ગાય ના દૂધ થી બનેલ ઘી ને આ રીતે સ્ટોર કરશો તો તે બગડશે નહીં અને તેમા થી ખરાબ સ્મેલ પણ નહીં આવે.
ખાવા પીવા ની ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેને જો સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે બગડી જાય છે. ખાસ કરી ને દૂધ ની કોઈ પણ વસ્તુ ને જો સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે જલ્દી જ બગડી જાય છે અને તેમા થી વાસ આવા લાગે છે. તેમા ઘી નો પણ સમાવેશ થાય છે. ઘી કેટલું પણ જૂનું કેમ ના હોય તેનો ઉપયોગ તો થાય જ છે. તેનો સ્વાદ પણ ખરાબ નથી થતો. ચાલો જાણીએ ટિપ્સ..
ઘી નીકળવા માટે ની રીત સાચી હોવી જોઈએ.
બહુ જ બધા ઘરો માં બજાર ના ઘી ની જગ્યા એ ઘર ના જ ઘી નો ઉપયોગ થાય છે. એટલે જ ઘર ના દૂધ ની મલાઈ કાઢી ને તેને ભેગી કરવામાં આવે છે. અને જ્યારે મલાઈ વધારે થઈ જાય ત્યારે તેનું ઘી નિકાળવામાં આવે છે. એટલે તમે જે મલાઈ કાઢો છો તેને સારી સ્ટોર કરવી જરુરી બની જાય છે.
જો તમારી મલાઈ નો સ્વાદ ખાટો થઈ ગયો હોય તો ઘી નો સ્વાદ પણ ખરાબ જ આવશે. જો તમારે વધારે મલાઈ ભેગી કરી ને રાખવાની હોય તો તેને ઢાંકી ને ફ્રીજર માં મૂકી દેવી. તમે ઈચ્છો તો મલાઈ માં થોડું દહી ભેળવી દેવું. આમ કરવા થી મલાઈ ખાટી નહીં થાય અને ઘી નો સ્વાદ પણ નહીં બદલાય.
ઘી નો સ્ટોર સારા વાસણ માં કરવો
પહેલા ના જમાના માં લોકો ઘી ને સ્ટીલ ના વાસણ માં કે માટી ના વાસણ માં સ્ટોર કરતાં હતા. તેના થી ઘી નો સ્વાદ વર્ષો સુધી બદલાતો ન હતો. પરંતુ સમય ની સાથે રસોઈ નો સમાન ખરીદવા નો પણ બદલાઈ ગયું છે. આજ કાલ લોકો માટી ના વાસણ નો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે. આજ કાલ ઘી ને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિક કે પછી સ્ટીલ ના વાસણ માં સ્ટોર કરે છે. કેટલાક લોકો તો બજાર માંથી લાવેલ ઘી ને તેમ જ પૅકિંગ વાળુ જ મૂકી દે છે. જો તમારે ઘી ને લાંબા સમય સુધી સાચવી રાખવું હોય તો તેને સ્ટીલ ના વાસણ માં જ મૂકો.
સારી રીતે કરવો ઉપયોગ.
ઘી ને હમેશા ઢાંકી ને રાખો. જો ઘી ને હવા લાગે છે કે પછી તેમ પાણી જતું રહે છે તો ઘી નો સ્વાદ બગડી શકે છે. સામાન્ય રીતે ઘી ને ફ્રીજ ની અંદર રાખે છે. જેનાથી ઘી હાર્ડ થઈ જશે.જ્યારે તેને કાઢવામા આવે તો ખૂબ જ મુશ્કેલી પડે છે . જો તમે ઘી ફ્રીજ માં મુકેલ છે અને તેનો ઉપયોગ કરવો હોય તો તેને થોડા સમય પહેલા કાઢી મૂકો. તમને વાપરવામાં સરળતા રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team