બાળકોને દૂધની બોટલ છોડાવવા માટેનો યોગ્ય સમય કયો છે!!! જાણો તે માટેની કેટલીક સરળ ટિપ્સ

જન્મથી લઈને 6 મહિના થાય ત્યાં સુધી બાળક માટે માતાનું દૂધ સૌથી ઉતમ હોય છે. તેમજ, ઘણા લોકો સાથે બોટલના માધ્યમે ફોર્મ્યુલા દૂધ પણ આપે છે. બોટલથી દૂધ પીવું એક ઉંમર સુધી તો યોગ્ય છે, પરંતુ લાંબા સમય સુધી બાળકને બોટલથી દૂધ પીવા પર ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તેમજ, બાળકને દૂધની બોટલની એવી ટેવ પડે છે કે તેને બોટલથી દૂર કરવા મુશ્કેલ થાય છે. જો બાળકને દૂધની બોટલના બદલે કોઈ ગ્લાસ અથવા કપ આપવામાં આવે, તો તે રડવા લાગે છે. આવી સ્થિતિમાં માતા-પિતા માટે દૂધની બોટલ છોડાવવી મુશ્કેલ થવા લાગે છે.

આજના આ લેખમાં અમે બાળકોની દૂધની બોટલ છોડાવવા માટેની કેટલીક ટિપ્સ વિશે જણાવીશું –

1. દૂધની બોટલ છોડાવવાનો યોગ્ય સમય – અમેરિકન એકેડેમી ઓફ પીડિયાડ્રીંકસ મુજબ બાળકોના 12 થી 24 મહિનાની ઉંમર વચ્ચે બોટલથી દૂધ પીવડાવવાનું બંધ કરી દેવું જોઈએ. ત્યારબાદ બાળકો માટે સિપ્પી કપનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. 2 વર્ષની ઉંમર પેહલા સીધી દૂધની બોટલનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવું યોગ્ય રહે છે. તેનાથી બાળક ઘણા પ્રકારના સંક્રમણથી સુરક્ષિત રહી શકે છે.

Image Source

2. બોટલથી દૂધ પીવડાવવાનું કેમ બંધ કરવું જોઈએ – જેમ જેમ બાળકની ઉંમર વધે છે, બાળકને બોટલના બદલે સિપ્પી કપમા પીવડાવવાનું ચાલુ કરવું જોઈએ. લાંબા સમય સુધી દૂધની બોટલનો ઉપયોગ કરવાથી બાળકના સ્વાસ્થ્ય પર નીચે પ્રકારની નકારાત્મક અસર પડી શકે છે –

  • લાંબા સમય સુધી બોટલમાં દૂધ પીવાથી બાળકોને દાંતમાં સડાની સમસ્યા થઈ શકે છે. દૂધમાં એક પ્રકારની ખાંડ અથવા મીઠાશ હોય છે, જેને લેક્ટોજ કેહવામાં આવે છે. જ્યારે બાળક સૂતી વખતે બોટલથી દૂધ ચૂસે છે, તો તેનાથી તેને ઓરલ કૈવિટી થઈ શકે છે.
  • બોટલથી લાંબા સમય સુધી દૂધ પીવાથી બાળકોને મેદસ્વિતા સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે.
  • સતત દૂધની બોટલ ચૂસવાથી બાળકોના દાંતની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તે ચહેરાના સ્નાયુઓ પર પણ અસર કરી શકે છે.
  • બાળકો હંમેશા સૂતા સૂતા દૂધની બોટલ ચૂસે છે. તેનાથી કાનમાં ઇન્ફેક્શન જોખમ વધે છે. સુતા સુતા દૂધ પીવાથી થોડું દૂધ ગળાની પાછળ અને યુસ્ત્રેશિયન ટ્યુબ પાસે પડી શકે છે. તેનાથી ચેપ થઈ શકે છે.

Image Source

3. બાળકોને દૂધની બોટલ કેવી રીતે છોડાવવી – સ્વાસ્થ્ય નિષ્ણાત મુજબ 18 મહિનાની ઉંમર કરતા પેહલા બાળકને દૂધની બોટલના ઉપયોગ કરવાનો બંધ કરી દેવો જોઇએ. બોટલને છોડવાની પ્રક્રિયા માતા-પિતા બાળકના 6 મહિના થવા પર શરૂ કરી શકે છે, જેથી ઘીમે ઘીમે બાળક સંપૂર્ણ રીતે બોટલ છોડી શકે. જ્યારે લાગે કે બાળક જાતે બોટલ પકડવા લાગે છે, ત્યારે તેને કપમાં દૂધ આપવાનું શરૂ કરી શકો છો. દૂધની બોટલ છોડાવવાની કેટલીક ટિપ્સ –

  • પેહલા બાળકને શરૂઆતમાં કપ પકડવા માટે આપો. તેમાં કોઈ પણ પીણું નાખશો નહિ, બાળકને ખાલી કપ આપો. તેનાથી બાળક કપ પકડવાનું શીખી શકે.
  • 8 થી 10 મહિનાની ઉંમરે બાળકને દિવસમાં એક વાર સિપ્પી કપમાં દૂધ પીવા આપો. બાળકને કપથી દૂધ એવા સમય પર આપો, જે સમયે તેને બોટલ આપો છો.
  • સમય સમય પર બાળકોને કપમાં થોડા અલગ અલગ પીણા પીવા આપો. કપ પકડવામાં બાળકની મદદ કરો. તેના મોઢામાં થોડી માત્રામાં લિકવિડ નાખો. તેનાથી બાળકને દૂધની બોટલ છોડવામાં મદદ મળી શકે છે.
  • બાળકને 6 મહિના થવા પછી દૂધ ઉપરાંત ખાવા માટે અન્ય વસ્તુઓ પણ આપી શકો છો. તેમ કરવાથી ઘીમે ઘીમે બોટલની ટેવ છોડવી શકો છો.
  • લગભગ 6 મહિનાની ઉંમરે જ્યારે બાળક ખાવાનું શરૂ કરે છે, તો તેને દિવસના એક ભોજન દરમિયાન પાણી માટે સિપ્પી કપ આપવાનું શરૂ કરો. તેનાથી તે સિપ્પી કપનો ઉપયોગ કરવાનું શીખવો.

સારાંશ – શરૂઆતમાં બાળકોને દૂધ પીવડાવવા માટે બોટલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ લાંબા સમય સુધી બોટલથી દૂધ પીવાથી બાળકોને ચેપ લાગી શકે છે. તેથી, ઉંમર વધવા પર બોટલને બદલે કપમાં દૂધ આપવાની સલાહ આપવામાં આવે છે. બાળકોને 2 વર્ષની ઉંમરથી પેહલા બોટલથી દૂધ પીવડાવવું સંપૂર્ણ રીતે બંધ કરી દેવું જોઈએ. જો બાળક બોટલ છોડવા તૈયાર થતું નથી, ત્યારે ડોકટરની સલાહ લઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment