ઉત્તરપ્રદેશનો એક યુવક કે જેણે નાનપણથી સપનું જોયું હતું કે તે મોટો થઈને સૈનિક બનશે. પરંતુ 6 મહિના કોમમાં રહેવાને કારણે તેનું આ સપનું પુરુ ન થયું. ગાજિયાબાદનો રહેવાસી ચેતન ચૌધરીની નાનપણથી ઈચ્છા હતી કે તે આર્મીમાં જોડાય અને દેશની રક્ષા કરે. તેણે 10માં અને 12માં ધોરણમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જેથી કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પણ તેમને સન્માનીત કર્યા હતા
ચેતન વર્ષ 2014ની સાલમાં 12મિં પાસ કરીને ઓફિસસર્ ટ્રેનિંગ એકડમીમાં સીલેક્ટ થયો હતો. જ્યા દેશ ભરમાંથી માત્ર સાત લોકોને સિલેક્ટ કરવામાં આવી છે. તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા હતા. અને તેજ સમયે એક એવી ઘટના બની કે તેઓ 6 મહિના સુધી કોમામં જતા રહ્યા. અને જ્યારે તેઓ 6 મહિના બાધ ભાનમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમને એકડમી માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. અને આર્મીમાં જોડાવાનું તેમનુ સપનું તૂટી ગયું હતું.
મીડિયા દ્વારા જ્યારે ચેતન સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે એવું કહ્યું કે મને વધારે કશુંજ યાદ નથી. પરંતુ બોક્સિંગની પ્રેકટીસ કરતી વખતે તેમના માથા પર તેમને વાગ્યું હતું. ત્યારબાદ શું થયું તેમને ખ્યાલ ન હતો. સાથેજ ચેતને કહ્યું કે જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હું વ્હીલ ચેર પર હતો. અને મને ખ્યાલજ નહોતો આવી રહ્યો કે શું થઈ રહ્યું છે. ત્યારે તેમના પિતાએ તેમને સમગ્ર હકીકત જણાવી હતી. સાથેજ મીડિયા સામે તેમણે એવું પણ કહ્યું કે જે જગ્યાએ જવા માટે લોકો આખી જીંદગી મહેનત કરતા હોય છે. તે જગ્યાએ હુ ગયો તેમ છતા ત્યાથી કશુંજ મેળવી ન શક્યો.
મહત્વનું છે કે ચેતનના માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. જેના કારણે તેને બ્રેન હેમરેજ થઈ ગયું હતું. અને લગભગ દોઢ વર્ષ સુધી તે હોસ્પિટલમાંજ રહ્યો હતો. સાથેજ તેમની યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હતી. અને તેમને 100 ટકા ડિસેબલ ડિકલેર કરવામાં આવ્યા હતા. આજે પણ તેમના હાથ પગ યોગ્ય રીતે કામ નથી કરતા અને સાથેજ તેઓ વસ્તુઓ પણ ઉઠાવી નથી શકતા.
તેમના માથા પર થેયલી ઈંજાને કારણે તેઓ આગળ અભ્યાસ પણ ન કરી શક્યા. જોકે હાલ તો તેમની યાદશક્તિ પુરી રીતે સારી થઈ ગઈ છે. અને ધીમે ધીમે તેમને તમામ વાતો યાદ આવવા લાગી છે. અને હવે તે દિલ્હીમાં રહીને યુપીએસસની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. અને તેમને પોતાના પર પૂરો ભરોસો છે. કે એક દિવસ તે યુપીએસસીની પરીક્ષા પાસ કરશે. પરંતુ આજે પણ તેમને આ સીસ્ટમ પ્રત્યે નારાજગી છે. કારણકે આ સીસ્ટમને કારણે તેમના બધાજ સપનાઓ અધૂરા રહી ગયા છે.
ચેતનનું કહેવું છે કે જો એક વાર તમે કોઈ જોબ માટે સીલેક્ટ થઈ ગા છો તો પછી તમે બીજી નોકરી માટે શા માટે અપ્લાય કરો છો. પરંતુ સાથેજ તેનું કહેવુ છે કે મારી જે જુની જોબ હતી તેને અનુલક્ષીને સરકાર તેમને બીજી નોકરી આપી શકે છે. અને આ રીતની સુવિધા સરકારે બનાવી જોઈએ કારણકે તેમનનું માનવું છે કે તેઓ જ્યારે તાલીમ લઈ રહ્યા હતા તે સમયે તેમને ઈજા પહોચી હતી. જેથી સરકાર પ્રત્યે તેમને થોડી મદદ મળી રહે તેવી તેમની આશા છે.
આ ઉપરાંત તેમનું કહેવું છે કે ગ્રુપ સી અને ગ્રુપ ડીની સર્વીસ માટે આરક્ષણ મળે છે. પરંતુ તેમણે એવા સવાલો કર્યા છે કે તેઓ ગ્રુપ એ ની સર્વીસ અર્થે સિલેક્ટ થયા હતા તો પછી તેઓ ગ્રુપ સી માટે શા માટે અપ્લાય કરે. જોકે મહત્વની એક બાબત એ પણ છે કે તેમને ન તો કોઈ મેડિકલ સપોર્ટ મળ્યો છે કે ન તો તેમના પરિવારને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી છે.
તેમને પેન્શનના નામે અમુક રકમ આપવામાં આવે છે પરંતુ તે ખુબજ ઓછી છે તેવું તેમનું કહેવું છે. આ મામસલે 2015માં એક કમીટીની રચના કરવામાં આવી હતી. જેમા એવો નિર્ણય લેવામાં આવ્યો કે એક્સ ગ્રેશિયાનું નામ બદલીને ડિસેબીલીટી પેંશન રાખવામાં આવે. ત્યારબાદ તેના દસ્તાવેજો સર્વિસ હેડક્વાર્ટર મોકલવામાં આવ્યા. જ્યાથી તેમણે તે દસ્તાવેજોને લીલી ઝંડી આપી હતી.
ઉલ્લેખનિય છે કે ચેતનને દર મહિને જે સારવાર આપવામાં આવે છે તે સારવાર પાછળ 45 હજાર રૂપિયા જેટલો ખર્ચ થા. છે. અને તેમને રેગ્યુંલર રીતે ફિજિયોથેરેપીની જરૂર છે. સાથેજ તેમને દરેક ફિજિયોથેરાપી માટે અલગ અલગ હોસ્પિટલોમાં પણ જવું પડે છે. પરંતુ સરકાર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નતી આવતી. પરંતુ ચેતનનું કહેવું છે કે તેમનો પરિવાર તેની સાથે છે જેના કારણે આજે તેઓ તેમની વચ્ચે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “તાલીમ લેતા સમયે માથામાં ઈજા પહોચી…6 મહિના કોમામાં રહ્યો.. તેમ છતા સૈનિક ન બની શક્યો..વાંચો એક યુવકની દર્દનીય આપવીતી”