જે લોકો મોટાપા થી હેરાન થાય છે તેમની માટે પેટ ની ચરબી કેવી રીતે ઓછી કરી શકાય તે ખૂબ જ મોટો પ્રશ્ન બની જાય છે. મોટાપો આજે એક ગંભીર સમસ્યા બની રહી છે. તમે કૉલેગ માં હોવ, ઓફિસ માં હોવ કે પછી કોઈ પાર્ટી માં મોટાપા ના લીધે તમે શરમ અનુભવો છો.
રિસર્ચ એવું કહે છે કે ઘણા લોકો મોટાપા લીધે માનસિક તણાવ નો શિકાર પણ બને છે. કારણકે આવા લોકો પોતાની જાતને બદસૂરત અને unfit માનવા લાગે છે. અને પેટ ની ચરબી આપણી પર્સનાલિટી પણ ખરાબ કરે છે.
આમ તો વજન ઓછું કરવું ખૂબ જ સરળ છે પણ તેની માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તમારે તમારું મોટાપણું ઓછું કરવા માટે થોડી મહેનત તો કરવી પડશે.
સવાર ની હવા લાખ રૂપિયા ની દવા
આ ખૂબ જ જૂની કહેવત છે જેને ખોટી ના પાડી શકાય. જે લોકો ને વજન ઓછું કરવું છે એમને દરરોજ સવારે દોડવું જોઈએ. સવારે દોડવા થી શરીર ની કસરત થઈ જાય છે.
જમ્યા પહેલા પાણી પીવું.
તમારા જમવાના પહેલા ખૂબ જ પાણી પીવું. તેના બે ફાયદા છે- એક તો જમ્યા પહેલા તમારું પેટ સાફ થઈ જાય છે. અને બીજું કે ભૂખ ઓછી લાગે છે.
સવારે સારો એવો નાશતૉ કરવો.
સવારે જો સારો નાશતૉ કરી લીધો તો લંચ ઓછું જ થાય છે. અને જેનાથી પણ મોટાપણું વધે છે એવો ખોરાક મોટા ભાગે સવારે નાસ્તા માં જ લેવામા આવે છે. નાસ્તા માં તમે ચા, બિસ્કિટ લઈ શકો છો. આ ઉપરાંત વધુ પ્રોટીન વાળી વસ્તુ એટલે કે egg પણ ખાઈ શકો છો.
ઊંઘ પૂરી લેવી.
જે લોકો પોતાની ઊંઘ પૂરી નથી લેતા તે લોકો મોટાપણા નો શિકાર બને છે. સારી ઊંઘ લેવી એ વજન ઓછું કરવાની કારગર દવા છે. એટલે જ પૂરતી ઊંઘ લેવી.
ચા અને કોફી ના શોખીન હોવ તો તે ખૂબ જ પીવી.
અમુક લોકો ને ચા કોફી પીવાની ખૂબ જ આદત હોય છે. કોફી થી પેટ ની ચરબી ઘટે છે.
કોલ્ડ ડ્રિંક નું સેવન ન કરવું.
આજ કાલ કોલ્ડ ડ્રિંક પીવું એ શોખ જેવુ થઈ ગયું છે. જો તમારે વજન ઓછું કરવું છે તો કોલ્ડ ડ્રિંક કે ફાળો ના જ્યુસ ને ટાળવું જોઈએ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team