શું વારંવાર બાળકોનું પેટ ખરાબ થઈ જાય છે, તો પરેશાન થવાને બદલે આ ઘરેલુ ઉપચારથી પેટની સારવાર કરો.

Image Source

નાના બાળકો નું પાચનતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત થયું હોતું નથી. તે કારણે હંમેશા તેને પાચન સંબંધી  સમસ્યા રહે છે. કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તેના પાચનને મજબૂત બનાવી શકાય છે.

માતૃત્વ તેમની સાથે ઘણા પડકારો અને ચિંતાઓ લઈને આવે છે. તેમાંથી એક બાળકોનું સ્વાસ્થ્ય પણ છે. માતાને હંમેશા તે સવાલ રહે છે કે શું આપણું બાળક ઠીક છે? ખાસકરીને માતા માટે નાના બાળકનુ સ્વાસ્થ્ય ચિંતાનો વિષય હોય છે. નાના બાળકો ઘણીવાર પેટના દુખાવા, અપચો જેવી સમસ્યાઓથી પીડાતા રહે છે. આજે અમે બધી માતા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું, જેને અજમાવીને તમારા બાળકની પાચન ક્રિયા મજબૂત બની જશે.

જો તમારું બાળક વારંવાર પેટના દુખાવા, કબજિયાત,  ઝાડા થી પરેશાન રહે છે, તો કદાચ તેની પાચન શક્તિ નબળી હોય છે. બાળકના પાચનતંત્રને મજબૂત બનાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો.

.

Image Source

ગરમ શેક કરો:

ગરમ શેકની મદદથી બાળકનું પેટ સંપૂર્ણ રીતે સારું થઈ જશે. તેનાથી બાળકને આરામ પણ મળશે. ગરમ શેક માટે એક વાસણમાં ગરમ પાણી અને એક નાનુ નરમ કપડું અથવા ટુવાલ લો.

કપડાને ગરમ પાણીમાં પલાળીને સારી રીતે નીચોવી લો. ઘ્યાન રાખો કે કપડામાંથી પાણીના ટીપા ન પડે. ભીના ગરમ કપડાને બાળકોના પેટ પર રાખો. ત્યારબાદ હળવા હાથથી દબાવો.

બે થી ત્રણ મિનિટ સુધી તેમ કરો. તમે આ રીતે એક દિવસમાં બે થી ત્રણ વખત કરી શકો છો. બાળકના પેટના દુખાવા અને પેટ સંબંધી અન્ય સમસ્યાઓના લક્ષણો ઓછા થઈ જશે.

Image Source

ઓડકાર અપાવવો:

માતાનું દૂધ પીતી વખતે અથવા બોટલમાં દૂધ પીતી વખતે બાળકો ઘણીબધી હવા પણ તેની અંદર લઈ લે છે. પેટમાં રહેલી હવાને કારણે બાળકના પેટમાં દુખાવો થવા લાગે છે.

તેનાથી બાળક ઘણુ અસ્વસ્થ અને પરેશાન થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે કે બાળકોને દૂધ પીવડાવ્યા પછી ઓડકાર  ખવડાવવો.

તેના માટે બાળકને તમારા ખોળામાં તે રીતે રાખો કે તેનુ માથું તમારા ખંભા પર રહે. એક હાથથી તેની પીઠને પકડો જ્યારે બીજા હાથથી તેની ડોકને ટેકો આપો. હળવા હાથથી પીઠ પર ઘસો. થોડા સમયમાં તેની જાતે ઓડકાર નીકળી આવશે.

સ્તનપાન કરાવો:

છ મહિના સુધીની ઉંમરના બાળકને ફકત અને ફકત માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ. આ ઉંમરના બાળકનું પાચન તંત્ર ખુબજ વધારે નબળું હોય છે. જો તેને બહારની વસ્તુ પીવડાવવામાં આવે, તો તેનાથી તેનું સ્વાસ્થ્ય બગડી શકે છે. માતાને તેજ સલાહ આપવામાં આવે છે કે તે બાળકને પોતાનું દૂધ પીવડાવવું.

માતાના દૂધથી જ બાળકને બધા જરૂરી પોષક તત્વો મળે છે. એટલું જ નહીં માતાનું દૂધ બાળકોના પેટ સંબંધી સમસ્યાઓથી પણ દૂર રાખે છે.

દહીં ખવડાવો :

દહીંમાં ઉતમ બેક્ટેરિયા અને પ્રો બાયોટિકસ હોય છે. તે પાચનતંત્ર માટે ઘણું ફાયદાકારક હોય છે. જો તમારા બાળકને ઉલ્ટી, ઝાડા અથવા કબજિયાતની સમસ્યા છે તો તેને દહીં આપો. દહીં આ બધી સમસ્યાઓનું એક સારવાર છે. જેમકે અહી બતાવવામાં આવે છે કે બાળકનું પાચનતંત્ર અત્યારે નબળું છે, તેથી તેને ઘાટુ દહીં ન પીવડાવવું.

તેના બદલે દહીંમાં થોડું પાણી નાખીને તેને પાતળુ કરી દો. આ દહીં બાળકને આપો. દિવસમાં ઘણીવાર આપી શકો છો. તેનાથી બાળકને આરામ મળશે. જો તમારું બાળક છ મહિનાથી નાનુ છે, તો તેને દહીં પીવડાવતા પહેલા ડોકટરની સલાહ લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અમે દરેક માહિતી ઇન્ટરનેટ ઉપેરથી એકત્રિત કરલે હોવાથી આપ ને વિનંતી છે કે આપ દરેક એ ઉપરોક્ત જણાવેલ કોઈ પણ ઉપાય કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ લેવી આવશ્યક છે 

Author : FaktGujarati Team

Leave a Comment