લગ્ન ની મોસમ શરૂ થતાની સાથેજ કોરોના ના કેસોમાં વધારો થવાનું જોખમ વધી રહયું છે. શિયાળામાં કોરોના થી મોટી તબાહી ની ચેતવણી નિષ્ણાંતો પહેલે થીજ આપી ચૂક્યા છે. લગ્ન પ્રસંગમાં મોટા પાયે ભીડને રોકવા માટે રાજ્ય સ્તરે સરકારે માર્ગ દર્શિકા જાહેર કરી છે. દિલ્લી, યુપી ના લગ્નનો માં ૧૦૦થી વધારે લોકોનો સમાવેશ થવાની અનુમતિ નથી. લગ્ન પ્રસંગમાં જાતીય રીતે કેટલીક વિશેષ સાવચેતીઓ રાખવાથી પણ કોરોના સંક્રમણ નો ભય ઓછો કરી શકાય છે.
Photo: PTI
Image Source
વેન્ટિલેશન ની સુવિધા: નિષ્ણાતો કહે છે કે બંધ જગ્યાઓમાં લગ્ન પ્રસંગના આયોજનથી કોરોના ફેલવાની સંભાવના વધારે રહે છે. આવી જગ્યા ઉપર વેન્ટિલેશન ની પૂરતી સુવિધા હોવી જોઈએ. આવા કાર્યકમ ખુલ્લી જગ્યાઓમાં કરવું વધારે સુરક્ષિત રહેશે.
ઊંચી કાર્યક્ષમતા પાર્ટીકયુલેટ હવા: લગ્ન હોલ સંચાલકોને પોતાની ત્યાં ‘ ઊંચી કાર્યક્ષમતા પાર્ટીકયુલેટ હવા ‘ ની સુવિધા આપવી જોઈએ. આ ટેકનિક ૯૯ ટકા હવાને ગાળીને વાયરસ ફેલવાના જોખમને ઓછું કરી શકે છે.
Photo: Reuters
Image Source
ખોરાકથી સાવચેત: જેમકે કોરોના સપાટી પર ધણા કલાક સુધી સક્રિય રહે છે, તેથી ખાવા પીવાની વસ્તુઓને લઈને સાવધાન રહો. સલાડ, ફળ , દહીં, કાચું પનીર કે કાચી શાકભાજી ખાવાથી બચો. કાચા ખોરાકને બદલે પાકેલું ભોજન ખાઓ. આ ઉપરાંત કેટરસે પણ સ્વાસ્થ્ય નું ખાસ ધ્યાન રાખવું.
Image Source
સપાટીને અડવાથી બચો: આયોજન સ્થળ પર કોઈપણ સપાટીને અડવાથી બચો. ત્યાં સુધી કે બાઉલ માંથી ભોજન કાઢવા માટે પણ સર્વિસ ચમચી ને નેપકીન કે ટિશ્યું પેપરની મદદથી પકડો. જમ્યા પહેલા અને પછી પણ હાથોને સારી રીતે ધોવા જોઈએ.
ફૂડ પેકેટ બોક્સ: કેટરિંગ સૌથી મુખ્ય વિભાગ છે. અહી વધારે સાવચેતી રાખવી જરૂરી છે. સેલ્ફ સર્વિસ કાઉન્ટર નો ઉપયોગ કરો. તમે ઇચ્છો તો જમવાના કાઉન્ટર ને બદલે મહેમાનોને પેકેટ ફૂડ બોક્સ પણ આપી શકો છો.
મહેમાનોની લીસ્ટ: લગ્ન પ્રસંગ પહેલા મહેમાનોની લીસ્ટ તૈયાર કરી લો. માત્ર તે લોકોને આમંત્રણ આપો જે ઘણા નજીકના છે. લગ્નના જુદા જુદા ફંકશનમા જુદા જુદા લોકોને આમંત્રિત કરો. આમ કરવાથી તમે વધારે લોકોને બોલાવી શકશો અને ભીડ પણ ભેગી નહિ થાય.
Photo: Reuters
સેનેટાઈઝર: પ્રવેશ ગેટ, જમવાનું ટેબલ કે બીજી જગ્યાઓ પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરાવો. માસ્ક વગરના લોકોને લગ્ન હોલમાં પ્રવેશ ન આપવો. સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરો અને લોકોથી થોડું અંતર બનાવી રાખો.
Photo: Reuters
આ સાવચેતીઓ રાખો: લગ્ન પ્રસંગમાં બીમાર વ્યક્તિને લઈને ન જવું. લગ્ન હોલમાં ઉધરસ આવતી હોય કે છિક આવતી હોય તેવા લોકોથી અંતર બનાવી રાખો. શક્ય હોય તો આવી જગ્યા પર બાળકો અને વૃદ્ધોને બિલકુલ લઈને ન જાઓ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team