સોશીયલ મીડીયા પર એક કાગળનું પેજ વાયરલ થઇ રહ્યું છે. આ પેજમાં તે મા નો ઉલ્લેખ થયેલો જોવા મળે છે જે આજના જમાનાથી એકદમ અલગ છે. તે સ્માર્ટફોન નો ઉપયોગ નથી કરતી અને તેને સોશીયલ મીડિયાનું કઈ જ્ઞાન નથી. IAS અર્પિત વર્માએ આ પેજને ટ્વીટર પર શેર કર્યું હતું. ત્યારપછી તે વાયરલ થઈ ગયું. સમાચાર લખાય ત્યાં સુધીમાં તેમની આ પોસ્ટ ને 8000 થી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે 1100 થી વધારે એ રીટ્વીટ કરી.
❤️✌️ pic.twitter.com/f0RJGOxJhH
— Arpit Verma IAS (@arpit_verma13) May 16, 2022
વર્માએ તેને ટ્વીટર પર શેર કરતા લખ્યું,” આપણે તે છેલ્લી પેઢી છીએ જેની પાસે આવી માસૂમ મા છે. જેનું ના તો સોશિયલ મીડિયા ઉપર કોઈ એકાઉન્ટ છે, ના ફોટો, ના સેલ્ફી નો શોખ છે. તેઓને તે પણ નથી ખબર કે સ્માર્ટ ફોનનો લોક કેવી રીતે ખુલે. જેમને ના તો પોતાની જન્મતિથિ ની જાણ છે. તેઓએ ખૂબ જ ઓછી સુખ-સુવિધાઓ માં પોતાનું જીવન વિતાવ્યું છે, તે પણ કોઈ ફરિયાદ વગર. જી હા આપણે તે છેલ્લી પેઢી છીએ જેમની પાસે આવી માસૂમ મા છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team