બેડરૂમમાં પતિ પત્ની જો આ દિશામાં માથું રાખીને સૂઈ જશે તો મળશે સકારાત્મક ઉર્જા

Image Source

ઘણા બધા લોકોમાં જોવા મળે છે કે જ્યારે તેમના લગ્ન થાય છે ત્યારે શરૂઆતમાં બધું જ બરાબર ચાલતું હોય છે પરંતુ થોડા સમય પછી જ તેઓમાં ઝઘડા થવાના શરૂ થઈ જાય છે. અને તેમના અંદર મન મોટાવ પણ થવા લાગે છે. અને ખૂબ જ ઝઘડા થવાનું એક કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે. અને તેને દૂર કરવા માટે દરેક પતિ પત્નીએ પોતાના બેડરૂમમાં કઈ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ તેની ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે ખોટી દિશામાં માથું રાખીને સૂઈ જવાથી વ્યક્તિને ખૂબ જ નુકસાન થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુખી જીવન જીવવા માટે પોતાની ઊંઘ અને ઘરમાં સૂઈ જવાની દિશા યોગ્ય રીતે રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારા સંબંધો પર તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે અને તેનાથી જ પરિવારના લોકોને પણ ખૂબ જ પરેશાની નો સામનો કરવો પડે છે.

Image Source

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ તરફ માથું અને ઉત્તર તરફ પગ રાખીને સૂઈ જવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી નથી જે લોકો સાત જન્મ સુધી એકબીજાને મેળવવા માંગે છે તેમના માટે પોતાના બેડરૂમની ઉત્તર પશ્ચિમ દિશા હોવી જોઈએ.

જો તમે ઘરના મોટા વ્યક્તિ છો તો ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં પત્નીની સાથે રહો છો તો તમારે કામ સહિત દરેક સંબંધમાં લાભ જોવા મળશે. પતિ-પત્નીના સંબંધમાં ઊભી થતી ખટાશ દૂર કરવા માટે બેડરૂમ ના દિવાલ નો રંગ હલકો અને શાંત હોવો જોઈએ. તેની સાથે જ રૂમમાં તાજા ફુલ પણ મુકવા જોઈએ.

Image Source

અત્યારના આધુનિક સમયમાં લોકો ધાતુ અથવા બીજી બધી ધાતુઓથી બનેલ આધુનિક બેડનો ઉપયોગ કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીએ હંમેશા લાકડામાંથી બનેલા પલંગ ઉપર જ સુઈ જવું જોઈએ. તે નકારાત્મક ઉર્જાઓથી આપણી રક્ષા કરે છે. જો તમે સુખી અને વૈવાહિક જીવન જીવવા માંગો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીને પથારીની ડાબી બાજુ અને પતિએ પથારીની જમણી બાજુ સૂઈ જવું જોઈએ. તે તમારા સંબંધને ખૂબ જ મધુર બનાવશે.

બેડરૂમને રોયલ બનાવવા માટે લોકો ઘણા બધા પ્રકારના તકિયા અને ચાદરનો ઉપયોગ કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં વધુ તકિયા, ગાલીચા મુકવા જોઈએ નહીં. અંક જ્યોતિષ અનુસાર તે સંબંધમાં ઉતાર ચઢાવ લાવી શકે છે.

સુતા પહેલા દંપતીએ પોતાના બેડરૂમના તકીયા પાસે કપૂર સળગાવીને સુઈ જવું જોઈએ. તે તમારી દરેક નકારાત્મકતાને દૂર કરશે, અને તમારા સંબંધને મધુર બનાવશે. જો પતિ-પત્ની ઘરનો માહોલ ખુશનુંમાં રાખવામાં માંગે છે તો તમે જરૂરથી તમારા બેડરૂમમાં સફેદ બતકના જોડા ની તસ્વીર લગાવો તેનાથી બેડરૂમમાં સકારાત્મકતા આવશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “બેડરૂમમાં પતિ પત્ની જો આ દિશામાં માથું રાખીને સૂઈ જશે તો મળશે સકારાત્મક ઉર્જા”

Leave a Comment