ડુંગળી નો રસ એંટિ હેર ફોલ રૂપ માં ઘણો ફાયદાકારક છે. ખરતા વાળ ને અટકવા માટે ડુંગળી ના રસ નો ઉપયોગ વર્ષો થી થાય છે. વાળ ની સમસ્યા માટે ઘરેલુ નુસકા ખૂબ જ કારગર ગણાય છે.
ડુંગળી ના રસ માં મુખ્ય તત્વ સલ્ફર હોય છે. જે વાળ ના વિકાસ માં મદદ કરે છે. ડુંગળી નો રસ વિટામિન c, ફોલેટ,વિટામિન b6 જેવા પોષક તત્વ પ્રદાન કરે છે. વાળ માટે ડુંગળી નો રસ આસાની થી મળી રહે તેવો ઘરેલુ ઉપચાર છે. વાળ અને ખોપડી પર ડુંગળી નો રસ લગાવા થી તેમા લોહી નું પરિભ્રમણ થાય છે. ડુંગળી નો રસ વાળ ને સફેદ થતાં બચાવે છે.
ડુંગળી નો રસ કેવી રીતે બનાવવો
ડુંગળી ને છોલી ને તેને mixer માં પીસી લો. એક મલમલ ના કપડામાં લઈ તેને ચાળી લો. એક સાફ કંટેનર માં તેને ભરી લો.
આ વાત નું ધ્યાન રાખવું,
જેને ડુંગળી ના રસ ની એલર્જિ હોય તેમણે ખોપડી પર આ રસ લગાવો નહીં
ડુંગળી ના રસ થી વાળ માં બળતરા થઈ શકે છે તો તેને મધ અથવા તો નારિયેળ તેલ માં મિક્સ કરી ને વાપરવું.
ડુંગળી ના રસ નો માસ્ક બનાવો.
બે ચમચી ડુંગળી નો રસ લઈ તેમ 1 ચમચી મધ ઉમેરો. તમારા વાળ ને ધોયા પહેલા આ માસ્ક ને 15-20 મિનિટ સુધી રાખી મૂકવું. અને પછી વાળ ધોઈ નાખવા. આમ કરવાથી વાળ વધશે. અને વાળ ચમકીલા અને સોફ્ટ થશે.
ડુંગળી નો રસ કેસ્ટ્રોલ સાથે મિક્સ કરી ને લઈ શકાય.
કેસ્ટ્રોલ અને ડુંગળી નો રસ સમાન માત્રા માં ઉમેરો. નાહવા ની પહેલા તેને વાળ માં લગાવી લો. આ બંને જ સામગ્રી થી વાળ નો ગ્રોથ વધે છે. તેમ એંટિ માઇક્રોબિયલ ગુણ પણ હોય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team