હા મોજ હા અને ભાઈ-ભાઈ જો તમને આવા વાક્યો સંભળાય તો સમજવું કે એ કોઈ “ગુજરાતી” હશે. તો વાત કંઈક એમ છે કે, ગુજરાત મસ્તમજાનું રાજ્ય છે. એ બધા જાણે જ છે પણ ગુજરાતના અમુક એવા સત્ય છે જે ખબર નહીં હોય તો જાણીએ આજના આર્ટીકલમાં
ભારતમાં પશ્ચિમી તટ પર ગુજરાતનું સ્થાન આવેલું છે. ગુજરાત રાજ્ય બધાથી સમૃદ્ધ રાજ્ય છે. અહીં માણસોની લાઈફસ્ટાઇલથી લઈને તમામ શહેરી જીવનનો આનંદ અલગ છે. ગુજરાતમાં ખેતીનું પણ ખાસ્સું મહત્વ છે. આવી તો ગુજરાતની અનેક પ્રકારની જાણકારી છે. પણ હજુ જોઈએ વધુ આગળ.
ગુજરાતની એકબાજુ સફેદ રણ આવેલું છે. જ્યાં ફરવા જાવ તો એવું લાગે કે જાણે તમે ચાંદ પરની સફર માણવા આવ્યા હોય. બીજી બાજુ સમુદ્રતટ છે. દરિયાકિનારાના વિસ્તારોમાં છે ચારેબાજુ આસમાની રંગનું પાણી જે તમને એવો અહેસાસ આપે છે કે જાણે આકાશની અંદર સફર કરવા આવ્યા હોય. એથી વિશેષ ગુજરાત ધાર્મિક સ્થળોમાં બહુ આગળ પડતું સ્થાન ધરાવે છે. અહીં ભગવાન કૃષ્ણનું મંદિર છે, ગાંધીનું જન્મસ્થળ છે. તો વિવિધ પ્રકારની સંસ્કૃતિનો સમન્વય પણ ગુજરાતમાં જોવા મળે છે. જો ટ્રેડીશનલ ફેસ્ટીવલ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના ગરબા માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ આખી દુનિયામાં જાણીતા છે. નવરાત્રી દરમિયાન રમતા ગરબાથી ગુજરાતને અતિમહત્વ મળે છે. આ એક એવી રીત છે જે ગુજરાતને બહારના દેશોમાં પણ ચમકાવે છે.
અહીંથી આગળ વધીને ગુજરાતની નવી માહિતી જાણીએ તો – અમુક એવી વસ્તુઓ છે જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. આમ તો ગુજરાતનો ઈતિહાસ ૨૦૦૦ વર્ષથી પણ જૂનો છે એટલે નામના હોય એ સ્વાભાવિક વાત છે એટલે તો વિદેશી લોકો માટે પણ ફરવાનું સ્થળ બની જાય તેવું ગુજરાત ઘણું લોકપ્રિય છે. જેનું કારણ એ છે કે ગુજરાતના અમુક નાના શહેરો દરિયાકિનારે વસેલા છે, જે અતિ સુંદર એવા લોકેશન આપે છે એટલે અહીં ફરવાની મજા બહુ નિરાળી છે.
ઔદ્યોગિક રીતે ગુજરાતની વાત કરીએ તો સૌથી સમૃદ્ધ એવું રાજ્ય ગુજરાત જ છે. અહીં લોખંડનો ઉદ્યોગ તેમજ મશીનરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સારો એવો વિકાશશીલ છે. અમુક બહારના દેશોમાં પણ ગુજરાતમાં બનેલ ચીજ-વસ્તુઓને મોકલવામાં આવે છે. એક વાત એવી છે જે ખાસ જાણવા જેવી છે. ગુજરાતમાં આવેલ સુરત શહેર એટલું વિકસિત છે કે બેંગલુરુ અને ચીન કરતા પણ આગળ છે.
તેમજ સમગ્ર ગુજરાતમાં ૨૮ થી વધારે આદિવાસી જાતિઓ પણ રહે છે. જે અલગ-અલગ રીતભાતો એને રીવાજોથી ગુજરાત સાથે જોડાયેલ છે. એટલું જ નહીં ગુજરાતમાં થતા લગ્ન અને સેરીમની ફંક્શન પણ વિદેશોમાં પ્રખ્યાત છે. જેના કારણે વિદેશીઓ માટે ગુજરાત બહુ આકર્ષણ જગાડતું રાજ્ય છે.
આટલી વિશેષતાઓથી વધુ સ્પેશીયલ ઘણી વાતો છે જે ગુજરાતને ખાસ બનાવે છે. એમાં હાલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” એક ઉદારહણ છે, ગુજરાત રાજ્ય બધા કરતા કિંગ છે એવું સાબિત કરે છે. અને આપણા ગુજરાતની જેમ અમારા ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલતા નહીં.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel