સંબંધ બગડતાં પહેલા જ પાર્ટનર સાથે જોડાયેલ આ વાત નું રાખો ધ્યાન..

Image Source

સંબંધ માં કેટલીક વાર નાની નાની વાતો ને લઈ ને કડવાશ આવી જાય છે. જો સમય રહેતા જ તેને દૂર ન કરવા માં આવે તો તે વધતી જ જાય છે. તમારા સંબંધ ની  સમસ્યા ને દૂર કરવાની કોશિશ કરવી.

કોઈ પણ સંબંધ ની સમજૂતી એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારા સાથી ને કેટલું સમજો છો અને કોઈ પણ વાત નું સમાધાન કેવી રીતે કરો છો. અલગ અલગ વ્યવહાર વાળા કપલ એક  બીજા સાથે તાલમેલ બેસાડવા માટે મુશ્કેલી નો સામનો કરે છે. જેમ કે તમારા સાથી ને હર એક દિવસે પાર્ટી કરવાનું પસંદ હોય પણ તમે આરામ કરવાનું વિચારતા હોવ. એક બીજા માં કઈ પણ સામ્યતા ન હોવાના કારણે પણ સંબંધ મુશ્કેલી માં મૂકાય જાય છે. એ જરૂરી છે કે બંને એક બીજા ની પસંદ અને નાપસંદ નું ધ્યાન રાખે. અને જગડ્યા સિવાય શાંતિ થી બેસી ને વાત કરે અને  સમસ્યા નું સમાધાન કરે.

Image Source

અંતરંગ સંબંધો ની કમી ના કારણે પણ સંબંધ માં તિરાડ પડે છે. જો તમે તમારા સાથી  જોડે bored ફીલ કરો છો અને યોન સંબંધ થી દૂર ભાગો છો તો આ વાત માટે બંને જાણા  એ શાંતિ થી બેસી ને વાત કરવી જોઈએ. એક બીજા ની કાળજી અને પ્રેમ થી અંતરંગ સંબંધ સુધારી શકાય છે.

Image Source

સંબંધ માં પ્રાથમિકતા બતાવે છે એ કે તમારા વચ્ચે કેટલો પ્રેમ છે. આજ એ વસ્તુ છે કે જે સંબંધ માં એક બીજા ને જકડી રાખે છે. જે કપલ નો સંબંધ મજબૂત હોય છે એ પોતના સાથી ની ઈચ્છાઑ નું પણ ધ્યાન રાખે છે. જો તમારો સંબંધ હમણાં જ ચાલુ થયો હોય અને બંને ની પસંદ અલગ અલગ હોય તો થોડું compromise કરી લેવું જોઈએ. અને જો તે સંભવ ના થતું હોય તો પોતાના પાર્ટનર સાથે ખૂલી ને વાત કરવી.

Image Source

વફાદારી અને  વિશ્વાસ કોઈ પણ સંબંધ ની જડ છે. આજ એક વસ્તુ છે કે સંબંધ ને મજબૂતી થી બાંધી રાખે છે. જો તમે કોઈ ને date કરી રહ્યા છો અને  તમને લાગે છે કે તમારો સાથી તમારી પર શક કરે છે તો સંબંધ ને આગળ વધારતા પહેલા એક વાર વિચારી લેવું. જો તમે કોઈ સંબંધ માં બંધાઈ ચૂક્યા છો તો તમારા સાથી નો ભરોસો જીતવાની કોશિશ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment