમક જોઈતી હોય તો 1 કલાક પછી મેહન્દી માં ચા ની ભૂકકી નું પાણી અને 2 કેપ્સૂલ વિટામિન e ની નાખો.
- આ મિશ્રણ ને તમે તમારા વાળ પર લગાવો. વાળના મૂળથી લઈ ને વાળની લંબાઈ સુધી આ હેર પેક લગાવો. જ્યારે આખા વાળ પર મેહન્દી લગાવી લો તો તે પછી અંબોળો વળી લો
- તમારે આ પેક ને વાળમાં 1 કલાક સુધી લગાવી રાખવો. તે પછી તમારા વાળને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઈ લો અને પછી વાળને સારા કન્ડિશનર વડે કન્ડિશન કરો.
- આ હેર પેકનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરો, તમારા વાળ ની ડ્રાયનેસ દૂર થઈ જશે. જેમ જેમ તમારા વાળ ની ડ્રાયનેસ દૂર થશે તેમ તેમ તમે દર 15 દિવસે આ હેરપેક લગાવી શકશો. થોડા સમય પછી તમારા વાળ ખૂબ જ સોફ્ટ થઈ જશે અને તમારે મહિનામાં માત્ર એક વાર આ હેરપેક લગાવો પડશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team