શું આપના જીવનમાં પણ એવું થઇ રહ્યું છે કે લોકો તમને કહે છે કે તમે ક્યારેય સફળ નહીં થાઓ? અથવા તમને સફળ થશો કે નહીં એવો વિશ્વાસ નથી આવતો? તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનો ભૂલશો નહીં.
ઘણા લોકોની આ જ સમસ્યા હોય છે કે તેને સફળ થવાના વિચાર આવતા હોય છે અથવા તો નકારત્મક વિચારો એટલા બધા આવે છે કે કોઈ સારું કામ થઇ શકતું નથી. રોજ એ માણસ દુઃખી થઈને ફરતા રહે છે અને અંતે કિસ્મતને દોષ દેતા હોય છે. એટલે સૌથી પહેલા આ નકારાત્મક ઉર્જાને દૂર કરવી જરૂરી છે. નકારાત્મક ઉર્જાને સકારત્મક બનાવવી જરૂરી બની છે જો તમે પણ જીવનની મુશ્કેલીઓમાંથી બહાર આવવા ઈચ્છતા હોય તો…
તો તમામ દુઃખ – દર્દને સૌથી પહેલા ભૂલી જાઓ અને આ આર્ટિકલની માહિતીને કાયમી માટે યાદ રાખી લો. અહીં નકારાત્મકતાને સકારત્મકતામાં કેવી રીતે બદલી શકાય એ ચાવી જણાવવામાં આવી છે. તો જોઈએ વધુ વિગત આગળ…
નકારાત્મકને કાયમી માટે દૂર કરવા માટે પહેલા એક કહાની વાંચો પછી કહાનીના સારમાં આખી વાત કરીએ :
અદ્દભુત કહાની : દેડકાની દોડ
એકવાર જંગલમાં અમુક દેડકાઓ રહેતા હતા અને એ બધા સાથે મળીને ચર્ચા કરવા માટે ભેગા થયા. દેડકાઓમાં પહેલેથી જ સંપ ન હતો એટલે બીજા જાનવરોએ તેના મનોરંજન માટે દેડકાઓને ભેગા કરીને તેના વચ્ચે દોડ કરવવાનો વિચાર કર્યો.
એવું નક્કી કરવામાં આવ્યું કે, દેડકાની દોડમાં વિજેતા બનવા માટે તેને એક મીનાર પર ચડવાનું હતું, જે આ કામ કરી લે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. મીનારની સૌથી ઉપરની ટોચ પર પહોંચવાનું એ નક્કી થયું હતું, એ જ વિજેતા..
બધા જાનવરો સાથે મળીને અલગ – અલગ વાતો કરી રહ્યા હતા. કોઈ એવું પણ કહેતા હતા,
“આ તો લગભગ અશક્ય જ લાગે છે…”
“કોઈ કહે, “કોઇપણ મીનારની ટોચ પર નહીં પહોંચી શકે…”
“કોઈ જાનવર વાતો કરતા હતા કે, “આ સૌથી મુશ્કેલ કામ છે…”
થોડી વાર પછી દોડ શરૂ થઇ – દર્શકોમાં બધા જ જાનવરો હાજર હતા. બધા દેડકાઓને જોઈને મનમાં રાજી થઇ રહ્યા હતા કે હમણાં બધા જ નિષ્ક્રિય કામ જ કરશે…
દોડ શરૂ થઇ અને થોડી વારમાં અમુક દેડકાઓ તો થોડી વારમાં જ મીનાર પરથી નીચે પાડવા લાગ્યા. અને બધા દર્શક જાનવરો ઊંચા આવજે બોલવા લાગ્યા, “હમણાં બધા નીચે પડી જશે…કોઈ વિજેતા નહીં થાય…”
ધીમે ધીમે ઉપર ચડતા દેડકો થાકતા જતા હતા. અમુક હાર માની રહ્યા હતા. એટલામાં બન્યું એવું કે બધા દર્શકોની આંખ ચોંટી ગઈ કારણ કે એક દેડકો ઉપર જ જતો રહેતો હતો. તે જાને વિજેતા જ હોય એ રીતે મીનારની ઉપર જ ચડતો રહેતો હતો. અને તેને બીજા દેડકો કરતા વધારે અંતર પણ કાપી લીધું હતું.
એ એક દેડકો મીનારની ટોચ પર પહોંચે એ દર્શકો માટે હેરાનગતિ કરનારી વાત હતી કારણ કે દર્શકોને અંદાજો જ ન હતો કે આ દેડકો અહીં સુધી પહોંચી શકશે. છેલ્લે, થોડીવારમાં એ દેડકો મીનારની ટોચ પર પહોંચી જ ગયો અને વિજેતા જાહેર થયો.
છેલ્લે જ્યારે એ દેડકો વિજેતા બન્યો પછી તેને બધા પૂછતા હતા કે વિજેતા બનવાનું રહસ્ય શું છે અને એવું તે કયું કારણ છે કે તું ટોચ સુધી પહોંચી ગયો. આ વાત દર્શકો પૂછવા લાગ્યા ત્યારે ખબર પડી કે દેડકો તો બહેરો હતો, તેને કોઈની વાત સાંભળતાની સાથે વખાણ જેવું લાગતું હતું અને તેને કોઈના અવાજ પણ સાંભળતા જ નહોતા.
કહાનીનો સાર એટલે જીવનમાં ઉતારવા માટેની સાચી શિક્ષા :
અહીં આ કહાની દ્વારા આપને એ કહેવા માંગીએ છીએ કે તમે જો બધાનું સાંભળતા રહેશો તો પોતાના દિલનું ક્યારે સાંભળશો? અને સૌથી મોટો રોગ એ જ છે કે બીજાની વાત સંભાળતા રહીએ અને મનનું ક્યારેય ન માનીએ.
બીજાની વાતમાં જેટલું ધ્યાન આપીએ એ કરતા તો મનનું માનીએ તો વધારે જલ્દીથી આગળ નીકળી શકીએ અને હોય એ કરતા પણ સારી પરિસ્થિતિમાં જીવવા લાગીએ. પણ મોટાભાગના દુઃખી લોકોની એક જ સમસ્યા હોય છે કે એ બીજાની વાતને મન પર લઈને તેની પોતાની જાતને જ અવિશ્વાસમાં મૂકી દેતા હોય છે.
કોઈ પણ કામમાં સફળ થવા માટેનું પહેલું ચરણ એ છે કે દિલની માનીએ. હિન્દી ફિલ્મના એક ગીતમાં લખવામાં આવ્યું છે કે, “કુછ તો લોગ કહેંગે, લોગો ક કામ હૈ કહેના…” એટલે બીજા તો પોતાનું કામ કરવાના જ છે અને વાતો પણ કરવાના છે. જિંદગીમાંથી તમામ ડરને દૂર કરો અને ખુલ્લા આસમાન નીચે મોજ-આનંદથી જિંદગી જીવો. પછી જુઓ, સો ટકા જીવનમાં રહેલી તમામ નકારાત્મકતાને સકારત્મકતામાં ટ્રાન્સફર કરી શકશો.
જો તમને આ આર્ટિકલની માહિતી પસંદ આવી હોય તો મિત્રો સાથે આ માહિતીને શેયર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel