ઘણીવાર એવું જોવા મળે છે કે સ્ત્રીઓને ઘર, બાળકો અને ઓફિસની જવાબદારીઓને લીધે મજબુર થઈને તેને પોતાનો અભ્યાસ કે પોતાની કારકિર્દી છોડવી પડે છે, જે ઘણો મુશ્કેલીભર્યો નિર્ણય હોય છે. મિત્રો, જો તમારે કોઈ કારણસર તમારી નોકરીને અલવિદા કહેવુ પડે તો નિરાશ થઈને ઘરે બેસવાની જરૂર નથી કારણકે તમે ઘરે રહીને પણ પોતાને આગળ વધારી શકો છો.
આજે અમે તમને જણાવીશું કે ઘરે રહીને પણ તમે પૈસા કઈ રીતે કમાઈ શકો છો અને તમારી કારકિર્દી બનાવી શકો છો.
ફ્રિલાન્સ બ્લોગર:
જીહા, જો તમને લખવું અને વાંચવું પસંદ હોય તો તમે ફ્રિલાન્સ રાઇટર કે ફ્રિલાન્સ બ્લોગર બની શકો છો. તમે ઈચ્છો તો તમારી વેબસાઇટ બનાવીને બ્લોગિંગ શરૂ કરી તમે પૈસા કમાઇ શકો છો. તમે ફ્રિલાન્સ બ્લોગર બની કે રાઈટર બની કોઈ નવી એજન્સી કે મેગેઝિન માટે પણ લખી શકો છો. તે પણ ઘરે બેઠા.
ઈમેજ ડિઝાઇનિંગ:
આજના ઓનલાઇનના સમયમાં જો તમે પૈસા કમાવવાની ઇચ્છા રાખો છો તો અને તમારામાં ઈમેજીનેશનની આવડત છે સાથે તમને ડિઝાઇનિંગનું સાચું જ્ઞાન છે તો તમે ઘરે બેઠા પૈસા કમાઇ શકો છો. ઈમેજ ડિઝાઇન કરી તમે ગ્રાફિક ડિઝાઇનર બનીને ઘરે બેઠા સરળતાથી પૈસા કમાઇ શકો છો. સારી વાત એ છે કે આમ તો ઘણા બધા ફ્રી ઓનલાઇન ટૂલ હોય છે પરંતુ Canva ની મદદથી તમે સરળતાથી ક્રિએટિવ ઈમેજીસ બનાવી શકો છો અને એક સારા ઇમેજ ડિઝાઈનર તરીકે તમારી કારકિર્દી બનાવી શકો છો.
કેક બેકર:
મોટાભાગની સ્ત્રીઓમાં ભોજન બનાવવું એ એક શોખ હોય છે. જો તમે પણ તેમાંના એક છો તો તમારા આ શોખ દ્વારા પણ પૈસા કમાઈ શકો છો. જો તમને કૂકીંગનો શોખ છે તો તમે જુદી જુદી કેક બનાવીને પછી તેને વેચી શકો છો. થીમ આધારિત કેક બનાવીને તમે ઘણા પૈસા કમાઇ શકો છો. તે તમારા પર આધાર છે કે જો તમે ઈચ્છો તો ઘરે કુકિંગ ક્લાસ પણ લઈ શકો છો અને પૈસા કમાઇ શકો છો.
તમે કોપી રાઈટર પણ બની શકો છો:
કોપી રાઇટર બનીને તમે ઘણા બધા પૈસા ઘરે બેસીને કમાઈ શકો છો. તેના માટે તમને જાહેરાતની ઊંડી સમજ અને શબ્દોનો સાચો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ જોબની મદદથી તમે કોપી રાઇટીંગનું કામ કરી શકો છો.
જ્વેલરી મેકર:
તમે ઘરે બેઠા જ્વેલરી ડિઝાઇન પણ કરી શકો છો. સારી વાત એ છે કે જો તમને આ ન આવડતું હોય તેમ છતાં પણ શીખીને તમે તેની શરૂઆત કરી શકો છો અને તે પણ થોડા જ દિવસોમાં.
તમારે ફક્ત સારી ડિઝાઈન બનાવીને તે પ્રમાણે જ્વેલરી બનાવવા માટેનો સામાન લાવવો પડશે અને તમે સરળતાથી તમારો જ્વેલરી મેકિંગ અને સેલિંગ બિઝનેસ શરૂ કરી શકો છો. તમે ઈચ્છો તો ભવિષ્યમાં જ્વેલરી મેકિંગ ક્લાસીસ અને વર્કશોપ કરીને પણ પૈસા કમાઇ શકો છો. ઓનલાઇન તમને ઘણા આઈડિયાઝ મળી જશે જેની મદદથી તમે એક સારા જ્વેલરી મેકર બનીને સમાજમાં પોતાનું નામ અને પૈસા બંને કમાઇ શકો છો.
ક્રાફ્ટ મેકિંગ:
પેપર ડેકોરેટિવ પીસ, ક્રાફ્ટસ, પેઇન્ટિંગ બનાવીને તમે પોતાના ઘરેથી હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ ચાલુ કરી પૈસા કમાઇ શકો છો. ઘરે કુશન કવર, ડેકોરેટિવ પીસ, પેઇન્ટિંગ બનાવીને તમે તેને વેચી શકો છો. ધીમે ધીમે તમે તમારા ક્રાફ્ટના બિઝનેસને વધારવા માટે ઈ કોમર્સ પોર્ટલ શરૂ કરી પૈસા કમાઇ શકો છો.
ઉપરોક્ત આપેલ માથી આપ કોઈ પણ પસંદ કરી શકો છો અને વધુ માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરી ને આપ ચાલુ કરો શકો છો.
આ રીતે ઘરે રહીને સ્ત્રીઓ પોતાને આગળ વધારી શકે છે અને કોઈપણ પ્રકારની નકારાત્મકતાથી દૂર રહી શકે છે, સાથે સાથે પોતાનું ઘર, નોકરી અને કારકિર્દી બનાવીને પૈસા કમાઈ શકે છે. મિત્રો આ રીતે તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ મેળવી શકો છો અને તમારું અસ્તિત્વ ઘરે બેઠા પણ કાયમી જાળવી શકો છો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team