IAS અતહર આમિર અને ડોકટર મહરીન કાજી જડપથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેએ તેમની સગાઈની જાણકારી સોશિયલ મીડિયા પર આપી. IAS અતહર આમિર – ડોકટર મહરીન કાજીની મેહંદીની રસમની તસવીરો સામે આવી છે, જેમાં બંને ખૂબ સરસ લાગી રહ્યા છે. બંનેએ મહેંદીના ફંકશનમાં કેવા આઉટ ફીટ પહેર્યા ? તેના વિશે આ લેખમાં જાણીશું.
શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર IAS અતહર આમિર ખાન બીજીવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની જાણકારી IAS અતહર આમિર અને પરણિતના સગાઈના ફોટો શેર કર્યા છે. અતહર આમિરના લગ્ન જેની સાથે થવાના છે તેનું નામ ડોકટર મહરીન કાજી છે. સોશિયલ મીડિયા પર સગાઈની જાણકારી આપ્યા પછી બંનેને ઘણી શુભકામનાઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલના ફેન ફોલોવર્સ ઘણા સારા છે તેથી બંનેના ચાહકો કપલની તસવીરની રાહ જોઈ રહ્યા હતા જે સામે આવી ગઇ છે. બંનેના મેહંદી ફંકશનની કેટલીક તસવીરો સામે આવી છે. તેમણે મેહંદી ફંકશનમાં કેવા આઉટ ફીટ પહેર્યા હતા? તેના વિશે લેખમાં જાણીશું.
View this post on Instagram
ડોકટર મહરીને પહેર્યો ક્રીમ કલરનો લહેંગો –
ડોક્ટર મહરીન સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ સ્ટાઇલિશ ફોટા શેર કરતી રહે છે. તે વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. મહેંદી ફંકશનમાં ડૉ.મહરીને ફ્લોરલ પ્રિન્ટવાળો ક્રીમ રંગનો લહેંગો પહેર્યો હતો. લહેંગાને ગુલાબી દુપટ્ટા સાથે જોડી દેવામાં આવ્યો હતો, જેના પર ખૂબ સરસ ડિઝાઇન બનેલ છે. તેનો લુક ખૂબ સારો આવી રહ્યો હતો.
View this post on Instagram
IAS અતહરે કુર્તા પાયજામા પહેર્યા –
IAS આમિર અતહરની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. તે જે પણ ફોટા શેર કરે છે તે વાયરલ થાય છે. મહેંદી ફંકશનમાં અતહરે એકદમ સાદો લુક રાખ્યો હતો. સાદા લુકમાં તેણે કુર્તા પાયજામા સાથે જેકેટ પહેર્યું હતું. કુર્તા પાયજામા સફેદ રંગના હતા અને તેની સાથે ગોલ્ડન કલરનું ડિઝાઇનર જેકેટ પહેર્યું હતું. મેહંદી ફંકશનમાં IAS અતહર આમિર અને મહરીન કાજી બંને ઘણા સરસ લાગી રહ્યા હતા.
View this post on Instagram
ડોકટર મહરીન કાજી કોણ છે –
રિપોર્ટ મુજબ, મહરીન શ્રીનગરના લાલ બજારની રહેવાસી છે. ડો. મહરીન કાઝીની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તે MD મેડિસિન છે. તેમની પાસે ઇન્ટરનેશનલ મેડિસિનમાં યુકે લાયસન્સ અને બોર્ડ સર્ટિફિકેશન છે. તે હાલમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દિલ્હીમાં વૈજ્ઞાનિક અધિકારી છે. મહરીન કાઝી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણી બ્રાન્ડ્સને એડ પણ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2 લાખથી વધારે ફોલોવર્સ છે.
મહરીન પોતાની જાતને ‘ડ્રીમર’ એટલે કે સપના જોનાર અને ‘ અચીવર’ એટલે સિદ્ધિ મેળવનાર જણાવે છે. મહરીન મેડીસીનમાં એમડી છે. ડો. મહરીને પંજાબના ફરિદકોટ, દિલ્હીની આંબેડકર યુનિવર્સિટી સાથે યુકે અને જર્મનીમાંથી અભ્યાસ કર્યો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team