આજ કાલ મોટાભાગ ના લોકો ની એ પરેશાની છે કે તેઓ બચત નથી કરી શકતા. તેમને જરૂરી અને બિનજરૂરી ખર્ચા વચ્ચે નું અંતર પણ ખબર નથી હોતી. કેટલીક ખાસ ટિપ્સ અપનાવી ને આ સમસ્યા ને દૂર કરી શકાય છે.
વધતી મોંઘવારી અને જવાબદારીઓ વચ્ચે બચત કરવી મુશ્કેલ થઈ જાય છે. મોટાભાગ ના લોકો પોતના ખર્ચ ને કેવી રીતે કંટ્રોલ કરવો એ જાણતા હોય છે, તો પણ તે કરી નથી શકતા. કેટલીક ટિપ્સ અપનાવી ને તમે તમારા બિનજરૂરી ખર્ચા ઓછા કરી શકો છો અને સાથે જ બચત પણ થશે.
ઘણાં લોકો દર મહિને પોતાની આવક માંથી ખર્ચ ના પૈસા કાઢી ને બીજા બચત માં મૂકે છે. જો તમે ખરેખર બચત કરવા માંગતા હોવ તો તમારી પદ્ધતિ માં થોડો ફેરફાર કરો. તમારી આવક માંથી જેટલી બચત સંભવ છે તેટલી કરો અને બાકી ના પૈસા થી તમે તમારા ખર્ચા ને પોચી વળશો.
તમારી આવક પ્રમાણે બજેટ બનાવો. દવાઓ અને હોસ્પિટલ ના ખર્ચ માટે અલગ થી જ પૈસા બચાઈ ને રાખો. એક ડાયરી માં તમારા બધા ખર્ચ ની એક યાદી બનાવો. આનાથી એ ખબર પડશે કે તમે કઈ જગ્યા એ બિનજરૂરી પૈસા નો વપરાશ કર્યો છે.
ઘણાં લોકો ની એવી આદત હોય છે કે હરતા ફરતા એમને જે પસંદ પડ્યું એ લઈ છે. પોતાની જરૂરિયાત અને ઇચ્છામાં ફરક સમજવો. ક્યાંક એવું ના થાય કે શોખ પૂરા કરવાના ચક્કર માં પોતાની આખી આવક જ વપરાઇ જાય.
આજ કાલ લોકો પ્લાસ્ટિક મની થી જ ખરીદી કરે છે. આ કાર્ડ્સ ના ચક્કર માં લોકો એવી પણ વસ્તુ ખરીદી લે છે જેની એમને જરૂરિયાત પણ નથી હોતી. જો આજ વસ્તુ રોકડ થી ખરીદે તો બિનજરૂરી પૈસા ન વપરાય.
એવું કઈ જરૂરી નથી કે તમારી મહિના ની આવક માંથી મોટી રકમ ને તમે બચત માં નાખો. તમે બચત ની શરૂઆત નાની રકમ થી પણ કરી શકો છો. તમારી નાની નાની બચત જ આગળ જઈ ને મોટી બચત બનશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
can i use your contents for youtube video?
It Would be great if you can share the link of your YouTube channel first