જો તમે પ્રગનેન્ટ હોવ અને તમને દુખાવો અને પગ માં સોજો આવતો હોય તો ઘભરાશો નહીં. પણ કેટલીક નાની નાની વાતો ને તમારા જીવન માં સામેલ કરો.
Pregnancy દરમિયાન પગ માં સોજો આવવો અને દુખાવો થવો એ સામાન્ય વાત છે. અને લગભગ બધી જ મહિલા ને આ તકલીફ થતી જ હોય છે. Pregnancy દરમિયાન વધતાં વજન અને શરીર માં થતાં બદલાવ ને કારણે આવું થતું હોય છે. જેના પર થોડું ધ્યાન આપવા થી સારું થઈ શકે છે. જો કે Pregnancy પછી આ સમસ્યા દૂર થઈ જાય છે. ખરેખર તો વજન વધતાં ની સાથે જ બધો ભાર પગ પર આવી જાય છે. એટલે જ પગ દુખે છે. જો Pregnancy માં આ સમસ્યા ને અવગણના કરવામાં આવે તો તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.
Pregnancy ના પહેલા મહિના થી જ પગ માં થોડો થોડો સોજો આવી જાય છે. જે સવારે ઓછો હોય છે અને સાંજે વધુ હોય છે. આવા માં ઘણી મહિલા ના Thais ની સ્કીન લીલા રંગ થઈ જાય છે.
ચાલો જાણીએ કેવી રીતે પગ ના સોજા ને અને દુખાવા ને ઓછો કરી શકાય છે.
Pregnancy દરમિયાન રોજ થોડું થોડું ચાલવું અને પગ ને લગતુ હલકુ વ્યાયામ પણ કરવું. આવા સમય માં કયા વ્યાયામ કરવા એની માટે ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી.
જો તમે ઓફિસ માં બેઠા છો તો પગ ને થોડી થોડી વારે હલાવતા રહેવું. જો ખુરશી પર બેઠા છો તો થોડી થોડી વારે પગ ને સીધા કરવા.અને કોઈ ઊંચી જગ્યા પર લાંબા કરવા.
Pregnancy દરમિયાન કોઈ પણ vascular સર્જન ને બતાવવું. જેનાથી તમારી સમસ્યા વધી નહિ શકે.
પ્રેગ્નન્ટ મહિલા એ વાત નું ધ્યાન રાખવું કે પગ માં કોઈ પણ જાત ની સમસ્યા ન થાય. કારણકે પગ ની સમસ્યા થવા પર ઘણી જાત ની દવા પણ લેવી પડશે. જેનાથી ગર્ભ માં રહેલ બાળક પર ખરાબ અસર થશે.
Pregnancy દરમિયાન તડકા માં લાંબા સમય સુધી ન બેસવું. આમ કરવા થી પગ ની નસો નો આકાર વધશે.
આ દિવસો માં અચાનક પગ માં સોજા આવી જાય તો ડોક્ટર ને બતાવું.
કામ કર્યા પછી ઠંડુ પાણી પગ પર નાખવું. સૂતા સમયે પગ ની નીચે તકિયો રાખવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team