જાણો વરસાદમાં ત્વચાની એલર્જીથી બચવાના ઉપાય, વરસાદનું પાણી અને કીડા-મકોડા વધારે છે ત્વચા સંબંધિત સમસ્યાઓ

Image Source

વરસાદની ઋતુમાં ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ તથા એલર્જી ખૂબ જ વધી જાય છે. અને ઘણા બધા લોકોને આ તકલીફ નો સામનો કરવો પડે છે. વરસાદમાં ત્વચા ઉપર એલર્જી, શરદી-ખાંસી અને તાવ સિવાય માથામાં ખંજવાળ જેવી સમસ્યાઓ પણ ખૂબ જ વધી જાય છે. આમ વરસાદના પાણીના સંપર્કમાં આવવાથી ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચે છે, અને ત્વચા ઉપર રેસીસ, ખંજવાળ અને શરીર ઉપર ફોલ્લીઓ તથા ખીલ જેવી સમસ્યાઓ ઊભી થઈ જાય છે.

ત્યાં જ વરસાદમાં ફરનાર કીડા મકોડા માખી અને મચ્છરના કરડી જવાથી ત્વચા પર એલર્જી થઈ શકે છે, જ્યારે હવામાં ફેલાયેલી પરાગરજ ધૂળ અને પ્રદૂષણના કારણે ત્વચાની એલર્જી થઈ શકે છે. ઘણી વખત આ ત્વચાની એલર્જી પોતાની જાતે જ ઠીક થઈ જાય છે, ત્યાં જ અમુક વખત ડોક્ટરની સલાહ પણ લેવી પડે છે. તેથી જ ત્વચા ઉપર કોઈ પણ એલર્જિક રિએક્શન જોવા મળે તો તમારા ડર્મેટોલૉજિસ્ટ નો સંપર્ક જરૂરથી કરો. વરસાદમાં થતી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં આ પ્રમુખ છે.

  • ખરજવું
  • ફોલ્લીઓ અને ખીલ
  • ખંજવાળ
  • ગરમી ફોલ્લીઓ
  • મસા
  • ત્વચાકોપ(ડર્મટાઈટીસ)

ત્વચા ઉપર થતી એલર્જીથી બચવાના ઉપાયો

  • તમારા ઘર, બાલ્કની અને છત પર એવા છોડ ન લગાવો જેનાથી તમારી એલર્જી વધી શકે છે.
  • ઘરમાં પાલતુ જાનવર હોય તો તેનાથી દૂર રહો કારણ કે તેના શરીરમાંથી ખરતા વાળ, અને તેની ગંદકીથી એલર્જી વધી શકે છે.
  • તમારા ઘરની સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખો, ઘરમાં જમા થયેલી દૂર અને ગંદકીને સાફ કરતા રહો.
  • ઘરમાં ચટ્ટાઇ હોય તો તેને વાળીને મૂકી દો, કારણ કે ચટ્ટાઈ ઉપર ધૂળ માટી અને કિટાણુ વધી જવાનું જોખમ રહે છે.
  • સ્નાન કર્યા પછી ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાવો, તેનાથી ત્વચા નું રૂક્ષપણું ઓછું થઈ જાય છે, અને ખંજવાળની સમસ્યા પણ રહેતી નથી.
  • બહાર નીકળ્યા બાદ દુપટ્ટાથી તમારા ચહેરાને ઢાંકી દો, જેથી પ્રદુષણના સંપર્કમાં આવવાથી તમારી ત્વચાને નુકસાન પહોંચે નહીં અને એલર્જીની સમસ્યા ગંભીર ન બને.

ત્વચા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે આ આર્ટિકલમાં જણાવેલા ઉપાયો માત્ર એક ઉપાયના રીતે જ લો. ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યાના ઉપચારનો અમલ કરતાં પહેલાં ડૉક્ટર અથવા વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment