રીતિક રોશનની માતા પિંકી રોશન પોતે પણ ફિટનેસ પ્રભાવક છે અને તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિટનેસ સંબંધિત વિવિધ વીડિયો શેર કરતી રહે છે.
રિતિક રોશન બોલિવૂડના એવા સ્ટાર્સમાંથી એક છે જે પોતાની ફિટનેસ માટે જાણીતા b. રીતિકના લુકના તો મોટાભાગે વખાણ થાય જ છે, પરંતુ રોશન પરિવારમાં માત્ર રીતિક જ નથી જે ફિટનેસનો શોખ ધરાવે છે. રીતિકની માતા પિંકી રોશનની ઉંમર 67 વર્ષની છે અને તે પણ ફિટનેસને લઈને ઘણી સભાન છે. પિંકી રોશન વિશે એવું કહી શકાય કે તે જાણે છે કે 60થી પછીનું જીવન કેવી રીતે જીવવું.
પિંકી રોશન આ ઉંમરે પણ પોતાના શરીરનું ધ્યાન રાખે છે અને એટલું જ નહીં, તે લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કસરત અને ફિટનેસના વીડિયો પણ શેર કરતી રહે છે. આજે અમે તમારા માટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક કસરતો લાવ્યા છીએ જે વધતી ઉંમરમાં તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
View this post on Instagram
1. સ્પાઈન સ્ટ્રેચ
પિંકી રોશને સ્ટ્રેચિંગ પોઝિશન વિશે એક સરળ કસરત જણાવી છે. જે કરોડરજ્જુ માટે કાર્ય કરે છે. હા, પિંકી જી ઘણા સમયથી આ બધું કરે છે તેથી તે એક વારમાં આ કરી લે છે, પરંતુ જો તમે કસરત ન કરતા હોય તો ધ્યાન રાખવું છે તમારે તેને ધીમે ધીમે કરવું.
શું કરવું?
- તમારા હાથમાં કોઈ પાણીની બોટલ કે પિંકી જી જેવા ડમ્બેલ્સ લો.
- હવે તમારી ગરદન નીચે ઝુકાવો.
- હવે તમારા હિપ્સને બહારની તરફ કાઢો અને ઘૂંટણને વાળ્યા વગર પીઠને નીચેની તરફ ઝુકાવી તમારા પંજાને અડવાનો પ્રયત્ન કરો.
- બની શકે કે તમારાથી પહેલી વાર ન થઈ શકે, પરંતુ ધીમે-ધીમે પ્રેક્ટિસ કરવાથી તમારાથી થઈ જશે.
- યોગ્ય રીતે સમજવા માટે Instagram પોસ્ટનો વિડિયો જુઓ.
View this post on Instagram
2. ફોલ્ડ પુશ અપ્સ
પિંકી રોશન જે રીતે પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે, તેનાથી તે કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓને મેનેજ કરી શકે છે, પરંતુ સૌથી મહત્વની વાત અહી એ છે કે પિંકી વધુ પડતી હાર્ડ કસરત કરવાનું વિચારતી નથી. ઘણા લોકોને પુશ અપ્સ કરવા માટે મહેનત લાગે છે અને ફોલ્ડેડ પુશ અપ્સ તે કરવા માટે એક સરળ રીત હોઈ શકે છે.
શું કરવું?
- તમારા ઘુંટણને વાળીને અને નીચેના પગને ઉપર ઊંચા કરો.
- ત્યારબાદ પુશ અપની પોઝીશન માં આવો.
- તમે તમારી આગળ કોઈ એક્સરસાઇઝ બોલ કે સ્ટેન્ડ રાખી શકો છો.
- તેની મદદથી પુશ અપ કરવાનો પ્રયત્ન કરો.
- તે તમારા માટે વધુ સરળતાથી કરવામાં આવતી કસરત હશે.
- પિંકી રોશને આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આગળ પણ ઘણી કસરતો જણાવી છે.
View this post on Instagram
3. બેલેન્સિંગ એક્સરસાઇઝ
આ ઉંમરે લોકોને એવું લાગે છે કે ચાલતી વખતે તેમનું સંતુલન બગડી રહ્યું છે. આવી સ્થિતિમાં બેલેન્સિંગ એક્સરસાઇઝ ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. પિંકી રોશને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બેલેન્સિંગ એક્સરસાઇઝ સંબંધિત વીડિયો પણ શેર કર્યા છે.
શું કરવું?
- બંને પગ વચ્ચે ખભાને સમાંતર અંતર રાખીને ઉભા રહો.
- હવે બંને હાથની છાતી સામે નમસ્તે ની સ્થિતિમાં રાખો.
- ત્યારબાદ એક પગને 90 ડિગ્રીના ખૂણે ઊંચો કરો.
- હવે તે જ પગને વાળીને બાજુની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો.
- પહેલી વારમાં આ કસરત નહીં થાય પરંતુ પ્રયત્ન કરો.
- એવું પણ બને કે તેને યોગ્ય રીતે કરવા માટે તમને ઘણા દિવસો લાગે પરંતુ હિંમત હારશો નહીં.
ઉંમરના આ તબક્કામાં ઘણાં પ્રકારની બીમારીઓ ઘેરી લે છે અને શારીરિક સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં જો તમને યોગ્ય લાગે તો પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો અને પછી કસરત વિશે જાણવું. ફિઝિયોથેરાપિસ્ટ પણ તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team